Tokyo Olympics: બજરંગ પુનીયા સેમીફાઇનલમાં પહોંચ્યો, ક્વાર્ટરફાઇનલમાં ઇરાની રેસલરને હરાવ્યો

|

Aug 06, 2021 | 10:16 AM

બજરંગ પુનીયા સેમીફાઇનલમાં પહોંચ્યો, ક્વાર્ટરફાઇનલમાં ઇરાની રેસલરને હરાવ્યો હતો. બદજરંગ પાસે ભારતને મેડલને લઇને આશા છે, જે તે પુરી કરવા પુરી સક્ષમતા ધરાવે છે.

Tokyo Olympics: બજરંગ પુનીયા સેમીફાઇનલમાં પહોંચ્યો, ક્વાર્ટરફાઇનલમાં ઇરાની રેસલરને હરાવ્યો
Bajrang Punia

Follow us on

ભારતીય રેસલીંગમાં ભારતીય રેસલર બજરંગ પુનીયા (Bajrang Punia) એ ક્વાર્ટર ફાઇનલમાં ઇરાનના પહેલવાન સામે ટકકર કરી હતી. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) ની સેમીફાઇનલમાં બજરંગ પુનીયાએ સ્થાન મેળવી લીધુ હતુ. પુનીયા રેસલીંગમાં ગોલ્ડ મેડલનો દાવેદાર શરુઆતથી માનવામાં આવી રહ્યો છે.

પુનિયાએ ઇરાનના મુર્ત્ઝા સામે શરુઆતમાં પાછળ રહ્યો હતો. ઇરાની પહેલવાન જબરદસ્ત ટક્કર આપી રહ્યો હતો. પુનીયા પણ જબરદસ્ત ડીફેન્સ સાથે લડી રહ્યો હતો. પ્રથમ પિરીયડમાં એક પોઇન્ટ ઇરાનને મળ્યો હતો. બજરંગ પુનીયાએ શાનદાર રીતે અંતિમ પળોમાં રમત દર્શાવીને જીતના પોઇન્ટ મેળવી લીધા હતા. 65 કીલોગ્રામ કુશ્તીમાં ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. તેણે ઇરાનના પહેલવાન મુર્ત્ઝા ચિકા ઘીય્સી (Morteza CHEKA GHIASI) ને હરાવ્યો હતો.

પુરુષોની 65 કિલો વર્ગની સેમિફાઇનલ મેચમાં બજરંગ પુનિયાનો સામનો હવે અઝરબૈજાનના હાજી અલીયેવ સામે થશે. હાજી અલીયેવને ટોક્યો ઓલિમ્પિકમાં ત્રીજું સ્થાન મળ્યું. જ્યારે બજરંગનું બીજ બીજા ક્રમે છે. હાજી અલીયેવ સામે બજરંગની મેચ ટક્કર ભરી રહેવાની અપેક્ષા છે. હાજી અલીયેવે 57 કિલોગ્રામ વર્ગમાં રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તે 61 કિલો વર્ગમાં 3 વખતનો વિશ્વ ચેમ્પિયન છે. તેણે ટોક્યોની મેટ પર તેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચોથા ક્રમાંકિત કઝાકિસ્તાનના રેસલરને હરાવ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતને બજરંગ થી આશા

ભારત તેના સ્ટાર રેસલર બજરંગ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખી રહ્યું છે. આ અપેક્ષા પણ વધારે છે કારણ કે, તે પોતાની કેટેગરીમાં વિશ્વ નંબર વન છે. ઘૂંટણની ઈજામાંથી સાજા થતાં જ બજરંગે ટોક્યોની ટિકિટ કાપી હતી. તેના જ્યોર્જિયન કોચની દેખરેખ હેઠળ, તેણે તેના દાવ અને તેની લડવાની શૈલી બંનેને સુધારી છે. તેણે પહેલા બે દંગલ જીત્યા છે. અને હવે બે ટક્કર જ તેના માટે ગોલ્ડ મેડલ થી વધુ દૂર છે. એટલે કે, બજરંગ તેના બે શ્રેષ્ઠ દાવથી ઇતિહાસ રચી શકે છે.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય હોકીના 16 સ્ટાર, હિંમ્મત અને સંઘર્ષની 16 કહાની, જાણો ઇતિહાસ રચનારી ટીમ ઇન્ડીયા કેમ છે ખાસ

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટન સામે 4-3 થી હાર, ઐતિહાસીક મેચમાં જબરદસ્ત ટક્કર

Published On - 9:51 am, Fri, 6 August 21

Next Article