Bajrang Punia : કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો, કઝાકિસ્તાનના દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો

|

Aug 07, 2021 | 7:50 PM

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ચૂક્યા પછી ભારતના સ્ટાર રેસલર બજરંગ પૂનિયા ફ્રી સ્ટાઈલ કુસ્તીના 65 કિલોગ્રામ વર્ગમાં આજે બ્રોન્ઝ મેડલની મેચ રમ્યો હતો. બપોરે 3 વાગ્યે તેની મેચ શરુ થઈ હતી. ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર શરુઆત કર્યા પછી બજરંગ સેમી-ફાઈનલ મેચ હારી ગયો હતો.

Bajrang Punia : કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો, કઝાકિસ્તાનના દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો
કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Follow us on

Bajrang Punia : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ ચૂક્યા પછી ભારતના સ્ટાર રેસલર બજરંગ પૂનિયા ફ્રી સ્ટાઈલ કુસ્તીના 65 કિલોગ્રામ વર્ગમાં આજે બ્રોન્ઝ મેડલની મેચ રમ્યો હતો. બપોરે 3 વાગ્યે તેની મેચ શરુ થઈ હતી. ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર શરુઆત કર્યા પછી બજરંગ સેમીફાઈનલ મેચ હારી ગયો હતો.આજે બજંરગ પૂનિયા (Bajrang Punia)ની શાનદાર જીત થઈ છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની રેસલિંગ મેટ પર બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય કુસ્તીબાજ બજરંગે કઝાકિસ્તાનના કુસ્તીબાજ દૌલતને આસાનીથી હરાવ્યો હતો. બજરંગે પોઈન્ટના તફાવતથી આ મેચ જીતી હતી. બજરંગની જીત સાથે ભારતે ટોક્યોમાં છઠ્ઠો મેડલ જીતીને લંડન ઓલિમ્પિક (London Olympics)માં જીતેલા મેડલની પણ બરાબરી કરી હતી.

બજરંગ સામે હારી ગયેલા કઝાકિસ્તાનના કુસ્તીબાજ દૌલત નિયાઝબેકોવ ત્રણ વખત એશિયન ચેમ્પિયન હતા. જ્યારે તેની પાસે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 મેડલ હતા. તેણે 2011માં બ્રોન્ઝ જીત્યો હતો, જ્યારે તેણે વર્ષ 2019માં સિલ્વર જીત્યો હતો. આ પહેલા બજરંગ સેમિફાઇનલમાં અઝરબૈજાન કુસ્તીબાજ હાજી અલીયેવ સામે હારી ગયો હતો. તે જ સમયે, તેણે તેના પ્રી-ક્વાર્ટરમાં કઝાકિસ્તાન કુસ્તીબાજને અને ક્વાર્ટર ફાઇનલમાં ઇરાનના કુસ્તીબાજને હરાવ્યો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

બજરંગ અને દોલત વચ્ચેની લડાઈ ઉગ્ર હતી. શરૂઆતથી જ બંને કુસ્તીબાજો આક્રમણ મુડમાં દેખાયા હતા. બજરંગે પહેલા રાઉન્ડમાં 2-0ની લીડ મેળવી હતી. આ પછી બીજા રાઉન્ડમાં, તેણે કઝાકિસ્તાનના કુસ્તીબાજના ડિફેનસિવ રહ્યો હતો એક બાદ એક 6 અંક મેળવ્યા હતા.

આવી રીતે બજરંગ આ મુકાબલો 8-0થી જીત મેળવી હતી સાથે જ બજરંગે પોતાનો પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં રેસલિંગમાં મળેલો આ ભારતનો બીજો મેડલ છે.

બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પ્રથમ વખત અટેકથી રમી રહ્યો હતો. આ પહેલા તે પ્રી ક્વાર્ટર અને ક્વાર્ટર ફાઈનલમાં ખુબ જ ડિફેન્સિવ રહ્યો હતો.અટેક ન કરવાને કારણે તેમણે સેમીફાઈનલમાં હાજી અલીયેવ વિરુદ્ધ હાર મળી હતી પરંતુ તેના ભુલથી પ્રેરણા લઈ બ્રોન્ઝ મેડલ મેચમાં જીત મેળવવાનું નક્કી જ કર્યું હતુ.

અને એક પછી એક 6 વધુ પોઈન્ટ મેળવ્યા. આ રીતે, બજરંગે આ મેચ 8-0 ના અંતરથી જીતી લીધી. આ મેચમાં જીત સાથે બજરંગે પોતાનો પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યો. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનો આ બીજો મેડલ છે.

આ બંને ખેલાડીઓ વર્ષ 2019માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં સામસામે ટક્કરાયા હતા.ટોક્યો ઓલિમ્પિકનો આજે 16 મો દિવસ છે. ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા આજે બ્રોન્ઝ મેડલ (Bronze medal)માટે દંગલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે કુસ્તીમાં એક મેડલ જીત્યો છે. વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બજરંગ પુનિયા અને નિયાઝબેકોવ સામ-સામે હતા. મેચ 9-9ની બરાબરી પર હતી,

ત્યારબાદ બજરંગે નિયાઝબેકોવને વિજેતા જાહેર કરવા પર સવાલો ઉભા કર્યા. તે મેચના નિર્ણય સાથે સહમત ન હતો. 2012 ની લંડન ગેમ્સમાં સુશીલ કુમાર અને યોગેશ્વર દત્તે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રવિ દહિયાએ ગુરુવારે 57 કિલોગ્રામમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો : Javelin Throw : નીરજ ચોપરા જૈવલિન થ્રોમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે, શું તમે આ રમતના નિયમો જાણો છો?

Published On - 4:24 pm, Sat, 7 August 21

Next Article