જાણો IPLના આજના ઓકશનમાં કઈ ટીમ પાસે છે કેટલું બજેટ, અને કઈ ટીમ કેટલા ખરીદી શકશે પ્લેયર્સ

ચાલો તમને જણાવી દઈએ કે આઈપીએલની 14 સિઝનની મીની હરાજીમાં કઈ ટીમ કેટલા ખેલાડીઓ ખરીદી શકાશે, અને કઈ ટીમ પાસે છે કેટલું બજેટ.

જાણો IPLના આજના ઓકશનમાં કઈ ટીમ પાસે છે કેટલું બજેટ, અને કઈ ટીમ કેટલા ખરીદી શકશે પ્લેયર્સ
IPL Auction 2021
| Edited By: | Updated on: Feb 19, 2021 | 1:28 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી આવૃત્તિ એટલે કે આઈપીએલ 2021ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPLની મિની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં શરૂ થવાની છે. આ દરમિયાન કુલ 292 ક્રિકેટરોની બોલી લગાવવામાં આવશે. ચેન્નઇમાં બપોરે 3.00 વાગ્યે ખેલાડીઓની હરાજી શરૂ થઈ છે. આઈપીએલ સંચાલન પરિષદે ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે, ત્યારબાદ 292 ખેલાડીઓ હરાજીમાં પ્રવેશ થયો છે.

હરાજીની યાદીમાં 164 ભારતીય, 125 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ 61 સ્થાનો ભરવા માટે આઠ ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આઇપીએલ ટીમોમાં મહત્તમ ખેલાડીઓની સંખ્યા 25 હોઈ શકે છે, એટલે કે કોઈ પણ ટીમમાં 25 થી વધુ ખેલાડીઓ નથી રાખી શકાતા. તે જ સમયે, તેણે ઓછામાં ઓછા 18 ખેલાડીઓ રાખવાનો નિયમ છે. બીસીસીઆઈના આ નિયમો હેઠળ તમામ ટીમોએ તેમના કુલ બજેટનો 75 ટકા ખર્ચ કરવો જરૂરી છે.

ચાલો તમને જણાવી દઈએ કે આ હરાજીમાં કઈ ટીમ કેટલા ખેલાડીઓ ખરીદી શકાશે, અને કઈ ટીમના ખિસ્સામાં વધ્યા છે કેટલા પૈસા. એટલે કે કઈ ટીમનું છે કેટલું બજેટ.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)
ખેલાડીઓની સંખ્યા: 19
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 07
ઉપલબ્ધ સ્લોટ: 06
વિદેશી સ્લોટ: 01
સેલરી કેપ ઉપલબ્ધ: 19.90 કરોડ

દિલ્હી કેપિટલ્સ (DC)
ખેલાડીઓની સંખ્યા: 17
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 05
ઉપલબ્ધ સ્લોટ: 08
વિદેશી સ્લોટ: 03
સેલરી કેપ ઉપલબ્ધ: 13.04 કરોડ

પંજાબ કિંગ્સ (PK)
ખેલાડીઓની સંખ્યા: 16
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 03
ઉપલબ્ધ સ્લોટ: 09
વિદેશી સ્લોટ: 05
સેલરી કેપ ઉપલબ્ધ: 53.20 કરોડ

કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)
ખેલાડીઓની સંખ્યા: 17
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 06
ઉપલબ્ધ સ્લોટ: 08
વિદેશી સ્લોટ: 02
સેલરી કેપ ઉપલબ્ધ: 10.75 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સ (MI)
ખેલાડીઓની સંખ્યા: 18
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 04
ઉપલબ્ધ સ્લોટ: 07
વિદેશી સ્લોટ: 04
સેલરી કેપ ઉપલબ્ધ: 15.35 કરોડ

રાજસ્થાન રોયલ્સ (RR)
ખેલાડીઓની સંખ્યા: 16
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 05
ઉપલબ્ધ સ્લોટ: 09
વિદેશી સ્લોટ: 03
સેલરી કેપ ઉપલબ્ધ: 37.85 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
ખેલાડીઓની સંખ્યા: 14
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 05
ઉપલબ્ધ સ્લોટ: 11
વિદેશી સ્લોટ: 03
સેલરી કેપ ઉપલબ્ધ: 35.40 કરોડ

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
ખેલાડીઓની સંખ્યા: 22
વિદેશી ખેલાડીઓની સંખ્યા: 07
ઉપલબ્ધ સ્લોટ: 03
વિદેશી સ્લોટ: 01
સેલરી કેપ ઉપલબ્ધ: 10.75 કરોડ

Published On - 9:59 am, Thu, 18 February 21