વિરાટ કોહલીએ (Virat Kohli) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 હજાર રન પૂરા કર્યા છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે સોમવારે તેને સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 77મી સદી પણ ફટકારી છે. પાકિસ્તાન વિરૂદ્ધ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેને 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
Virat Kohli
Follow us on
ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલીએ (Virat Kohli) ઈતિહાસ રચી દીધો છે. સોમવારે એશિયા કપની સુપર-4 મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર ઈનિંગ રમી અને સદી ફટકારી અને આ સાથે જ તેને વનડે ક્રિકેટમાં પોતાના 13 હજાર રન પણ પૂરા કર્યા. વિરાટ કોહલીએ આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 77મી સદી પણ ફટકારી છે. પાકિસ્તાન વિરૂદ્ધ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેને 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
રાહુલ અને વિરાટે 200થી વધુ રનની ભાગીદારી કરી
વિરાટ કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને 200થી વધુ રનની ભાગીદારી કરી અને પાકિસ્તાનને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું. વરસાદને કારણે પ્રભાવિત થયેલી આ મેચ સોમવારે ફરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં વિરાટ કોહલી અને કેએલ રાહુલના બેટે ધૂમ મચાવી. વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ્સને 8 રનથી આગળ વધારીને રનનો વરસાદ કર્યો હતો. વિરાટ કોહલીની ODI ક્રિકેટમાં આ 47મી સદી છે, જ્યારે વિરાટ કોહલીની પાસે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 77 સદી છે.