Tokyo Olympics 2020 : આજે એટલે કે શુક્રવારથી ટોકયો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic-2020) ના ઉદ્ધાટન સમારોહની સાથે જ રોમાંચક રમતોત્સવનો પ્રારંભ થયો છે. કોરોનાને કારણે, પહેલીવાર ઉદ્ધાટન સમારોહમાં રમતપ્રેમીઓને ઉપસ્થિત રહેવા નથી દેવાયા. જ્યારે માર્ચ પાસ્ટમા પણ દરેક દેશની ટીમને બને એટલી નાની ટીમ રાખવી પડી હતી.
ભારત તરફથી માત્ર 25 સભ્યોની ટીમે ઉદ્ધાટન સમારોહમાં ભાગ લીધો હતો. જેમાં 19 ખેલાડી અને છ અધિકારીઓનો સમાવેશ થયો હતો. બોક્સિગ ચેમ્પિયન મેરીકોમ અને પુરૂશ હોકી ટીમના કેપ્ટન મનપ્રિતસિંહે ભારતીય ટીમના ધ્વજવાહક બન્યા હતા. માર્ચ પાસ્ટમાં ભારતને 21મા સ્થાને સ્થાન આપવામાં આવ્યુ હતું. યજમાન જાપાને બધાથી છેલ્લે પરેડ કરી. આઈઓસીના અધ્યક્ષ થોમસ બાખ એ પોતાના પ્રવચનમાં મુશ્કેલ સમયમાં સારા આયોજન બદલ આભાર માન્યો અને બીજીવાર રમતોત્સવમાં ભાગ લેનારી રેફ્યુજી ટીમનું સ્વાગત કર્યુ હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક રમતની ઓપનિંગ સેરમનીનું સીધું પ્રસારણ જોયું હતુ અને ભારતીય દળને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.
ભારત માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો રહેશે. શનિવારના રોજ ભારત શૂટિંગ, આર્ચરી બૉક્સિંગ, વેટલિફ્ટિંગ, હૉકી અને બેડમિન્ટનમાં મેદાનમાં ઉતરશે. ઓલિમ્પિકના ચાહકોને મેડલ જીતવાના સમાચાર મળી શકે છે.
સ્ટેડીયમમાં છ ખેલાડીઓ દ્વારા ઓલિમ્પિક ધ્વજ લવાયો હતો. આ છ ખેલાડીઓમાં જાપાનના મોમોતા કેંટો, ઓસ્ટ્રેલિયાના એલના ગાલિયાવોવિચ, રેફ્યુજી ટીમથી સાયરિલે ટચાટેચેટ, અમેરિકાના પાઉલો પારેટો, આફ્રિકાના મેહેદી ઈસાદિક અને ઈટાલીના પાઉલો ઓગેચી ઈગોનીનો સમાવેશ થાય છે.
The Olympic Flag is carried into the stadium by six athletes who have given their time and talent to serve as essential workers in their local communities.
Thank you. 🙏#StrongerTogether #OpeningCeremony pic.twitter.com/DVPFptksXU
— Olympics (@Olympics) July 23, 2021
આઈઓસીના અધ્યક્ષ થોમક બાખ એ રમતોસ્તવના આયોજન અંગે જાપાનનો આભાર માન્યો હતો. એમણે કહ્યુ કે, ટોક્યો ઓલિમ્પિકમાં તમારુ સ્વાગત છે. આજે આશાનો દિવસ છે. હા મુશ્કેલી છે, પરંતુ આપણે તેનો આનંદ લેવો જોઈએ. આપણે આખરે અહિયા આવી ગયા. કેટલીય ટીમ એક છત્ર નીચે આવી છે. જે રમતની તાકાત છે. આનાથી આપણામાં એક આશા ઉભી થાય છે. આપણે અહીયા જાપાનને કારણે છીએ. આપણે તેમને ધન્યવાદ આપીએ છીએ. જાપાનની આયોજન સમિતિએ ઉમદા કામ કર્યુ છે. હુ એ બધાને ધન્યવાદ આપુ છુ. 10 વર્ષ પહેલા જાપાને ટોક્યોમાં એલિમ્પિક યોજવાનું સ્વપ્ન જોયુ હતુ. જે આજે સાચુ ઠર્યુ છે. કોરોનાની મહામારીએ ઘણીબધી મુશ્કેલી સર્જી છે. આમ છતા, અમે જાપાનના આભારી છીએ.
