ઋષભ પંતને નડ્યો અકસ્માત, કાર એક્સિડન્ટમાં ભારતીય વિકેટકીપરને ગંભીર ઈજા પહોંચી

દિલ્હી થી રુડકી પોતાના ઘરે જવા માટે જઈ રહ્યો હતો એ દરમિયાન કાર ડિવાઈડર સાથે ટકરાઈ જતા ઋષભ પંતને પગમાં ઈજા પહોંચી હોવાના સમાચાર છે.

ઋષભ પંતને નડ્યો અકસ્માત, કાર એક્સિડન્ટમાં ભારતીય વિકેટકીપરને ગંભીર ઈજા પહોંચી
Rishabh Pant ને નડ્યો ગંભીર અકસ્માત
| Updated on: Dec 30, 2022 | 12:50 PM

ઋષભ પંત દિલ્હીથી રુડકી પોતાના ઘરે જવા માટે જઈ રહ્યો હતો, ત્યારે તેને અકસ્માત નડ્યો છે. તેની કાર હાઈવેના ડિવાઈડર પર ટકરાઈ જવાને લઈ તેને ગંભીર ઈજા પહોંચી છે. ભારતીય ક્રિકેટ ટીમ ના વિકેટકીપર પંતને ઘટના બાદ તુરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાર પરથી નિયંત્રણ ખોઈ બેસવાને ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. જેને લઈ કાર પણ સળગી ગઈ હતી. ઘટના નેશનલ હાઈવે 58 પર સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક મંગલૌર કોતવાલી પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ શરુ કરી છે.

ઘટનાની તસ્વીરો પણ સામે આવી છે. જેને જોતા જ અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલોક ગંભીર હતો. અકસ્માત બાદ કાર સળગી ઉઠી હતી. કારમાંથી જોકે તાત્કાલીક પંતને બહાર નિકાળી લેવામાં આવ્યો હતો અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસડેવામાં આવ્યો હતો. પંતને દહેરાદૂન સ્થિત મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેની ઈજાને લઈ કોઈ જ સ્પષ્ટ જાણકારી દર્શાવવામાં આવી નથી. જોકે તસ્વીરો મુજબ પંતને શરીરે હાથ પગ અને માથા સહિત પીઠના ભાગે ઈજાઓ પહોંચી છે.

ઘટનાની તપાસ શરુ કરાઈ

ઘટનાને પગેલા સ્થાનિક SP સ્વપ્ન કિશોર સિંહ પણ તત્કાળ સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ પણ ઘટનાને લઈ પ્રાથમિક તપાસ શરુ કરવાના આદેશ આપ્યા હતા. આ માટે ફોરેન્સિક ટીમની મદદ લઈને અકસ્માત અંગે બારીકાઈથી માહિતી અને કડીઓ એકઠી કરવાની શરુઆત કરી હતી. પ્રત્યદર્શીઓ મુજબ કાર સીધીજ ડિવાઈડર અને રેલિંગને જઈને ટકરાઈ હતી, અને પલટાઈ ગઈ હતી. ત્યાર બાદ કાર આગની જવાળામાં લપેટાઈ ગઈ હતી. આગને બુઝાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના નેશનલ હાઈવે 58 પર નારસન કસ્બા વિસ્તારમાં થયો હતો.

ક્રિકેટથી લાંબો સમય દૂર રહેશે

સૂત્રોના જણાવ્યા અનુસાર પંતના પગમાં ફ્રેક્ચર થયું છે. આવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. હાલમાં જ તેને ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર કરવામાં આવ્યો છે. પંતને શ્રીલંકા સામે રમાયેલી ટી-20 અને વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી. એવા અહેવાલો આવ્યા હતા કે તેને ઘૂંટણમાં ઈજા થઈ છે અને બીસીસીઆઈએ તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા કહ્યું છે.હવે આ ઘટના બાદ પંતની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. તેના માટે જલ્દી પરત ફરવું મુશ્કેલ લાગે છે.

 

Published On - 9:00 am, Fri, 30 December 22