BCCIના એક પણ ગ્રેડમાં આ ખેલાડીનું નામ ન હોવા છતાં વલ્ડૅકપ ટીમમાં મળ્યુ સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આગામી ક્રિકેટ વલ્ડૅકપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદ કરેલા 15 ભારતીય ખેલાડીઓમાં એક ખેલાડી એવો પણ છે જેની પસંદગીની લઈને ખુબ વિવાદ થયો હતો. તે ખેલાડી BCCIના કોઈ પણ વર્ગમાં આવતો નથી. તે ખેલાડી વિજય શંકર છે. તેની પસંદગીને લઈને ઘણાં દિગ્ગજ ખેલાડીઓએ BCCIના આ નિર્ણય પર નારાજગી […]

BCCIના એક પણ ગ્રેડમાં આ ખેલાડીનું નામ ન હોવા છતાં વલ્ડૅકપ ટીમમાં મળ્યુ સ્થાન
| Updated on: May 17, 2019 | 8:31 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આગામી ક્રિકેટ વલ્ડૅકપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદ કરેલા 15 ભારતીય ખેલાડીઓમાં એક ખેલાડી એવો પણ છે જેની પસંદગીની લઈને ખુબ વિવાદ થયો હતો.

તે ખેલાડી BCCIના કોઈ પણ વર્ગમાં આવતો નથી. તે ખેલાડી વિજય શંકર છે. તેની પસંદગીને લઈને ઘણાં દિગ્ગજ ખેલાડીઓએ BCCIના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેની પાછળ વિજય શંકરના અનુભવનું કારણ જણાવ્યું હતું.

TV9 Gujarati

 

વલ્ડૅકપની ટીમમાં વિજય શંકર એવો ખેલાડી છે જે A+, A, B,અને C કોઈ પણ ગ્રેડમાં નથી. BCCI તેમના ખેલાડીઓને ગ્રેડ અનુસાર વેતન આપે છે. BCCIએ તાજેત્તરમાં જ ગ્રેડિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. BCCIના પહેલા A, B,અને C ગ્રેડમાં A+ ગ્રેડને જોડી દીધો છે.

શું હોય છે ગ્રેડિંગ સિસ્ટમ

BCCIના નવા ગ્રેડિંગ સિસ્ટમ મુજબ A+ ગ્રેડમાં ક્રિકેટર્સને 1 વર્ષના 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. તેમાં 3 ફોર્મેટમાં રમતા 5 ક્રિકેટરોના નામ સામેલ છે. તેમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ સામેલ છે.

ગ્રેડAમાં 7 ખેલાડીઓના નામ છે તેમને એક વર્ષ માટે 5 કરોડ રૂપિયા મળે છે. તેમાં આર.અશ્વિન, જાડેજા, મુરલી વિજય , ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સહા અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ છે.

આ પણ વાંચો: વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

તે સિવાય ગ્રેડBના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને ગ્રેડ Cમાં સામેલ ખેલાડીઓને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ Bમાં લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, હાર્દિક પંડયા, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક સામેલ છે.

ત્યારે ગ્રેડ Cમાં કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરૂણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ અને જયંત યાદવના નામ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે વલ્ડૅકપની ટીમમાં વિજય શંકર એક એવા ખેલાડી છે જેમનું નામ અત્યાર સુધી કોઈ પણ ગ્રેડમાં સામેલ નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us