Tokyo 2020 wrestling : કુસ્તીબાજ દીપક પૂનિયાએ છેલ્લી 10 સેકન્ડમાં મેચ ગુમાવી, ભારતે બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો

|

Aug 05, 2021 | 6:14 PM

ભારતના દીપક પુનિયા પુરુષોની 86 કિલોની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને સાન મેરિનોના 24 વર્ષીય કુસ્તીબાજ માઇલ્સ અમીન દ્વારા હાર મળી હતી.

Tokyo 2020 wrestling : કુસ્તીબાજ દીપક પૂનિયાએ છેલ્લી 10 સેકન્ડમાં મેચ ગુમાવી, ભારતે બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો
કુસ્તીબાજ દીપક પૂનિયાએ છેલ્લી 10 સેકન્ડમાં મેચ ગુમાવી

Follow us on

tokyo 2020 wrestling : ઓલિમ્પિક (Tokyo Olympics) ની મેટ પર રવિ દહિયા(Ravi Dahiya) ના સિલ્વર મેડલ બાદ જ ભારતના દીપક પુનિયા (Deepak Punia) પુરુષોની 86 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો. તેને સાન મેરિનો (San Marino)ના 24 વર્ષીય કુસ્તીબાજ માઇલ્સ અમીન દ્વારા હાર મળી હતી.

બંને વચ્ચે ઉગ્ર સ્પર્ધા જામી હતી. દીપકે સમગ્ર મેચ દરમિયાન પોતાની લીડ જાળવી રાખી હતી પરંતુ છેલ્લી 10 સેકન્ડમાં મેચ હારી ફેરવાચ ગઈ હતી.બ્રોન્ઝ મેડલની લડાઈમાં દીપક પૂનિયા(Deepak Punia) ને હરાવનાર સાન મેરિનો (San Marino) કુસ્તીબાજ પ્રથમ વખત ઓલિમ્પિક(Olympics) માટે ક્વોલિફાય થયો હતો.

કારણ કે તે સેમિફાઇનલ (Semifinals)માં પોતાની કેટેગરીમાં હારી ગયો હતો. સેમિફાઇનલ મેચમાં દીપકને અમેરિકાના ટેલર લીએ 10-0થી હરાવ્યો હતો. અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં તેણે ચીનના લિનને 6-3થી હરાવ્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેમને નાઇજિરિયન કુસ્તીબાજ વિરુદ્ધ ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે 12-1થી જીત મેળવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતના દીપક પુનિયા(Deepak Punia) એ પહેલા રાઉન્ડમાં 2-1ની લીડ મેળવી હતી. તેણે બીજા રાઉન્ડમાં પણ આ લીડ જાળવી રાખી હતી. પરંતુ જ્યારે છેલ્લી 10 સેકન્ડ બાકી હતી, ત્યારે સાન મેરિનોના કુસ્તીબાજ દ્વારા કરવામાં આવેલા દાવ તેના માટે મુશ્કેલી બન્યા હતા અને તે મેચ હારી ગયો હતો. પરિણામ એ આવ્યું કે, સમગ્ર મેચ જીતી રહેલા દીપક પૂનિયા અંતિમ સમયે હારી મળી હતી.

સાન મેરિનો (San Marino)એક નાનો દેશ છે. જ્યાંથી દીપક પૂનિયાને હરાવનાર કુસ્તીબાજ માઇલ્સ અમીન રહે છે. આ દેશની વસ્તી 34000 છે, એટલે કે ભારતના એક નગરની વસ્તી આના કરતા વધારે છે. પરંતુ આ દેશના 5 ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં ભાગ લીધો અને ભાગ લીધો એટલું જ નહીં પણ મેડલ પણ જીત્યો છે હા, સાન મેરિનોના 5 રમતવીરોએ મળીને ટોક્યોમાં 3 મેડલ જીત્યા છે.

આ પણ વાંચો : Tokyo olympics : રવિ દહિયા ના દમથી ભારતને મળ્યો સિલ્વર મેડલ, ભારતના ખાતમાં 2 સિલ્વર મેડલ થયા

Published On - 5:02 pm, Thu, 5 August 21

Next Article