
ભારત આજે શ્રીલંકા સામે વિશ્વ કપમાં લીગની છેલ્લી મેચ હેડિગ્લે મેદાન પર રમશે. ભારતીય ટીમ પહેલા જ વિશ્વ કપ 2019ની સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. જ્યારે શ્રીલંકા છેલ્લા 4 સ્થાનોની રેસમાંથી બાહર છે.
આ મેચના પરિણામથી કોઈ પ્રભાવ નહી પડે પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવા માટે પરિણામ જરૂર જાણી શકાશે. ત્યારે ભારતના ઓપનિંગ બેટસમેન રોહિત શર્મા આ મેચમાં 3 વિશ્વ કપ રેકૉર્ડ તેમના નામે કરી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1. રોહિત શર્માના નામે કોઈ એક વિશ્વ કપમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકૉર્ડ થઈ શકે છે. તે 2019 વિશ્વ કપની 7 મેચમાં 4 સદી ફટકારી ચૂક્યા છે. વધુ એક સદી ફટકારીને તે આ રેકૉર્ડ પોતાને નામ કરી શકે છે. 2015 વિશ્વ કપમાં શ્રીલંકાના કુમાર સંગાકારાએ પણ 7 મેચમાં 4 સદી ફટકારી હતી.
2. એક વિશ્વ કપમાં સૌથી વધારે રન બનાવવાનો રેકૉર્ડ સચિન તેંડુલકરના નામે છે. 2003 વિશ્વ કપમાં તેમને 673 રન બનાવ્યા હતા. ત્યારે ભારતીય ટીમને હજી 2 મેચ રમવાની છે અને રોહિત શર્માની પાસે આ રેકૉર્ડને તોડવાની તક છે. હાલમાં શર્માના 544 રન છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
3. 2003 વિશ્વ કપના ગ્રૃપ સ્ટેજમાં સચિને 9 મેચમાં 586 રન બનાવ્યા હતા. રોહિત અત્યાર સુધી 7 મેચમાં 544 બનાવી ચૂક્યા છે. શ્રીલંકાની સામે છેલ્લી મેચમાં રોહિત શર્મા આ રેકોર્ડ તોડી શકે છે.
[yop_poll id=”1″]
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં તેમનો સૌથી વધુ સ્કોર 264 રન શ્રીલંકાની સામે જ બનાવ્યા હતા. ત્યારે 2017માં મોહાલીના મેદાન પર શ્રીલંકાની સામે 208 રનની ઈનિંગ રમી હતી અને કોઈ એક ટીમની સામે બે ડબલ સદી ફટકારનારા એકમાત્ર ખેલાડી બની ગયા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]