IND Vs NZ: છેલ્લી 2 વનડે અને T-20 સીરિઝથી બહાર થયા કોહલી, જાણો શું છે કારણ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડની સામે રમાનારી 5 મેચની સીરિઝની અંતિમ 2 મેચ અને ત્યારબાદ થનારી ટી20 સીરિઝમાં વિશ્રામ આપવામાં આવ્યો છે. વાઈસ કેપ્ટન રોહિત શર્મા તેમની ગેરહાજરીમાં ટીમની આગેવાની કરશે. પસંદગી સમિતિ અને ટીમ મેનેજરે પાછલા 2 મહિનાઓમાં તેમના વ્યસ્ત શેડ્યુઅલની ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. આ દરમિયાન તેમણે ભારતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને […]

IND Vs NZ: છેલ્લી 2 વનડે અને T-20 સીરિઝથી બહાર થયા કોહલી, જાણો શું છે કારણ
| Updated on: Jan 24, 2019 | 5:46 AM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડની સામે રમાનારી 5 મેચની સીરિઝની અંતિમ 2 મેચ અને ત્યારબાદ થનારી ટી20 સીરિઝમાં વિશ્રામ આપવામાં આવ્યો છે. વાઈસ કેપ્ટન રોહિત શર્મા તેમની ગેરહાજરીમાં ટીમની આગેવાની કરશે.

પસંદગી સમિતિ અને ટીમ મેનેજરે પાછલા 2 મહિનાઓમાં તેમના વ્યસ્ત શેડ્યુઅલની ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. આ દરમિયાન તેમણે ભારતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે સીરિઝમાં પહેલી વાર જીત અપાવી છે.

BCCIએ એક નિવેદનમાં કહ્યું,,

“છેલ્લા થોડા મહિનાઓમાં તેમના કાર્યભારને જોઈને આ ટીમ મેનેજર અને સીનિયર પસંદ સમિતિનો આ વિચાર હતો કે ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલૂ શ્રૃંખલા માટે ટીમમાં કોહલીની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને સામેલ નહીં કરાય. રોહિત શર્મા છેલ્લી 2 વનડે તેમજ ટી20 આંતરરાષ્ટ્રીય શ્રૃંખલામાં ટીમના કેપ્ટન રહેશે.”

TV9 Gujarati

 

આ પહેલા કોહલીને સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપ માટે પણ બ્રેક આપવામાં આવ્યો હતો અને રોહિતે સંયુક્ત અરબ અમીરાતમાં ટીમની આગેવાની કરતા ટીમને વિજેતા બનાવી હતી.

ભારતીય ખેલાડીઓ મેથી જુલાઈ મહિના દરમિયાન થનારા વર્લ્ડ કપ માટેના કાર્યક્રમોમાં ઘણાં વ્યસ્ત છે. ન્યૂઝિલેન્ડ સામેની આ સીરિઝની ટ્રીપ પહેલા ભારત 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ વનડેને હોસ્ટ કરશે અને ત્યારબાદ તરત આઈપીએલનું આયોજન કરાયું છે.

[yop_poll id=769]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]