Tokyo Olympics : કુસ્તીબાજ રવિ કુમાર સેમીફાઇનલમાં પહોંચ્યો, મેચ બપોરે 2:45 વાગ્યે શરૂ થશે

|

Aug 04, 2021 | 12:21 PM

બોક્સર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર,ટિગરેરોસ ઉરબાનોને માતઆપી હતી

Tokyo Olympics : કુસ્તીબાજ રવિ કુમાર સેમીફાઇનલમાં પહોંચ્યો, મેચ બપોરે 2:45 વાગ્યે શરૂ થશે
Ravi Kumar Dahiya

Follow us on

Tokyo Olympics :  ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયા (Ravi Kumar Dahiya) અને દિપક પૂનિયાએ સેમી ફાઈનલમાં સ્થાન બનાવ્ચું છે. ક્વાર્ટર ફાઈનલમાં બંન્ને કુસ્તીબાજે આસાનીથી પોતાની મેચ જીતી છે.

ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)ની કુસ્તીના મેટમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય કુસ્તીબાજો (Wrestlers)રવિ કુમાર દહિયા અને દીપક પુનિયાએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

86 કિલો વજન વર્ગમાં દીપક પૂનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનના કુસ્તીબાજને 6-1થી હાર આપી હતી. રવિ અને દીપક બંનેએ સેમીફાઈનલમાં પહોંચીને ભારત માટે મેડલની આશા વધારી છે. બંને કુસ્તીબાજોની સેમી ફાઇનલ મેચ આજે રમાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)રિંગમાં રવિ કુમારને પ્રથમ મેચની જેમ પોતાની બીજી મેચ જીતવામાં કોઈ સમસ્યા નહોતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં બલ્ગેરિયનકુસ્તીબાજ સામે ટેકનીકલ સુપરિયરિટીના આધારે પોતાની મેચ જીતી હતી.અગાઉ બંને કુસ્તીબાજો(Wrestlers)એ પોતાના પ્રિ-ક્વાર્ટર સરળતાથી જીતી લીધા હતા.

57 કિલો કેટેગરીમાં ભારતીય કુસ્તીબાજ રવિ કુમારે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં કોલંબિયાના કુસ્તીબાજને હાર આપી છે. ત્યારબાદ બુલ્ગારિયાઈ કુસ્તીબાજને ક્વાર્ટર ફાઈનલમાં ટક્કર આપી હતી. હવે સેમી ફાઈનલમાં તેમનો મુકાબલો કઝાકિસ્તાનના કુસ્તીબાજ(Wrestlers) સામે થશે.

પુરુષોના અખાડામાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા, તો મહિલાઓની રેસલિંગ મેટ પર અંશુ મલિકની હાર નિરાશાજનક રહી હતી. સાક્ષી મલિકને પાછળ છોડી ટોક્યોની ટિકિટ મેળવનાર અંશુને બલ્ગેરિયાની મહિલા કુસ્તીબાજ ઇરીયાનાએ 8-2થી હાર આપી હતી. જો કે, જો બલ્ગેરિયન કુસ્તીબાજો ફાઇનલમાં પહોંચશે તો ભારતની મહિલા પહલ અંશુને રેપચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળશે.

રવિ અને દીપક સેમીફાઇનલ (Semifinals)જીતવા અને ફાઇનલમાં જગ્યા બનાવવા માંગે છે. આ બંને મેટ પર આજ બપોરે તેમની સેમીફાઇનલ મેચ રમશે. આ બંનેની સેમીફાઇનલ બપોરે 2:45 વાગ્યે શરૂ થશે અને સૌ લોકો અપેક્ષા રાખશે કે તે બંને ફાઇનલમાં પહોંચે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020: ભારતીય બેટ્સમેનની આંખ પર માર્યો બાઉન્સર, હવે તે બોલરના પુત્રએ ટોક્યો ઓલિમ્પિકમાં 400 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો

Published On - 9:50 am, Wed, 4 August 21

Next Article