વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ શાકિબ અલ હસન સાથે થઈ મારપીટ ? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

એ વાતમાં કોઈ શંકા નથી કે આખા બાંગ્લાદેશમાં આ ખેલાડી પ્રત્યે ભારે નારાજગી છે. કારણ કે શાકિબની કપ્તાનીમાં બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં ખરાબ રીતે પટકાઈ હતી. સેમીફાઈનલની વાત તો છોડી દો, બાંગ્લાદેશી ટીમ 9 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી. એટલું જ નહીં, બાંગ્લાદેશની ટીમ નેધરલેન્ડ સામેની મેચ પણ જીતી શકી ન હતી.

વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ શાકિબ અલ હસન સાથે થઈ મારપીટ ? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Shakib Al Hasan beaten
| Edited By: | Updated on: Nov 22, 2023 | 9:35 AM

વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરનાર બાંગ્લાદેશ ટીમ પર હવે આફત આવી પડી છે. લોકોનો ક્રિકેટરોથી નારાજ છે. ત્યારે કેપ્ટન શાકિબ અલ હસનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાહકો તેના કપડા ખેંચી રહ્યા છે. આટલું જ નહીં તેની સાથે ઝપાઝપી પણ કરવા પ્રયત્ન કર્યો હતો. જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપમાં શાકિબના ખરાબ પ્રદર્શનને કારણે તેની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વીડિયોને લઈને કેટલાક અન્ય દાવા પણ કરવામાં આવી રહ્યા છે.

લોકોએ ખેચ્યાં કપડા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપમાં તેના ખરાબ પ્રદર્શનને કારણે ચાહકોએ શાકિબ અલ હસન સાથે દુર્વ્યવહાર કર્યો હતો આ દરમિયાન તેના કપડા ખેચ્યાં હતા અને તેની સાથે મારપીટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, આ વીડિયોની સત્યતાનો કોઈ પુરાવો નથી. કારણ કે કેટલાક ચાહકોનો દાવો છે કે આ વીડિયો ગયા વર્ષનો છે. આમાં શાકિબ અલ હસન એક ઘડિયાળના શોરૂમના ઉદ્ઘાટન માટે જઈ રહ્યો છે અને ચાહકો તેમની પાસેથી ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

શાકિબનું ખરાબ પ્રદર્શન

શાકિબ અલ હસનના આ વીડિયોનું સત્ય શું છે તે હજુ સુધી જાણી શકાયુ નથી, પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે આખા બાંગ્લાદેશમાં આ ખેલાડી પ્રત્યે ભારે નારાજગી છે. કારણ કે શાકિબની કપ્તાનીમાં બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં ખરાબ રીતે પટકાઈ હતી. સેમીફાઈનલની વાત તો છોડી દો, બાંગ્લાદેશી ટીમ 9 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી. એટલું જ નહીં, બાંગ્લાદેશની ટીમ નેધરલેન્ડ સામેની મેચ પણ જીતી શકી ન હતી.

શાકિબ બેટિંગમાં પણ ફેલ

શાકિબ અલ હસન જે બાંગ્લાદેશનો કેપ્ટન છે તે આખી ટુર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે ફ્લોપ સાબિત થયો હતો. રમાયેલી મેચમાં બેટ્સમેને 7 મેચમાં 26.57ની એવરેજથી માત્ર 186 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી હતી. એટલું જ નહીં, તે શ્રીલંકા સામેની મેચમાં એન્જેલો મેથ્યુસને લઈને વિવાદોમાં પણ ફસાઈ ગયો હતો. મેથ્યુઝ આ મેચમાં સમય આઉટ થયો હતો. શાકિબ અલ હસને પોતે આ અંગે અમ્પાયરને અપીલ કરી હતી. જે બાદ શ્રીલંકાના ચાહકોએ શાકિબ અલ હસનને ખૂબ ટ્રોલ કર્યો હતો.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

 

Published On - 9:34 am, Wed, 22 November 23