લલિત મોદી અને સુસ્મિતા સેન કરી રહ્યા છે ડેટીંગ, બંને શરુ કરવા જઈ રહ્યા છે જીવનની નવી સફર!

|

Jul 14, 2022 | 10:23 PM

ભારતીય પ્રિમીયર લીગના પ્રથમ ચેરમેન લલિત મોદીએ બોલીવુડની જાણીતી અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા છે. આ અંગેની જાણકારી લલિત મોદીએ જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આપી છે.

લલિત મોદી અને સુસ્મિતા સેન કરી રહ્યા છે ડેટીંગ, બંને શરુ કરવા જઈ રહ્યા છે જીવનની નવી સફર!
Sushmita Sen અને Lalit Modi ડેટીંગ કરી રહ્યા છે

Follow us on

ભારતીય પ્રિમીયર લીગના પ્રથમ ચેરમેન લલિત મોદી (Lalit Modi) એ બોલીવુડની જાણીતી અભિનેત્રી સુસ્મિતા (Sushmita Sen) સાથેના નવા સંબઘોની શરુઆત અંગેની અંગેની જાણકારી લલિત મોદીએ જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આપી છે. જોકે આ પહેલા બંનેએ લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થયા હતા. જેને લઈ બંનેને શુભેચ્છાઓનો પ્રવાહ મળવો પણ શરુ થયો હતો. આ દરમિયાન ફરી એક વાર સોશિયલ મીડિયા પર લલિત મોદીએ સંદેશો મુક્યો હતો કે, હજુ લગ્ન કરી રહ્યા નથી, ડેટીંગ કરી રહ્યા છીએ. એ પણ થશે. સુસ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેક-અપ થયા બાદ આ સમાચાર સામે આવ્યા છે.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પહેલા લલિત મોદીએ સોશિયલ મીડિયા પર આ મેસેજ મુક્યો હતો

 

લલિત મોદીએ ટ્વિટ કરીને લગ્નનો સંકેત આપ્યો

લલિત મોદીએ અગાઉ ટ્વીટ કરીને સંકેત આપ્યો હતો કે તેણે બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા છે. તેણે ઘણા થ્રોબેક ફોટા પણ શેર કર્યા છે. પોસ્ટમાં લલિત મોદીએ લખ્યું કે, ‘ગ્લોબલ ટૂર પછી અમે લંડન આવ્યા છીએ. પરિવાર સાથે માલદીવ અને સાર્દિનિયા ગયા હતા.આ પોસ્ટમાં લલિત મોદીએ સુષ્મિતા સેનને પોતાની બેટર હાફ ગણાવી હતી અને એવું લાગી રહ્યું હતું કે તે નવું જીવન શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તસવીરો અને પોસ્ટ દર્શાવે છે કે તે કેટલી ખુશ છે.

 

બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે

પરંતુ પ્રથમ પોસ્ટની થોડીવાર પછી, તેમણે ફરીથી એક ટ્વિટ કર્યું જેમાં તેણે કહ્યું, ‘હું તમને સ્પષ્ટતા માટે કહી દઉં કે અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. અમે હજી લગ્ન કર્યા નથી. હા, પણ જલ્દી કરી શકીશ.’ આ પોસ્ટની સાથે લલિત મોદીએ પોતાના ક્વોલિટી ટાઈમની કેટલીક થ્રોબેક તસવીરો પણ શેર કરી છે, જેમાં લલિત મોદી અને સુષ્મિતા સેન ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળે છે.

લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું

ઈન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો પણ લલિત મોદીએ બદલ્યો છે. હવે તેણે પોતાના ડિસ્પ્લેમાં મૂકેલી તસવીરમાં તે સુષ્મિતા સેન સાથે જોવા મળ રહ્યા છે. ઉપરાંત, તેની પૃષ્ઠભૂમિમાં સમુદ્ર દેખાય છે. આ તસવીરના બાયોમાં લલિત મોદીએ લખ્યું છે કે તેમણે સુષ્મિતા સેન સાથે તેમના નવા જીવનની શરૂઆત કરી છે. સુષ્મિતા સેને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા લલિત મોદીને પાર્ટનર ગણાવ્યા છે. આ સાથે તેણે લલિત મોદીને ‘માય લવ’ લખીને સંબોધન પણ કર્યું છે.

Published On - 8:36 pm, Thu, 14 July 22

Next Article