પરેડ પછી, ઓલિમ્પિકની થીમ ‘Faster Higher Stronger Together’ ને દર્શાવ્યુ અને ત્યાર બાદ, ટીવી ક્રુને લઈને પ્રસ્તૃતિ રજુ કરાઈ હતી. જેમાં એક ગીતને રજુ કરવામાં આવ્યુ હતુ. આ પછી ટોક્યો 2020નુ આલ્બમ બનાવ્યુ હતુ જેના માટે 1824 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Speechless… pic.twitter.com/oroxuk3l2R
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
#WATCH | Prime Minister Narendra Modi stands up to cheer athletes as the Indian contingent enters Olympic Stadium in Tokyo during the opening ceremony.#TokyoOlympics pic.twitter.com/SUheVMAqIK
— ANI (@ANI) July 23, 2021
જ્યારે ટોંગાની ટીમ પરેડ માટે આવી હતી, ત્યારે દરેકની નજર તેના ખેલાડી પીતા તાફુતોફુઆના ડ્રેસ પર હતી. તેણે પારંપરિક ડ્રેસ પહેર્યો હતો. માસ્ક પહેરેલા હતા, તે ટોંગાના ત્વાઇકવોન્ડો ખેલાડી છે.
He’s here! 👀 Pita Taufatofua#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #Olympics pic.twitter.com/cxnjBs71EJ
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ ટોક્યો ઓલિમ્પિક રમતની ઓપનિંગ સેરમનીનું સીધું પ્રસારણ જોયું હતુ અને ભારતીય દળને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.
Come, let us all #Cheer4India!
Caught a few glimpses of the @Tokyo2020 Opening Ceremony.
Wishing our dynamic contingent the very best. #Tokyo2020 pic.twitter.com/iYqrrhTgk0
— Narendra Modi (@narendramodi) July 23, 2021
ઓલિમ્પિકમાં હંમેશા ધુમ મચાવનાર દેશ ચીન છે. ચીને પણ માર્ચ પાસ્ટમાં એન્ટ્રી કરી હતી. એશિયાનો પાવરહાઉસ તરીકે જાણીતા આ દેશના 406 ખેલાડીઓના દળ સાથે ટોક્યો આવ્યું છે. આ દેશના કેટલાક ખેલાડી ઓલિમ્પિકમાં મેડલના દાવેદાર છે. હવે જોવાનું રહેશે કે, આ દેશ કેટલા મેડલ જીતે છે.
ઓપનિંગ સેરમનીમાં કિર્ગીસ્તાનની ટીમના ખેલાડી અન્ય ટીમોથી અલગ જોવા મળ્યા હતા કારણ કે, તેમના ચેહરા પર માસ્ક જોવા મળ્યું ન હતુ. ઓપનિંગ સેરમનીમાં માસ્ક ફરજિયાત છે આ ટોક્યો ઓલિમ્પિક 2020ના પ્લેબુકના નિયમમાં સામેલ છે.
ઓલિમ્પિક ઉદ્ઘાટન સમારોહમાં હેન્ડા જાઝાએ અહમદ સાબર હમ્ચો સાથે સીરિયન આરબ રિપબ્લિકના ધ્વજવાહક ભૂમિકા ભજવી હતી. એક આશ્ચર્યજનક બાબત એ છે કે, હેન્ડા જાઝ હજુ 12 વર્ષની છે, તે ટેબલ ટેનિસ રમે છે અને તે પ્રથમ ઓલિમ્પિક્સ રમવા માટે તૈયાર છે. તે તેના માટે ચોક્કસપણે ખૂબ જ સન્માનની વાત છે.
Remember what you were doing when you were 12?
