શું તમને પાસવર્ડ યાદ રાખવામાં સમસ્યા છે? જાણો તમારા તમામ પાસવર્ડ યાદ રાખવાની સૌથી સહેલી રીત

|

May 05, 2022 | 4:59 PM

World Password Day: આજે વિશ્વ પાસવર્ડ દિવસ છે. પાસવર્ડ બનાવવો અને એ યાદ રાખવો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે ખૂબ જ જરૂરી છે.

શું તમને પાસવર્ડ યાદ રાખવામાં સમસ્યા છે? જાણો તમારા તમામ પાસવર્ડ યાદ રાખવાની સૌથી સહેલી રીત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

World Password Day: આજે વિશ્વ પાસવર્ડ દિવસ છે. પાસવર્ડ બનાવવો અને એને યાદ રાખવો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાસવર્ડ કોઈપણ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટને સુરક્ષિત કરવા માટે રચાયેલ છે જેથી તે માહિતી ફક્ત ત્યારે જ દેખાય જ્યારે સાચો પાસવર્ડ દાખલ કરવામાં આવે. સારા સશક્ત પાસવર્ડ (Strong password) અને નબળા પાસવર્ડ વચ્ચેનો તફાવત એ છે કે નબળા પાસવર્ડ સાથે, તમારું એકાઉન્ટ છેતરપિંડી કરનારાઓ દ્વારા સરળતાથી હેક કરી શકાય છે. આજે વર્લ્ડ પાસવર્ડ ડે નિમિત્તે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે ખૂબ જ જરૂરી છે.

આપણા રોજીંદા જીવનમાં રોજ અનેક જગ્યાએ પાસવર્ડનો ઉપયોગ કરવો ફરજીયાત બની જાય છે. પણ જ્યારે આપણે એક સાથે આટલા બધા પાસવર્ડ યાદ રાખવાની વાત કરીએ ત્યારે અનેક સમસ્યનો સામનો કરવો પડે છે. પાસવર્ડમાં અવાર-નવાર ભુલોના કારણે અકાઉન્ટ બ્લોક થવા જેવી અનેક સમસ્યા આવી પડે છે. આપણે રોજ Facebook, Twitter, Instagram, Gmail, ATM, Netbanking અને ઘણું બધું ઉપયોગમાં લઈએ છીએ. ઓફિસના કોમ્પ્યુટરનો અને મેઈલ આઈડીના પાસવર્ડ તેમાં ઉમેરવામાં આવે તો પાસવર્ડનો બોજ ઘણો વધી જાય છે.
સ્વાભાવિક છે કે આટલા બધા પાસવર્ડ યાદ રાખવા એ સરળ કામ નથી. દરેક વ્યક્તિ ઘણા બધા પાસવર્ડ્સ યાદ રાખવામાં અચકાય છે. તેનાથી બચવા માટે, કેટલાક લોકો તેમના મમ્મી-પપ્પાના મોબાઇલ નંબરનો પાસવર્ડ તરીકે ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક લોકો બધા એકાઉન્ટ માટે સમાન પાસવર્ડનો ઉપયોગ કરે છે. આટલો સરળ પાસવર્ડ ક્રેક કરવો હેકર માટે મુશ્કેલ કામ નથી.

નિષ્ણાતોના મતે, 123456 વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ છે.

આજનું રાશિફળ તારીખ : 22-05-2024
શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024

પાસવર્ડ યાદ રાખવાની સૌથી સહેલી રીત

Google શીટ્સ અને Microsoft Excelએ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. પરંતુ તમે જાણો છો કે, જ્યારે Google શીટ્સ વપરાશકર્તા એક્સેલ વપરાશકર્તાને ફાઇલ મોકલે છે ત્યારે શું થાય છે. તમે કદાચ જાણો છો કે Google શીટ્સ એક ઇન-બિલ્ટ નિકાસ પદ્ધતિ સાથે આવે છે જે વપરાશકર્તાઓને Google શીટ્સ દસ્તાવેજોને Excel માં ખોલવા માટે નિકાસ કરવાની મંજૂરી આપે છે.

સ્પ્રેડશીટબનાવી તમે તમારા તમામ પાસવર્ડ એક જ જગ્યા પર ક્રમબદ્ધ રીતે સેવ કરી શકો છો. મહત્વનું છે કે, સ્પ્રેડશીટની કાર્ય કરવાની રીત એક્સેલ જેવી છે. પણ સ્પ્રેડશીટને તમે તમારા તમામ ડીજીટલ ઉપકરણો જેમ કે, મોબાઈલ, લેપટોપ, ટેબલેટમાં કોઈ પણ સ્થળે કોઈપણ ડાઉનલોડ વગર ઓનલાઈન એક્સેસ કરી શકો છો. જેથી આનો ઉપયોગ કરવો સૌથી વધારે સરળ અને સ્વિકૃત બની જાય છે.

  1. સૌપ્રથમ તમારે Google Sheets ઓપન કરવાનું રહેશે.
  2. જે બાદ તમારા મેઈલ આઈડી વડે લોગઈન કરો.
  3. લોગઈન થયા બાદ તેમાં નવી ફાઈલ બનાવો.
  4. આ ફાઈલમાં તમે Excelની જેમ તમારો ડેટા સેવ કરી શકો છો.
  5. ડેટા ઉમેર્યા પછી તમારે ફાઈલ સેવ કરવાની કે સેવ બટન દબાવવાની જરુર નથી તે ઓટોસેવ છે.
  6. આ શીટની લીંક તમે ગમે તે ડીવાઈસ પરથી ઓપન કરી શકો છો.

આ રીતે તમે તમારા તમામ પાસવર્ડ સેવ કરી શકો છો. અને જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે તમે આમાંથી સેવ કરેલ પાસવર્ડનો યોગ્ય રીતે જરુરીયાત મુજબ ઉપયોગ કરી શકો છો.

Published On - 4:56 pm, Thu, 5 May 22

Next Article