
ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે ટ્રેન્ટ બોલ્ટ સામે તેના બે બેટ્સમેનનો રેકોર્ડ આશ્ચર્યજનક છે. આમાં એક નામ રવિન્દ્ર જાડેજાનું છે અને બીજું રોહિત શર્માનું છે. જાડેજાનું બોલ્ટ સામે પ્રદર્શન જબરદસ્ત રહ્યુ છે. તેણે આ બોલરની સામે 90 ની સરેરાશથી સ્કોર બનાવ્યો છે. તે જ સમયે, રોહિત પણ ઓછો નથી. તેણે 58 ના સરેરાશથી રન બનાવ્યા છે.

જ્યારે ભારતીય ટીમના અન્ય બેટ્સમેનો તરફ નજર કરીએ તો નિરાશા અનુભવાય છે. રૂષભ પંત પણ બોલ્ટ સામે ફક્ત 18 ના સરેરાશથી સ્કોર કરવામાં સફળ રહ્યા છે. તે જ સમયે, મયંક અગ્રવાલે 11 ના સરેરાશથી રન બનાવ્યા છે.