Syrian table tennis player is making her Olympic debut, the youngest athlete @Tokyo2020@ittfworld
Read her inspiring story here:https://t.co/x1ghaQ2xQ7
— Olympics (@Olympics) July 20, 2021
ભારત બાદ ઈન્ડોનેશિયા, યુગાન્ડા, ઉરુગ્વે, ગ્રેટ બ્રિટેન, મિસ્ત્ર, કેનેડા, કતર, કઝાકિસ્તાન, ગયાના, ઓમાન, ઓસ્ટ્રેલિયા, કેમરુન,ગેમ્બિયા, કંબોડિયા, ગિની, સાયપરસ, ક્યૂબાની ટીમે માર્ચ પાસ્ટ કર્યું હતુ
તમામ દેશોની સાથે અંગોલાએ પણ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો પરંતુ આ દેશના ખેલાડીઓના પૌશાકે સૌનું ધ્યાન ખેચ્યું હતુ તેમની ટીમ પાંરપારિક કપડામાં આવી હતી.
Those Angola uniforms. 😍 #ANG#OpeningCeremony pic.twitter.com/OVGeaS3BkM
— Olympics (@Olympics) July 23, 2021
#TeamIndia roll call!🤩🇮🇳🎆
Walking out for the Parade of Nations at #Tokyo2020 #OpeningCeremony #WeAreTeamIndia #Cheer4India@EdelweissFin @MPLSportsFdn @Herbalife @INOXMovies @TheRaymondLtd @Amul_Coop @NipponPaintInd @TheJSWGroup @sfanow @SmartDhyana @srlcare pic.twitter.com/71B0ee1eSe
— Team India (@WeAreTeamIndia) July 23, 2021
ભારતીય દળે એન્ટ્રી કરી લીધી છે. ભારતીય પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે પાધડી પહેરી ભારતીય ધ્વજવાહક લઈ જોવા મળ્યા હતા તેમની સાથે મેરીકોમ પણ જોવા મળી હતી. ભારતના 19 ખેલાડી 6 અધિકારીઓ આ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો. ભારતના કુલ 125 ખેલાડીઓએ આ રમતમાં ભાગ લીધો છે.
આઇસલેન્ડ, આયર્લેન્ડ, અઝરબૈજાન, એન્ટિગુઆ, અફઘાનિસ્તાન, યુએઈ, ઇટાલી, ઈરાન જેવા દેશોએ માર્ચ પાસ્ટ કરી ચૂક્યા છે ભારતનો નંબર 21મો છે.
આ શાનદાર પ્રદર્શન બાદ હવે દરેક દેશના ખેલાડીઓનું દળ એક બાદ એક માર્ચ પાસ્ટ કરી રહ્યું છે. જેની શરુઆત ગ્રીસથી થઈ હતી. સૌથી પહેલા ગ્રીસના ઓલિમ્પિક દળે માર્ચ પાસ્ટ કરી હતી. ખેલાડીઓના ચેહરા પર માસ્ક જોવા મળ્યા હતા.
આઈઓસીએ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનૂસને ઓલિમ્પિક લૉરેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર રમતમાં પોતાનું યોગદાન આપવા માટે આપવામાં આવે છે. જેમાં યુનૂસ સ્પોર્ટસની સ્થાપનામાં સામેલ છે.
ઓપનિંગ સેરમનીમાં ઓલિમ્પિક રિંગ લાવવામાં આવી હતી. જે લાકડાની બનાવવામાં આવી છે આ રિંગની ખાસ વાત એ છે કે,આ રિંગ એ વૃક્ષના લાકડામાંથી બની છે જેને ટોક્યો ઓલિમ્પિક-1964માં ઉગાડવામાં આવ્યા હતા, દરેક રીંગનો ડાયામીટર 4 મીટર નો છે.
ઓપનીંગ સેરમનીની શરુઆતમાં ખેલાડીઓના સંધર્ષની કહાની રજુ કરવામાં આવી હતી. જેમાં ખેલાડીઓ આ કોરોના મહામારી વચ્ચે પણ રમત રમવા માટે તૈયાર છે.ઓપનિંગ સેરમનીમાં જે લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યો છે તેને યાદ કરવામાં આવ્યા હતા.
