PAK vs ZIM: ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનની 1 રનથી શરમજનક હાર

|

Oct 27, 2022 | 8:59 PM

ICC Men T20 World Cup: ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રનથી હરાવીને આશ્ચર્યજનક જીત નોંધાવી છે. આ શરમજનક હાર સાથે પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે.

PAK vs ZIM: ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનની 1 રનથી શરમજનક હાર
zimbabwe

Follow us on

ટી 20 વર્લ્ડ કપમાં સુપર-12ની રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વેએ પોતાની ઘાતક બોલિંગના જોરે પાકિસ્તાનને 130 રનથી હરાવી દીધું અને છેલ્લા બોલ સુધી રમાયેલી રોમાંચક મેચમાં 1 રનથી હરાવીને આશ્ચર્યજનક જીત નોંધાવી છે. આ શરમજનક હાર સાથે પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે કારણ કે ભારતે તેને પહેલી મેચમાં હરાવ્યું હતું.

પાકિસ્તાનની સામે ટાર્ગેટ મોટો ન હતો પરંતુ સતત બીજી મેચમાં ટીમના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. બાબર આઝમ ચોથી ઓવરમાં અને રિઝવાન પાંચમી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા. તે સમયે પાકિસ્તાનનો સ્કોર માત્ર 23 રન હતો. રિચર્ડ એનગવારા, બ્રેડ ઈવાન્સ અને બ્લેસિંગ મુજરબાનીની પેસર ત્રિપુટીએ પાકિસ્તાની બેટ્સમેનોને હેરાન કરી દીધા હતા અને આઠમી ઓવરમાં ઈફ્તિખાર અહમદ પણ પેવેલિયન પરત ફર્યો હતો.

ઝિમ્બાબ્વેની મજબૂત શરૂઆત

પર્થમાં સુપર 12 રાઉન્ડની આ મેચમાં ઝિમ્બાબ્વેએ પહેલી બેટિંગ કરી હતી. ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. ટીમે આ વાતને યોગ્ય ઠેરવીને એ જ સ્ટાઈલમાં શરૂઆત કરી. ટીમના કેપ્ટન ક્રેગ ઈરવિન અને વેસ્લી મધવેરીની જોડીએ જોરદાર ડેબ્યૂ કર્યું હતું. શાહીન આફ્રિદીની પહેલી ઓવરમાં 14 રન બનાવ્યા બાદ બીજી ઓવરમાં પણ 9 રન લીધા હતા. ઝિમ્બાબ્વેએ પહેલી 4 ઓવરમાં 38 રન બનાવ્યા હતા.

વસીમ-શાદાબે કરાવી મેચમાં વાપસી

પાંચમી ઓવરમાં હારિસ રઉફે પહેલી વિકેટ લીધી અને પછી ધીમે ધીમે વિકેટ પડવાની સાથે રનની ગતિ પણ ઓછી થઈ ગઈ. ઝડપી બોલર મોહમ્મદ વસીમ જુનિયરે 4 વિકેટ ઝડપીને સારું પ્રદર્શન કર્યું હતું. તેના સિવાય શાદાબ ખાન અને હારિસ રઉફે પણ ઝિમ્બાબ્વે પર લગામ લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રીતે ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બાબર ફરી ફેલ

આ મેચમાં એવી આશા હતી કે બાબર પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવશે પરંતુ એવું થયું નહીં. હાલમાં આ બેટ્સમેનની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે પરંતુ પાકિસ્તાનનો કેપ્ટન ઝિમ્બાબ્વેની ટીમ સામે પણ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો અને ટીમને મુશ્કેલીમાં મૂકીને વહેલો આઉટ થયો હતો. રાઈટ હેન્ડ બેટ્સમેન ચોથી ઓવરના ત્રીજા બોલ પર નવ બોલ રમીને ચાર રન બનાવીને આઉટ થયો હતો. બ્રૈડ ઈવાન્સના બોલ પર રેયાન બર્લે તેનો કેચ પકડ્યો હતો.

આ પહેલા રવિવારે ભારત સામે રમાયેલી મેચમાં પણ બાબર અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો ન હતો. આ મેચમાં બાબર ખાતું ખોલ્યા વિના પહેલા બોલ પર જ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને આઉટ કર્યો હતો. એટલે કે આ વર્લ્ડ કપની બે મેચમાં બાબરના બેટથી પાંચ રન બન્યા છે.

Published On - 8:19 pm, Thu, 27 October 22

Next Article