Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટન સામે 4-3 થી હાર, ઐતિહાસીક મેચમાં જબરદસ્ત ટક્કર

|

Aug 06, 2021 | 9:19 AM

ભારતીય મહિલા હોકી ટીમ (Indian women's hockey team) અને ગ્રેટ બ્રિટન (Great Britain) વચ્ચે આજે બ્રોન્ઝ મેડલ માટે ટક્કર થઇ હતી. ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વખત આ સ્થાન પર ઓલિમ્પિકમાં પહોંચી હતી. ભારતીય મહિલા ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાન પર રહી હતી.

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટન સામે 4-3 થી હાર, ઐતિહાસીક મેચમાં જબરદસ્ત ટક્કર
Indian women's hockey team

Follow us on

ભારતીય મહિલા હોકી ટીમની ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં 4-3 થી હાર થઇ હતી. ભારતીય મહિલા હોકી ટીમ (Indian women’s hockey team) અને ગ્રેટ બ્રિટન (Great Britain) વચ્ચે આજે બ્રોન્ઝ મેડલ માટે ટક્કર થઇ હતી. ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વખત આ સ્થાન પર ઓલિમ્પિકમાં પહોંચી હતી. ભારત માટે આ ઐતિહાસીક મોકો હતો. ભારતીય મહિલા ટીમે શરુઆતમાં 2-0 થી પછડાટ મેળવી હતી. પરંતુ બીજા ક્વાર્ટરમાં અદભૂત રમત દર્શાવી 3 ગોલ કરી લીડ મેળવી લીધી હતી. જોકે તે લીડને જીત સુધી પહોંચાડી શકાઇ નહોતી.

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોએ પ્રયાસ કરવા છતાં ગોલ વિના જ પસાર થયો હતો. બંને ટીમો એક બીજા પર ગોલ થી લીડ મેળવવા માટે પ્રયાસ કરી રહી હતી. શરુઆતમાં બીજી મીનીટે બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ શાનદાર રીતે બચાવ કર્યો હતો. જોકે પ્રથમ ક્વાર્ટરમાં બ્રિટન હાવી રહ્યુ હતુ, જોકે તેને ગોલ મળી શક્યો નહોતો.

જબરદસ્ત રહ્યો બીજો ક્વાર્ટર

બીજા ક્વાર્ટર ભારતના પક્ષમાં રહ્યો હતો. શરુઆત ભલે હરીફની હતી, પરંતુ ક્વાર્ટરનો અંત ભારતીય મહિલાઓનો હતો. એક જ ક્વાર્ટરમાં 5 ગોલ બંને પક્ષે થયા હતા. ની રમત બ્રિટને ગોલ સાથે કરી હતી. ગ્રેટ બ્રિટને ક્વાર્ટરની શરુઆતની 60 સેકન્ડમાં જ ભારતીય મહિલા ખેલાડીઓની ભૂલનો લાભ ઉઠાવ્યો હતો. જે તક પર બ્રિટને ગોલ મેળવી હતી. બ્રિટીશ ખેલાડી એલિના સિયાન રેયરના શોટને રોકવાની કોશિષમાં ભારતીય ડિફેન્ડર દિપ ગ્રેસ એક્કાની સ્ટિક થી આત્મઘાતી ગોલ થઇ ચુક્યો હતો. આમ બ્રિટન 2-0 થી લીડ મેળવી ચુક્યુ હતુ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભારતીય મહિલા હોકી ટીમે વળતો પ્રહાર કરતા બીજા ક્વાર્ટરમાં એક બાદ એક બે ગોલ કર્યા હતા. ગુરજીત સિંહે (Gurjit Singh) બંને ગોલ કરીને મેચને બરાબર કરી દીધી હતી. ભારતીય ટીમે 25 મી મીનીટમાં સ્કોર 1-2 થયો હતો. આગળની મીનીટે ફરી એકવાર પેનલ્ટી કોર્નર થી ગુર્જીતે ગોલ કરીને 2-2 થી મેચ બરાબર કરી હતી. વંદના કટારીયા (Vandana KATARIYA) એ ત્રીજો ગોલકરીને ક્વાર્ટર 3-2 થી પોતાના પક્ષે રહ્યુ હતુ.

ત્રીજા ક્વાર્ટરની શરુઆતમાં ગ્રેટ બ્રિટનની મહિલાઓએ મેચને બરાબરી કરી લીધી હતી. ક્વાર્ટરની 5 મી મીનીટમાં ભારત સામે આક્રમકતા અપનાવી કેપ્ટન હોલી એ ગોલ કરી ને મેચને બરાબર કરી દીધી હતી. સવિતા પૂનિયા એ ગોલકિપીંગમાં શાનદાર બચાવ કરતી નજર આવી રહી હતી. જોકે આ ક્વાર્ટર પર દબદબો બ્રિટનનો રહ્યો હતો.

મહિલા ટીમ ચોથા સ્થાન પર રહી

ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં બ્રિટનની મહિલા ખેલાડીઓએ ફરી એકવાર લીડ મેળવી લીધી હતી. 48 મીનીટમાં સતત ત્રણ પેનલ્ટ કોર્નર બ્રિટનને મળી હતી. જેમાં ત્રીજા પેનલ્ટી ક્વાર્ટરમાં હરીફે ગોલ મેળવ્યો હતો. ગ્રેસ બાલ્સોડને સ્કોર 4-3 થી બરાબર કર્યો હતો. જોકે ઇતિહાસ રચવાનો મોકા સમાન આ અંતિમ મીનીટોમાં મહિલા હોકી ખેલાડીઓ ચુકી ગઇ હતી. જોકે આમ માટે તેમણે મજબૂત પ્રયાસ કર્યો હતો. ભારતીય મહિલા ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાન પર રહી હતી.

Published On - 8:45 am, Fri, 6 August 21

Next Article