Salim Durani Death: ભારતીય દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનુ અવસાન, ચાહકોની માંગ પર જમાવતા હતા છગ્ગો

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓએ દુનિયાને 88 વર્ષની વયે અલવિદા કહ્યુ છે.

Salim Durani Death: ભારતીય દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનુ અવસાન, ચાહકોની માંગ પર જમાવતા હતા છગ્ગો
Salim Durani passes away
| Updated on: Apr 02, 2023 | 11:05 AM

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓએ દુનિયાને 88 વર્ષની વયે અલવિદા કહ્યુ છે. અફઘાનિસ્તાનના કાબુલમાં 1934 માં જન્મેલા પૂર્વ ક્રિકેટર સલીમ દુરાની પરીવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતા તેમનો પરીવાર કરાચીથી ભારત આવીને ગુજરાતના જામનગરમાં વસ્યો હતો. દુરાની અર્જૂન એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય ક્રિકેટર હતા અને તેઓ ચાહકોની માંગ પર છગ્ગો જમાવવા માટે જાણિતા હતા.

જામનગરમાં રહેતા દુરાનીએ ફિલ્મોમાં પણ અભિયન આપ્યો હતો. તેઓ દેવ આનંદની ઓફર પર પરવીન બાબી સાથે અભિયન કર્યો હતો. ફિલ્મ જગતમાં તેમનો મીનાકુમારી અને અશોક કુમાર સાથે સારી મિત્રતા ધરાવતા હતા. ઘરેલુ ક્રિકેટમાં દુરાનીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનની ટીમનો હિસ્સો રહી ચૂક્યા હતા.

 

1960માં ડેબ્યૂ કર્યુ

સલીમ દુરાનીએ ભારતીય ક્રિકેટ ટીમ વતીથી આંતરાર્ષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેઓ 1960માં પોતાની પ્રથમ મેચ રમી હતી. તેઓએ બ્રેબોન સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે તેઓએ ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ કરીયર દરમિયાન તેઓએ 29 મેચ રમી હતી અને જેમાં 50 ઈનીંગ રમી હતી. દુરાનીએ આ દરમિયાન 1202 રન નોંધાવીને 75 વિકેટ ઝડપી હતી. 1962માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચેન્નાઈ ટેસ્ટમાં ચમક્યા હતા. તેઓએ આ મેચમાં 177 રનમાં ઈંગ્લેન્ડની 10 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન તેમના કરિયરનુ શ્રેષ્ઠ રહ્યુ હતુ.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1961-62 દરમિયાન ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં ઈંગ્લેન્ડના બેટરોને તેમણે પરેશાન કરી દીધા હતા. ઓલરાઉન્ડર દુરાનીએ ભારતને 2-0 થી ઈંગ્લેન્ડ સામે ઐતિહાસીક શ્રેણી વિજય અપાવ્યો હતો. ટેસ્ટ સિરીઝમાં દુરાનીએ 23 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈમાં 10 વિકેટ ઝડપવા ઉપરાંત કોલકાતા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 8 વિકેટ ઝડપી હતી.

બહાર થયા બાદ શાનદાર વાપસી

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન દુરાનીને ફરીથી ટીમમાં સમાવેશ બહાર કરાયા બાદ કરાયો હતો. તેઓ 1967 થી 1970ના દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમથી બહાર થયા હતા. જોકે 1970માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખેડ્યો હતો અને જેમાં તેમને વાપસીનો મોકો મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે ઐતિહાસીક સિરીઝ જીતી હતી. આ જીતમાં પણ સલીમ દુરાનીએ શાનદાર ભૂમિકા ભજવી હતી.

કેરેબિયનો સામે જીત મેળવવામાં અજીત વાડેકરે દુરાનીનો સારો સાથ નિભાવ્યો હતો. દુરાનીએ પણ પોતાની પર વાડેકરે મુકેલા ભરોસાને કાયમ રાખ્યો હતો. દુરાનીએ પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં ક્લાઈવ લોઈડ અને ગેરી સોબર્સનો શિકાર ઝડપ્યો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 10:24 am, Sun, 2 April 23