લાલ રીબીન બાંધી શાનદાર ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ ડાન્સરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળ્યા હતા, ત્યારબાદ સૌથી પહેલા જાપાન ઓલિમ્પિકદળે માર્ચ પાસ્ટ કરી હતી.
We’re all connected 🤝#Tokyo2020 | #Olympics | #UnitedByEmotioin | #StrongerTogether pic.twitter.com/i8qOrn7oUK
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
એક વર્ષના વિલંબ બાદ ટોક્યો ઓલિમ્પિક 2020 સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. જાપાનની રાજધાની ટોક્યોના ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે રમતોત્સવના મહા કુંભની શરૂઆત થઈ છે. જ્યાં દરેક ખેલાડી મેડલ જીતવાનું સપનું જુએ છે.
No more waiting. It’s time for #Tokyo2020
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
🔜 🏟️ Just 🔟 minutes until the #Tokyo2020 #OpeningCeremony begins ⏰ 🎆#Olympics | #UnitedByEmotion | #StrongerTogether pic.twitter.com/FXckQ6DS6j
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
Boys look dapper, don’t they? 😎
Our shuttlers will #Cheer4India from their rooms as 🇮🇳 contingent marches at Main Olympic Stadium, Tokyo for @Tokyo2020 opening ceremony lead by @MangteC & @manpreetpawar07 👏🏻
📸 : @satwiksairaj #SmashfortheGlory#badminton#Tokyo2020 pic.twitter.com/oFxRPaQlBj
— BAI Media (@BAI_Media) July 23, 2021
ટોક્યોના ઓડૈબા વોટરફ્રન્ટ પર ટોક્યો રિંગનો ફોટો. ટોક્યોમાં સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઓપનિંગ સેરમનીમાં ભારતના બે દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ અને મનિકા બત્રા ભાગ લેશે નહિ. બંન્નના સ્થાન પર મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના ઓપનિંગ સેરમનીમાં ભારતીયદળમાં સામેલ કરવામાં આવી છે. જેના કારણે ભારતીય ખેલાડીઓની સંખ્યા 19 થઈ છે.
રશિયાનો તીરંદાજી સ્વેતલાના ગોમ્બોએવા શુક્રવારના રોજ ટોક્યો ઓલિમ્પિક રમતમાં ગરમીના કારણે બેભાન થઈ હતી. રશિયા ઓલિમ્પિક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોચ સ્ટાનિસ્લાવ પોપોવે કહ્યું કે, ક્વોલિફાય દરમિયાન ખેલાડી બેફાન થઈ હતી. ત્યારબાદતબીબી સ્ટાફે તેમને મદદથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
All set and suited up for the big day😍🔥
It’s finally time for the Opening ceremony of the Tokyo 2020 Olympic Games 😃
Catch live action in Sony tonight at 16.30 hrs IST !!#sathiyantt #tabletennis #sports #tokyo2020 #olympics #openingceremony #TeamIndia pic.twitter.com/vSWidhxYCC— Sathiyan Gnanasekaran (@sathiyantt) July 23, 2021
રશિયાની તીરંદાજી સ્વેતલાના ગોમ્બોએવા શુક્રવારના રોજ ટોક્યો ઓલિમ્પિક રમતમાં ગરમીના કારણે બેભાન થઈ હતી. રશિયા ઓલિમ્પિક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોચ સ્ટાનિસ્લાવ પોપોવે કહ્યું કે, ક્વોલિફાય દરમિયાન ખેલાડી બેફાન થઈ હતી. ત્યારબાદતબીબી સ્ટાફે તેમને મદદથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
રમેશ મેન્ડીશની ઓવરમાં સંજૂ સેમસને બેક ટુ બેક બાઉન્ડરી લગાવી હતી. 17 મી ઓવપના બીજા અને ત્રીજા બોલે સેમસને બંને ચોગ્ગા લગાવ્યા હતા.
મેરી કોમ ઓપનિંગ સેરમની માટે તૈયાર છે. તેમણે ટ્વિટર પર ઓપનિંગ સેરમનીના કેટલાક ફોટો શેર કર્યા હતા. મેરી કોમ ઓપનીંગ સેરમનીમાં ભારતની ધ્વજવાહક છે.
