‘રન’સંગ્રામ: નોટિંઘમમાં વેસ્ટ-ઈન્ડિઝ અને પાકિસ્તાન આમને-સામને, જુઓ VIDEO કોનું પલ્લું છે ભારે

2019ના વિશ્વકપમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે. એક તરફ જ્યાં પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડને હંફાવનારી વેસ્ટઈન્ડિઝની ટીમ ફોર્મમાં છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનના યુવા ખેલાડીઓ પણ પોતાનું કૌશલ્ય બતાવશે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝના ધુંઆધાર બેટ્સમેન સામે પાકિસ્તાનના બોલર્સનો દેખાવ કેવો હશે તે જોવું રસપ્રદ બની રહેશે. TV9 Gujarati   વિશ્વ કપ 2019માં વેસ્ટઈન્ડિઝ […]

રનસંગ્રામ: નોટિંઘમમાં વેસ્ટ-ઈન્ડિઝ અને પાકિસ્તાન આમને-સામને, જુઓ VIDEO કોનું પલ્લું છે ભારે
| Updated on: May 31, 2019 | 9:54 AM

2019ના વિશ્વકપમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે. એક તરફ જ્યાં પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડને હંફાવનારી વેસ્ટઈન્ડિઝની ટીમ ફોર્મમાં છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનના યુવા ખેલાડીઓ પણ પોતાનું કૌશલ્ય બતાવશે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝના ધુંઆધાર બેટ્સમેન સામે પાકિસ્તાનના બોલર્સનો દેખાવ કેવો હશે તે જોવું રસપ્રદ બની રહેશે.

TV9 Gujarati

 

વિશ્વ કપ 2019માં વેસ્ટઈન્ડિઝ પાકિસ્તાન વિરૂધ્ધ નોટિંઘમાં વન-ડે રમશે સાથે જ પોતાના અભિયાનની શરૂઆત કરશે. વર્ષ 1975 અને 1979માં વિશ્વકર વિજેતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ IPLમાં તેના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી ખૂબ જોશમાં છે. વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે થનારો આ મુકાબલો ખૂબ જ રોમાંચક હશે. કારણ કે પાકિસ્તાનના બોલર્સના નિશાને હશે વેસ્ટ ઈન્ડિઝનાએ બેટસમેન જેઓ બોલર્સના નાકમાં દમ કરી મુકે છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સાથે સાથે સંભાળશે આ મંત્રાલયો