
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની બીજી મેચનો મુકાબલો ઝાલાવડ રોયલ્સ અને સોરઠ લાયન્સ વચ્ચે થયો હતો. આ મેચમાં ઝાલાવાડ રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી હતી અને સોરઠ લાયન્સને જીતવા માટે 117 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
સોરઠ લાયન્સની ટીમમાં હિમાલયા બારડે અણનમ 50 રન 5 ફોર અને 1 સિક્સની મદદથી બનાવ્યા હતા સાથે દિવ્યરાજ ચૌહાણે પણ અણનમ 42 રન 2 ફોર અને 2 સિક્સરની મદદથી ફટકાર્યા હતા. સોરઠ લાયન્સે 2 વિકેટ ગુમાવીને કુલ 122 રન બનાવીને 8 વિકેટે આસાનીથી ઝાલાવાડ રોયલ્સ સામે વિજય મેળવ્યો હતો.
સોરઠ લાયન્સના બોલર ચેતન સાકરીયાએ 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝાલાવાડ રોયલ્સની લીધી હતી. જ્યારે અન્ય બોલર ભાવેશ ડોંગા, ચિરાગ જાની, પ્રભુ સિંધવ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ડાન્સ બારમાં પોલીસે પાડી રેડ, 1 વરિષ્ઠ અધિકારી સહિત 15 લોકોની ધરપકડ
આજે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની 3 મેચમાં હાલાર હિરોઝની સામે ગોહિલવાડ ગ્લેડિયેટર ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. તેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોટર્સ પર બતાવવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]