Here I stand before the opening ceremony of #Tokyo2020 as a flag bear of my nation, India. #Cheer4India pic.twitter.com/hNkixkoxBt
— M C Mary Kom OLY (@MangteC) July 23, 2021
Tokyo Olympics 2020 Opening Ceremony Live:ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને લંડન ઓલિમ્પિક 2012ની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતની મહિલા બોક્સર મેરીકોમ ઓપનીંગ સેરમનીમાં ભારતની ધ્વજવાહક હશે. મેરીકોમ લંડન ઓલિમ્પિક 2012માં મેડલ જીતી ચૂકી છે.
ટોક્યો ઓલિમ્પિક 2020ની ઓપનિંગ સેરમની ને આડે હવે ગણતરીની મિનીટો જ બાકી છે. સમગ્ર વિશ્વમાં 8 ઓગસ્ટ સુધી ખેલાડીઓ ધુમ મચાવશે. દરેક દેશને આશા છે કે, તેમના ખેલાડીઓ મેડલ જીતીને આવશે. હવે રમતના અંતે જ ખબર પડશે કે, ક્યા દેશે કેટલા મેડલ જીત્યા છે.
આ પિચમાં પર ઝડપી બોલરોને અત્યાર સુધીના બાઉન્સની દ્રષ્ટિએ સારી મદદ મળી છે. ચમીરા અને કરુણારત્ને આ ઉછાળનો ઉપયોગ શરૂઆતની ઓવરમાં કર્યો છે. અપેક્ષા કરતા વધારે બાઉન્સ થવાને કારણે શિખર ધવન ફસાઈ ગયો હતો. તેણે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સવાલ એ છે કે શ્રીલંકાના ઝડપી બોલર આ રીતે ધવન કરતા વધુ વિકેટ મેળવી શકશે?
ઓલિમ્પિક રમત પહેલા મેરી કોમના બાળકોએ તેમની માતાને એક પ્રેમભર્યો સંદેશ મોકલ્યો છે. મેરીકોમ ત્રણ બાળકોની માતા છે. બાળકોએ મેરી કોમને ગોલ્ડ મેડલ જીતવાની શુભકામના પાઠવી છે.
MC Mary Kom’s children send a lovely message for their mother! 🥰
Send yours, in the replies below 👇#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #TeamIndia | @MangteC pic.twitter.com/Mt1VEpvEiv
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 23, 2021
એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ શુક્રવારના રોજ નિર્ણય લીધો કે, તે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીચૂકેલા રેસ વૉકર કેટી ઈરફાન અને 3000 મીટર સ્ટેપલચેજના ખેલાડી અવિનાશ સાબલેનું નામ પરત લેશે નહિ. આ બંન્ને ખેલાડીઓ હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે.
ભારત માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો રહેશે. શનિવારના રોજ ભારત શૂટિંગ, આર્ચરી બૉક્સિંગ, વેટલિફ્ટિંગ, હૉકી અને બેડમિન્ટનમાં મેદાનમાં ઉતરશે. ઓલિમ્પિકના ચાહકોને મેડલ જીતવાના સમાચાર મળી શકે છે.
Wishing PM @sugawitter and 🇯🇵 the very best for #Tokyo2020 @Olympics and @Paralympics. We look forward to a season of incredible performances by the world’s best sportspersons! @Tokyo2020
— Narendra Modi (@narendramodi) July 23, 2021
સ્વિઝલેન્ડના 400 મીટર હર્ડલ રેસના ખેલાડી હુસૈને ડોપિંગના કારણે 9 મહિનાનો પ્રતિબંધનો સ્વીકાર કર્યો છે. પરંતુ પ્રતિબંધને તેમના સસ્પેન્શનના સમયથી લાગુ હોવાનું માનવામાં આવશે પરંતુ હજુ કોઈને પણ સસ્પેશનનો વિશે જાણતું નથી. એવામાં સ્પષ્ટ છે કે, તે આજથી શરુ થઈ રહેલી 400મીટરના હીટ્સમાં ભાગ લેશે નહિ.
