ભારતમાં ફેસબુકના ગ્રોથને લાગી બ્રેક ! વધતી ન્યુડિટી અને મહીલાઓની સુરક્ષાના કારણો જવાબદાર

મેટા કંપનીના (Meta company) ઈન્ટર્નલ રીસર્ચમાં એ વાત સામે આવી છે કે ભારતમાં ફેસબુક માટે સ્થિતિ ચિંતાજનક છે. ભારતમાં ફેસબુકના ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ બે મોટા કારણો સામે આવ્યા છે. જાણો એ બે મોટા કારણો શું છે?

ભારતમાં ફેસબુકના ગ્રોથને લાગી બ્રેક ! વધતી ન્યુડિટી અને મહીલાઓની સુરક્ષાના કારણો જવાબદાર
Symbolic Image
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jul 22, 2022 | 9:59 AM

મેટા કંપનીના (Meta company) ઈન્ટર્નલ રીસર્ચમાં એ વાત સામે આવી છે કે ભારતમાં ફેસબુક (Facebook) માટે સ્થિતિ ચિંતાજનક છે. ભારતમાં ફેસબુકના ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ બે મોટા કારણો સામે આવ્યા છે. તેનું એક કારણ ફેસબુક પર વધતી જતી ન્યુડીટી છે અને બીજું સુરક્ષા અને પ્રાઈવસીનો અભાવ છે. ફેસબુકની વૃદ્ધિ અન્ય મેટા કંપનીઓ જેવી કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની સરખામણીમાં ઓછી છે. ફેસબુકમાં પ્રથમ વખત કોઈ ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. ફેસબુકના ફાયનાન્સ ચીફનું કહેવું છે કે ઉંચો મોબાઈલ ડેટા કોસ્ટ પણ ફેસબુકના ગ્રોથમાં ઘટાડાનું એક મોટું કારણ છે. ભારત ફેસબુક માટે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક છે.

મહિલાઓ માટે સુરક્ષા એક મોટી ચિંતા

મેટાએ તેના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ફેસબુક પ્રત્યે મહિલાઓમાં ઓછી રુચિનું કારણ તેમની સુરક્ષા અને ગોપનીયતા છે. આ કારણ અગાઉ ક્યારેય રિપોર્ટમાં સામે આવ્યું ન હતું. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, કન્ટેન્ટ સેફ્ટી અને અનિચ્છનીય કોન્ટેક્ટ્સ મહિલાઓની બિન-રુચિનું મુખ્ય કારણ છે. ફેસબુક માટે આ મોટી ચિંતાઓમાંથી એક છે. META પોતે તેના અહેવાલમાં માને છે કે “ભારત મહિલાઓને પાછળ છોડીને સફળ થઈ શકે નહીં.”

ન્યુડીટી એક મોટી સમસ્યા છે

મેટાના સંશોધનમાં બીજી મોટી વાત સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર, ફેસબુકના ગ્રોથમાં ન્યુડિટી કન્ટેન્ટ એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. તેની પાછળનું કારણ એપ ડિઝાઇન, સ્થાનિક ભાષા અને સાક્ષરતાનો અભાવ છે. કંપની એવું પણ માને છે કે વિડિયો કન્ટેન્ટ મેળવવા માટે ઇન્ટરનેટ યુઝર્સમાં અપીલનો અભાવ છે. રિસર્ચ મુજબ હજારો યુઝર્સ સાથે કરવામાં આવેલા સર્વેના કારણે આ તમામ કારણો સામે આવ્યા છે.

સમાચાર બતાવવા સોશીયલ મીડીયા કંપનીઓએ ચુકવવા પડશે નાણા, ભારતીય મીડિયા માટે સારા સમાચાર

ભારતીય મીડિયા માટે ટૂંક સમયમાં એક સારા સમાચાર આવવાના છે. અહેવાલો અનુસાર, ભારત સરકાર એક નવા કાયદા પર કામ કરી રહી છે. આ અંતર્ગત ગૂગલ અને ફેસબુક જેવી દિગ્ગજ ટેક કંપનીઓને સમાચાર બતાવવા માટે પૈસા ચૂકવવા પડશે. અત્યારે, એવું કોઈ નક્કર મોડલ નથી કે જેમાં આ મોટી કંપનીઓ અને મૂળ સામગ્રી પ્રોવાઈડર્સ વચ્ચે નફાની વાજબી વહેંચણી થઈ શકે. નવો કાયદો આવ્યા બાદ ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓએ ડિજિટલ પબ્લિશર્સ સાથે નફો વહેંચવો પડશે.

Published On - 9:59 am, Fri, 22 July 22