
IPL 2023 ની 47મી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચ જબરદસ્ત રહી હતી. કોલકાતાના કેપ્ટન નિતીશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ કોલકાતાએ 9 વિકેટ ગુમાવીને નિર્ધારીત ઓવરમાં 171 રન નોંધાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની શરુઆત પણ ખાસ રહી નહોતી. જોકે બાદમાં ક્લાસેન અને માર્કરમે રમત સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. રોમાંચક મેચમાં કોલકાતાએ 5 રનથી હૈદરાબાદ સામે વિજય મેળવ્યો હતો. હવે હૈદરાબાદ માટે પ્લેઓફની રેસ મુશ્કેલ બની ગઈ છે. કોલકાતાએ આજની જીત સાથે રેસમાં બની રહ્યુ છે.
કોલકાતા તરફથી નિતીશ રાણા અને રિંકૂ સિંહે સૌથી વધુ રન નોંધાવ્યા હતા. કોલકાતાની બેટિંગ ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી. આમ છતાં રિંકૂ અને નિતીશે રમતને સંભાળીને પડકારજનક સ્કોર તૈયાર કર્યો હતો. હૈદરાબાદમાં 172 રનનુ લક્ષ્ય યોગ્ય પડકારજનક માનવામાં આવે છે.
શરુઆત ચોગ્ગા સાથે કરી હતી આમ છતાં હૈદરાબાદની ખાસ રહી નહોતી. 54 રનના સ્કોરમાં જ હૈદરાબાદે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં કેપ્ટન એડન માર્કરમ અને હેનરીક ક્લાસેને રમત સંભાળીને ટીમને 100 રનનો સ્કોર પાર કરાવ્યો હતો. બાદમા ધીમે ધીમે ટીમને લક્ષ્ય તરફ આગળ વધારી હતી. જોકે હેનરીક ક્લાસેન 36 રન નોંધાવીને પરત ફર્યો હતો. ક્લાસેને 20 બોલનો સામનો કરીને આ યોગદાન આપ્યુ હતુ. આ દરમિયાન 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો.
ઓપનર મયંક અગ્રવાલ અને અભિષેક શર્મા બંને 37 રનના સ્કોર સુધીમાં પેવેલિયન પરત ફરી ચુક્યા હતા. અભિષેકે 10 રનનો સામનો કરીને 9 રન નોંધાવ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે 11 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. અગ્રવાલે 1 છગ્ગો અને 2 ચોગ્ગા નાનકડી ઈનીંગ દરમિયાન નોંધાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 9 બોલમાં 20 રન નોંધાવ્યા હતા. ત્રિપાઠીએ 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. હેરી બ્રૂક શૂન્ય રને જ પરત ફર્યો હતો. તે 4 બોલ રમ્યા બાદ શૂન્ય પર આઉટ થયો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:22 pm, Thu, 4 May 23