ઓલિમ્પિક રમતના પ્રથમ દિવસે જાપાના લોકોઓ પ્રદર્શન શરુ કર્યું છે. ટોક્યોના મેટ્રોપોલિટન સરકારી બિલ્ડિંગની સામે પહોચી નારા લગાવી ટોક્યો ઓલિમ્પિક રદ્દ કરવાની માંગ કરી હતી.
Tokyo Olympics 2020 Live : ભારતની સ્ટાર ખેલાડી દીપિકા મિકસ્ડ ઇવેન્ટમાં અતનુ દાસ સાથે નહિ પરંતુ પ્રવીણ જાધવ સાથે ઉતરશે. પ્રવીણ સૌથી વધારે અંક મેળવનારા પુરુષ તીરંદાજ છે એવામાં તેમને મિકસ્ડ ઇવેન્ટમાં મોકો આપવામાં આવશે.
Tokyo Olympics 2020 Live: ભારતીય મિકસ્ડ ટીમને નવમાં સ્થાન પર રહેવાનુ નુકસાન થશે. ડ્રૉ પ્રમાણે ભારતીય મિક્સ્ડ ટીમ રાઉન્ડ ઑફ 16માં ચીની તાઇપેનો સામનો કરશે. જો આ રાઉન્ડમાં તે જીત મેળવે છે તો કવાર્ટરફાઇનલમાં તેમનો સામનો કોરિયાથી થશે.
Tokyo Olympics 2020 Live : પુરુષ રેન્કિંગમાં ભારતનુ પ્રદર્શન સારુ રહ્યુ નથી. પ્રવીણ જાધવ 31માં સ્થાન પર,અતનુ દાસ 35માં સ્થાન પર રહ્યા, અને ઓછા X ના કારણે તરુણદીપ રૉય 37માં સ્થાન પર રહ્યા
Tokyo Olympics 2020 Live: નવમાં સ્થાન પર આવી ગઇ ભારતીય મિકસ્ડ ટીમ 11માં રાઉન્ડ બાદ પ્રવીણ જાધવે અતનુ દાસને કરતા બે અંકની લીડ મેળવી છે. જો કે મિકસ્ડ ટીમ ઇવેન્ટ રેન્કિંગના નવમાં સ્થાન પર આવી ગઇ છે.
Tokyo Olympics 2020 Live :પ્રવીણ જાધવ અને અતનુ વચ્ચે એક અલગ પ્રતિયોગિતા જ ચાલી રહી છે. નવમાં રાઉન્ડ બાદ પ્રવીણ 493 અંક સાથે 27માં સ્થાન પર છે. અતનુએ નવમાં રાઉન્ડમાં 52 સ્કોર કર્યો અને કુલ 492સાથે 30માં સ્થાન પર છે.
Tokyo Olympics 2020 Live: અતનુના રેન્કિંગના કારણે ભારતીય મિક્સ્ડ ટીમ છઠ્ઠા સ્થાન પર આવી ગઇ છે. ભારત તરફથી અતનુ અને દીપિકા મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં ઉતરવાના છે.
Tokyo Olympics 2020 Live : બીજા હાફની શરુઆત થઇ અને સાતમાં રાઉન્ડમાં પ્રવીણ જાધવે 55 અંક મેળવ્યા છે. અતનુ દાસે 55 અંક મેળવ્યા .તરુણદીપ રૉયે 54 અંક મેળવ્યા. પ્રવીણ અને અતનુ દાસના અંક બરાબર છે. પરંતુ વધારે X (પરફેક્ટ સ્કોર) થવાના કારણે પ્રવીણ આગળ છે.
Tokyo Olympics 2020 Live : ભારતના ખેલાડીઓએ બીજા હાફમાં સારુ પ્રદર્શન કરવુ પડશે. જો આવુ ન થયુ તો ડ્રૉમાં તેમને મજબૂત ખેલાડીઓ સામે ઉતરવુ પડી શકે છે. થોડી વારમાં બીજો રાઉન્ડ શરુ થશે.
