ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત

|

Jun 16, 2019 | 3:55 AM

આજે વિશ્વ કપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને ટકરાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિશ્વ કપ રમી રહી છે અને વિશ્વ કપમાં પણ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત રમી રહ્યાં છે. ત્યારે માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે બંને દેશના દિગ્ગજોની પણ નજર છે. બંને ટીમના પૂર્વ ખેલાડી […]

ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત

Follow us on

આજે વિશ્વ કપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને ટકરાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિશ્વ કપ રમી રહી છે અને વિશ્વ કપમાં પણ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત રમી રહ્યાં છે.

ત્યારે માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે બંને દેશના દિગ્ગજોની પણ નજર છે. બંને ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન તેમની ટીમોને પોતાનો અનુભવ જણાવી રહ્યાં છે અને મેચ માટે સલાહ પણ આપી રહ્યાં છે. ત્યારે ક્રિકેટના ભગવાન મહાન બેટસમેન સચિન તેંડુલકર, સૌરવ ગાંગૂલી અને અનિલ કુંબલેએ પણ તેમની સલાહ આપી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાનને સરળતાથી ન લો.

સૌરવ ગાંગૂલીએ કહ્યું કે ભારતને સાવધાન રહેવું પડશે, તેમને મેચ રમવા માટે એ વિચારીને ના જવુ કે તે જીતના દાવેદાર છે. મને લાગે છે કે તેમને 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને સરળતાથી લેવાની ભૂલ કરી હતી અને પાકિસ્તાને તેમને હરાવી દીધુ હતું. આ શાનદાર મુકાબલો થવાનો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

યોજનાની સાથે ઉતરો

સચિન તેંડુલકરે કહ્યું કે પાકિસ્તાનની ટીમ હંમેશાથી અણધારી ટીમ રહી છે અને તે એક ખતરનાક ટીમ છે. ત્યારે ભારતીય ટીમ તેમને સરળતાથી લેશે નહી. ભારતીય ટીમ જે પણ પગલું લેશે, તેના માટે પુરી યોજના અને તૈયારીની સાથે મેચ માટે જવુ પડશે.

દબાણ ના લો

અનિલ કુંબલેએ કહ્યું કે બંને દેશ એક બીજાની વિરૂધ્ધ ખુબ ઓછુ રમે છે. તેથી આ મુકાબલો ખુબ રોચક હોય છે. ભારત-પાકિસ્તાનની મેચ હંમેશા સૌથી મોટો મુકાબલો હોય છે. ICC પણ જાણે છે, તેમને મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ કર્યુ અને 15 મિનટની અંદર તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article