Tokyo Olympics 2020 : ભારતને પ્રથમ ગોલ્ડ મળ્યો, જૈવલિન થ્રોમાં નિરજ ચોપરાએ ઇતિહાસ સર્જયો

|

Aug 07, 2021 | 5:40 PM

ટોકયો ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ ગોલ્ડ હાંસલ કરી લીધો છે. નિરજ ચોપરાએ ભારતને ગોલ્ડ અપાવ્યો છે. નિરજ ચોપરા (Neeraj Chopra) ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ લાવવા માટે પ્રબળ દાવેદાર હતો.

Tokyo Olympics 2020 : ભારતને પ્રથમ ગોલ્ડ મળ્યો, જૈવલિન થ્રોમાં નિરજ ચોપરાએ ઇતિહાસ સર્જયો
file photo

Follow us on

Javelin Throw : ટોકયો ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ ગોલ્ડ હાંસલ કર્યો છે. નિરજ ચોપરાએ ભારતને ગોલ્ડ અપાવી ઇતિહાસ સર્જયો છે. નિરજ ચોપરા (Neeraj Chopra) ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ લાવવા માટે પ્રબળ દાવેદાર હતો. ભારતના ખેલાડીઓમાં યુવા રમતવીર નિરજ ચોપરા (Neeraj Chopra) નું નામ ચર્ચામાં હતું, જેને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં મેડલ લાવવા માટેનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. નિરજ ચોપરા પહેલા જ રાઉન્ડથી આગળ રહ્યો હતો. બીજા રાઉન્ડમાં પણ તેનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું. પ્રથમ પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજા થ્રોમાં એણે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો. ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટર દૂર થ્રો ફેંક્યો છે. ચોથા અને પાંચમો રાઉન્ડમાં નિરજે ફાઉલ કર્યું હતું. પુરુષો માટે જૈવલિન થ્રો (Javelin throw) ની લંબાઈ 2.60 મીટરથી 2.70 મીટર સુધીની હોય છે તેનું વજન 800 ગ્રામ હોય છે. સ્ત્રીઓમાં જૈવલિન થ્રોઅરની લંબાઈ 2.20 મીટરથી 2.30 મીટર સુધી હોય છે અને તેનું વજન 600 ગ્રામ હોય છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Next Article