Tokyo Olympics 2020 Live : પહેલા હાફ પછી રાઉન્ડ પૂર્ણ થઇ ચૂક્યા છે અને ભારત અત્યારે ઘણી નિરાશાજનક સ્થિતિમાં છે.પ્રવીણ જાધવ 329 સ્કોર સાથે 30માં સ્થાન પર છે. અતનુ દાસ 329 અંક સાથએ 31 સ્થાન પર છે. તરુણદીપ રૉય 323અંકો સાથે 45માં સ્થાન પર છે. કોરિયાએ અહીં પણ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.
Tokyo Olympics 2020 Live : અતનુ દાસ કરતા પ્રવીણ જાધવ અગળ નિકળ્યા. પાંચમાં રાઉન્ડમાં પ્રવીણ જાધવે 56 અંક મેળવ્યા અને 25મુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યારે અતનુ દાસે 55 અંક સાથે 29મુ સ્થાન મેળવ્યુ છે. તરુણદીપ 37માં સ્થાન પર.
Tokyo Olympics 2020 Live: ત્રીજો રાઉન્ડ ભારત માટે ઘણો ખરાબ રહ્યો. અતનુ દાસે 52 અંક જ મેળવ્યા અને 29મુ સ્થાન મેળવ્યુ. જ્યારે જાધવ 56 અંક સાથે 30માં સ્થાન પર પહોંચ્યા.
Tokyo Olympics 2020 Live: અતનુ દાસ X-10-9-9-9 સાથે 11માં સ્થાન પર પહોંચ્યા. તરુણદીપ 53 અંક સાથે આગળ નિકળી 35માં સ્થાન પર પહોંચ્યા
Tokyo Olympics 2020 Live : બીજો રાઉન્ડ ત્રણેય ખેલાડીઓ માટે સારો ન રહ્યો. અતનુ દાસને 54 ,તરુણદીપ રૉય અને પ્રવીણ જાધવને 55 અંક મળ્યા. ત્રણેય ટૉપ 10માંથી બહાર. મિકસ્ટ ટીમ અત્યારે સાતમા સ્થાન પર
Tokyo Olympics 2020 Live: અતનુ દાસે પહેલા રાઉન્ડમાં 58 અંક સાથે શરુઆત કરી છે. અતનુએ આ રાઉન્ડમાં X-10-10-10-9-9 સ્કોર મેળવ્યો છે. અતનુ દાસ પાંચમાં સ્થાન પર છે. 55 અંક સાથે તરુણદીપ રૉય 31માં અને પ્રવીણ જાધવ 51 અંક સાથે 40માં સ્થાન પર છે.
Tokyo Olympics 2020 Live : ટોક્યોમાં બીજીવાર ઓલિમ્પિક રમતોનુ આયોજન કરવામાં આવ્યુ છે,ત્યારથી લઇ અત્યાર સુધી ઘણુ બધુ બદલાઇ ગયુ છે.
https://twitter.com/Olympics/status/1418390408925569027?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1418390408925569027%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fsports%2Fother-sports%2Ftokyo-olympics-2020-live-updates-23-july-matches-of-india-team-score-updates-medals-winners-from-olympic-stadium-tokyo-in-hindi-747197.html
Tokyo Olympics 2020 Live :પુરુષના રેન્કિંગ રાઉન્ડ સાથે મિક્સડ ટીમ ઇવેન્ટનો ડ્રો પણ નક્કી થઇ જશે. ભારત તરફથી મિક્સડ ટીમ ઇવેન્ટમાં અતનુ દાસ અને દીપિકા કુમારીની જોડી ઉતરશે.
Tokyo Olympics 2020 Live :દીપિકા કુમારીનો ડ્રૉ સામે આવી ગયો છે. કરમા સાથે મુકાબલા બાદ જો દીપિકા આગળ વધે છે તો રાઉન્ડ ઑફ 32 અને રાઉન્ડ ઑફ 16 બાદ તેમનો સામનો ઓલિમ્પિક રેકોર્ડ બનાવનારી કોરિયાની એન સાન સાથે ક્વાર્ટરફાઇનલમાં થઇ શકે છે.
