નવું રેસલિંગ એસોસિએશન રદ્દ, WFI પ્રમુખ સંજય સિંહ સસ્પેન્ડ

નવું રેસલિંગ એસોસિએશન રદ કરવામાં આવ્યું છે. સાથે જ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.

નવું રેસલિંગ એસોસિએશન રદ્દ, WFI પ્રમુખ સંજય સિંહ સસ્પેન્ડ
| Updated on: Dec 24, 2023 | 11:32 AM

ભારતીય રેસલિંગ એસોસિએશનની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત થઈ હતી અને કુસ્તીબાજ અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. આ પછી મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો. હવે સરકારે નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.

નવું રેસલિંગ એસોસિએશન રદ કરવામાં આવ્યું છે. સાથે જ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.

સાક્ષી મલિક છે ખુબ પરેશાન

હાલમાં જ કુશ્તી સંધે જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપની જાહેરાત કરી હતી. જેમાં ટૂર્નામેન્ટ 28 ડિસેમ્બર યુપીના ગોંડામાં શરુ થવાનું હતુ. જેને લઈ રેસલિંગ છોડી ચૂકેલી સાક્ષી મલિકે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું મે કુશ્તી છોડી દીધી છે પરંતુ હું ખુબ પરેશાન છું. તે જૂનિયર મહિલા પહેલવાનોનું શું જે મને ફોન કરીને કહી રહી છે દીદી 28 તારીખથી જૂનિયર નેશનલ ગેમ્સ છે અને તે નવી કુશ્તી ફેડરેશનને નન્દની નગર ગોંડામાં કરવાનો નિર્ણય લીધો છે.

આ વિસ્તાર બ્રિજભૂષણનો છે

સાક્ષી મલિકે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ગોંડા બ્રિજભૂષણનો વિસ્તાર છે. હવે તમે વિચારો કે, જૂનિયર મહિલા પહેલવાન કઈ આ વિસ્તારમાં કુશ્તી લડવા માનશે. શું આ દેશમાં નંદની નગર સિવાય અન્ય કોઈ જગ્યાએ નેશનલ રમત કરવાનું કોઈ સ્થળ નથી. ખબર નથી પડતી શું કરવું

કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે શું આ નિર્ણય યોગ્ય છે

રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કર્યા બાદ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર દિગ્ગજ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે, આ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી બહેનો અને દીકરીઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેનાથી સંબંધિત લોકોને સંપૂર્ણપણે દૂર કરવા જોઈએ.

સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ દિગ્ગજ પહેલવાન સાક્ષી મલિકે પ્રેસ કોન્ફરન્સમાં કુશ્તી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બજરંગ પૂનિયાએ પદ્મ શ્રી એવોર્ડ પરત કર્યો હતો. તેના સિવાય હરિયાણાના પેરા એથલીટ વિરેન્દ્ર સિંહને પદ્મ શ્રી એવોર્ડ પરત કર્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 11:13 am, Sun, 24 December 23