Tokyo Olympics 2020 : ગલવાન ઘાટી બાદ,હવે ઓલિમ્પિકમાં પણ ચીનને પછડાટ, પહેલવાન દીપકે ચીની પહેલવાનને હરાવ્યો,પહોંચ્યા સેમીફાઇનલમાં

Tokyo Olympics 2020 : દીપકે ક્વાર્ટરફાઇનલમાં ચીનના પહેલવાન જુશેન લિનને 6-3 મ્હાત આપી છે. જો કે આ મુકાબલામાં દીપકને ચીની ખેલાડીએ જોરદાર ટક્કર આપીપરંતુ ભારતીય પહેલવાને છેલ્લી 10 સેકન્ડમાં બાજી પલટી દીધી.

Tokyo Olympics 2020 : ગલવાન ઘાટી બાદ,હવે ઓલિમ્પિકમાં પણ ચીનને પછડાટ, પહેલવાન દીપકે ચીની પહેલવાનને હરાવ્યો,પહોંચ્યા સેમીફાઇનલમાં
Deepak Puniya
| Edited By: | Updated on: Aug 04, 2021 | 12:47 PM

ભારતના યુવા પહેલવાન દીપક પુનિયાએ દેશની આશાઓ યથાવત રાખી છે. ટોક્યો ઓલિમ્પિકમાં કુશ્તીના 86 કિલોગ્રામ ભારવર્ગમાં દીપકે સેમીફાઇનલમાં જગ્યા મેળવી છે. 22 વર્ષીય પહેલવાને જોરદાર શરુઆત કરી અને પ્રી ક્વાર્ટરફાઇનલમાં નાઇજીરીયાઇ પહેલવાન એકરેકેમ એગિયોમોરને 12-1થી હરાવ્યા. પહેલો મુકાબલો સરળતાથી જીત્યા બાદ દીપકે ક્વાર્ટરફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યુ.

 

દીપકે ક્વાર્ટરફાઇનલમાં ચીનના પહેલવાન જુશેન લિનને 6-3 મ્હાત આપી છે. જો કે આ મુકાબલામાં દીપકને ચીની ખેલાડીએ જોરદાર ટક્કર આપી. એક સમયે બંને ખેલાડી 3-3ની બરાબરી પર હતા. પરંતુ ભારતીય પહેલવાને છેલ્લી 10 સેકન્ડમાં બાજી પલટી દીધી તેમણે જોરદાર પલટવાર કર્યો અને બે ત્રણ મહત્વપૂર્ણ ટેક્નિકલ પોઇન્ટ મેળવ્યા. આ જીત સાથે જ દીપકે સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી.

દીપકનો હવેનો મુકાબલો અમેરિકાના પહેલવાન ડેવિડ ટેલર સાથે થશે

 

Published On - 9:56 am, Wed, 4 August 21