ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup ) ભારતના અત્યંત કંગાળ દેખાવને કારણે એક દાયકા બાદ ફરી વખત ભારતીય ટીમમાં(Indian Cricket Team ) નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે હાલમાં ચાલી રહેલી બીસીસીઆઇની અંડર -19 ચેલેન્જર ટ્રોફીમાં ગુજરાતમાં નવા બે આશાસ્પદ ખેલાડીઓને તક મળી છે. જેમાં સુરતના આર્ય દેસાઈ અને દમણના યશ ટંડેલ હાલ પોતાની શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ટુર્નામેન્ટ ભારતની ક્રિકેટ ટીમના દરવાજા ખોલવા માટે મહત્વના ગણવામાં આવે છે, આગામી વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાનારા 2022ના અંડર -19 ટુર્નામેન્ટની પસંદગી પણ આ ટુર્નામેન્ટના આધારે જ કરવામાં આવનાર હોવાથી આર્ય દેશાઇ કે પછી યશ ટંડેલ બેમાંથી કોઈપણ એક ક્રિકેટર વર્ષો પછી નેશનલ ટીમમાં સ્થાન મેળવશે. અને જો આવું થશે તો વર્ષો બાદ દક્ષિણ ગુજરાતના કોઈ ક્રિકેટરને ટિમ ઇન્ડિયામાં સ્થાન મળશે.
ભારતના દિગ્ગ્જ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ 2011નો વર્લ્ડ કપ જીતવા માટે જે પ્રકારનું આકરું સૂચન ટિમ મેનેજમેન્ટને કર્યું હતું, એ જ પ્રકારની સ્થિતિ વર્તમાન સમયમાં પણ જોવા મળી રહી છે. ટીમમાં હાલ કેટલાક ખેલાડીઓની ઉંમર અને ફિટનેસની અસર જોવા મળી રહી છે. તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ ક્પમમાં સતત બે મેચમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હોવાથી દેશભરમાં ટીમની આલોચના પણ થઇ રહી છે.
જોકે આ પ્રકારના માહોલ વચ્ચે સુરતના આર્ટ અપૂર્વ દેસાઈ(ઓપનિંગ બેટસેમન) અને દમણના યશ ટંડેલ(લેગ સ્પિનર) ને બીસીસીઆઈ દ્વારા આયોજિત અંડર -19 ચેલેન્જર વન ડે ટ્રોફીમાં હાલ પોતાની પરફોર્મન્સ આપી રહ્યા છે. અમદાવાદમાં રમાઈ રહેલી મેચમાં પ્રથમ મેચમાં જ આર્યે 40 રન ફટકાર્યા હતા. જયારે યશ ટંડેલે 3 વિકેટ ઝડપી હતી.
આ બને પ્લેયરો બીસીસીઆઈના સિલેકટ્રો અને કોચની સીધી નજરમાં હોવાથી તેમના પ્રદર્શન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આને જો બંને પ્લેયરોનો દેખાવ સંતોષજનક રહેશે તો સંભવત તેમને ટિમ ઇન્ડિયામાં પણ સ્થાન મળી શકે તેમ છે. આર્ય દેસાઈનો દેખાવ જોવા જઈએ તો તે અંડર -19 ગુજરાતના સુકાની તરીકે ગુજરાતની ટીમમાં 12 મેચમાં, 573 રન, 1 સાડી, 4 અર્ધ સાડી તેમજ પાંચ વન ડેમાં 199 રન કર્યા હતા.
આ પણ વાંચો : Surat : તમારી દિવાળી ન બગડે તે માટે ફાયરની ટિમ રહેશે સ્ટેન્ડબાય, પોલીસની જેમ કરશે પેટ્રોલિંગ