Tokyo Olympics 2020 Live : ભારત તરફથી વ્યક્તિગત પુરુષ રેન્કિંગ રાઉન્ડમાં ત્રણ આર્ચર ભાગ લેશે. ભારતના નંબર વન ખેલાડી અતનુ દાસ સિવાય અનુભવી ખેલાડી તરુણદીપ રૉય અને પહેલી ઓલિમ્પિક રમવા જઇ રહેલા પ્રવીણ જાધવ ભાગ લેશે
Tokyo Olympics 2020 Live: કોરિયાની ત્રણ આર્ચર ટૉપ ત્રણમાં સામેલ. પહેલા સ્થાન પર એન સાન જેણે રેન્કિંગ રાઉન્ડમાં 680 અંક મેળવ્યા અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો.
Tokyo Olympics 2020 Live : છેલ્લા રાઉન્ડમાં દીપિકા કોઇ મોટો બદલાવ કરી ન શકી. તેમણે આ રાઉન્ડમાં X-10-9-9-9-7 સ્કોર મેળવ્યો અને 54 અંક મેળવ્યા. 663ના કુલ સ્કોર સાથે દીપિકાએ નવમુ સ્થાન મેળવ્યુ.આના આધાર પર જ તેમનો ડ્રો નક્કી થશે.
Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારીએ 11માં રાઉન્ડમાં એક પણ એક્સ (પરફેક્ટ સ્કોર બોર્ડની એકદમ વચ્ચે) અને 10 મેળવ્યા નથી. જેના કારણે તે સાતમાં સ્થાન પર પહોંચી ગઇ છે. આ રાઉન્ડમાં તેમનો સ્કોર 9-9-9-9-9-8 રહ્યો. હજી પણ છે છઠ્ઠુ સ્થાન મેળવવાનો મોકો.
Tokyo Olympics 2020 Live : દીપિકાએ 10માં રાઉન્ડમાં સારુ પરફોર્મન્સ આપ્યુ. આ વખતે 58 અંક મેળવ્યા. 10માં રાઉન્ડમાં X-X-10-10-9-9 સ્કોર સાથે છઠ્ઠુ સ્થાન મેળવ્યુ.
Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારી નવમાં રાઉન્ડમાં દીપિકા X-X-10-10-9-7 અંક મેળવ્યા હવે દીપિકા પાસે માત્ર ત્રણ રાઉન્ડ છે.
Tokyo Olympics 2020 Live : દીપિકા માટે આઠમો રાઉન્ડ સારો રહ્યો પરંતુ છેલ્લા શૉટમાં તે માત્ર સાત અંક જ મેળવી શકી. જે તેને ભારી પડી ગયુ. આ રાઉન્ડમાં 10-9-9-9-9-7 સ્કોર રહ્યો. દીપિકા હવે આઠમાં ક્રમાંકે
Tokyo Olympics 2020 Live : કોરિયાની એન સાન રેન્કિંગ રાઉન્ડનો ઓલિમ્પિક રેકોર્ડ તોડવાની નજીક છે. અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 673 હતો જ્યારે છઠ્ઠા રાઉન્ડના અંતે સાને 345 અંક મેળવ્યા છે. એવામાં તે રેકોર્ડ તોડી શકે છે. રેન્કિંગ રાઉન્ડનો વર્લ્ડ રેકોર્ડ 692 છે.
Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારીએ છઠ્ઠા રાઉન્ડમાં 57 અંક મેળવ્યા છઠ્ઠા રાઉન્ડમાં તેમણે X-10-10-9-9-9 અંક મેળવ્યા. તેમનો કુલ સ્કોર હવે 334 થઇ ચૂક્યો છે.
Tokyo Olympics 2021 Live :દીપિકા કુમારી 14માં ક્રમાંકે. ફોર્થ એન્ડ પછી 51 સ્કોર કર્યો. હવે તેની પાસે 218 પોઇન્ટ્સ
Tokyo Olympics 2021 Live :દીપિકા કુમારીના સ્કોરની અપડેટ્સ
Published On - 8:17 pm, Fri, 23 July 21