ભારતીય ટીમને મેચ પહેલા શારીરીક સંબંધની સલાહ આપવી મારી સૌથી મોટી ભૂલ

ભારતીય ટીમના પૂર્વ મેન્ટલ કન્ડીશનીંગ કોચ પૅડી અપ્ટોનએ તેમની બુકમાં હેરાન કરવાવાળી વાત કહી છે. તેમને તેમની નવી બુકમાં ‘ધ બેયરફુટ કોચ’માં ટીમ ઈન્ડિયાને લઈને એવી વાત લખી છે અને એવા ખુલાસા કર્યા છે જેને જાણીને કોઈ પણ હેરાન થઈ શકે છે. બુકમાં તેમને તેમની મોટી ભૂલ અને એ નિર્ણયને જણાવ્યો કે મેચ પહેલા ખિલાડીઓને […]

ભારતીય ટીમને મેચ પહેલા શારીરીક સંબંધની સલાહ આપવી મારી સૌથી મોટી ભૂલ
| Updated on: May 17, 2019 | 2:22 AM

ભારતીય ટીમના પૂર્વ મેન્ટલ કન્ડીશનીંગ કોચ પૅડી અપ્ટોનએ તેમની બુકમાં હેરાન કરવાવાળી વાત કહી છે. તેમને તેમની નવી બુકમાં ‘ધ બેયરફુટ કોચ’માં ટીમ ઈન્ડિયાને લઈને એવી વાત લખી છે અને એવા ખુલાસા કર્યા છે જેને જાણીને કોઈ પણ હેરાન થઈ શકે છે.

બુકમાં તેમને તેમની મોટી ભૂલ અને એ નિર્ણયને જણાવ્યો કે મેચ પહેલા ખિલાડીઓને સેક્સની સલાહ આપી હતી. પૅડી અપ્ટોન ભારતીય ટીમના પૂર્વ મેન્ટલ કન્ડીશનીંગ કોચની સાથે-સાથે IPLની ટીમ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પણ છે. તાજેત્તરમાં જ આવેલી તેમની બુક ક્રિકેટ જગતમાં ચર્ચામાં છે. આ બુકમાં અપ્ટોને મોટા ખુલાસા કર્યા છે.

TV9 Gujarati

 

આ બુકમાં અપ્ટોને સેક્સની વાત પર જણાવતા લખ્યું કે મેં ઈન્ડિયા ટીમના ખેલાડીઓને કઈ પણ કરવા માટે કહ્યું નથી. હું ફક્ત જણાવી રહ્યો હતો. મે જણાવ્યુ હતું ભારતીય ખેલાડીઓને કંઈક કરવા માટે સલાહ નહોતી આપી પણ એ મારી સૌથી મોટી ભૂલ હતી.

આ પણ વાંચો: ચૂંટણી પંચની બંગાળમાં વધુ એક કાર્યવાહી, 2 ચૂંટણી અધિકારીઓને ફરજ પરથી લીધા હટાવી

તેમને આ બુકમાં કહ્યું કે કેવી રીતે ગેરી કર્સ્ટનને તેમની વાત પર ગુસ્સો આવી ગયો હતો. અપ્ટોનના કહેવા મુજબ તેમને મેચ પહેલા ખેલાડીઓને શારીરિક સંબંધ બનાવવાની માત્ર સલાહ આપી હતી. તેવુ તેમને માત્ર જાણકારી આપવા માટે કહ્યું હતું.

કોચ પેડીએ એક ચેપ્ટર ‘ઈગો એન્ડ માય ગ્રેટેસ્ટ પ્રોફેશનલ એરર’માં લખ્યું છે કે શું શારીરીક સંબંધ બાંધવાથી તમારુ પ્રદર્શન સારૂ થાય છે? પેડીએ એ વાતને પણ જણાવી કે તેમની આ સલાહથી તે સમયના ભારતીય ટીમના મુખ્ય કોચ નારાજ થઈ ગયા હતા. ત્યારબાદ અપ્ટોને આ વાત માટે ગેરી કર્સ્ટનની માફી માંગી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us