IPL 2023 ની 48મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સે લક્ષ્યનો પિછો કરતા મેચને આસાનીથી જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. રાજસ્થાનની બેટિંગ ખરાબ રહી હતી. કંગાળ રમતને લઈ રાજસ્થાનની પૂરી ટીમ 18 ઓવરમાં જ માત્ર 118 રનમાં જ સમેટાઈ ગઈ હતી. સૌથી વધારે રન રાજસ્થાન તરફથી સંજૂ સેમસને નોંધાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સનો ઘર આંગણે જ પરાજય થયો હતો.
રાજસ્થાન રોયલ્સ સિઝનમાં શાનદાર પ્રદર્શન રહ્યુ હતુ અને તે સતત સૌથી ઉપર રહેતી ટીમ હતી. પરંતુ હવે રાજસ્થાનનુ નસીબ પલટાયુ છે અને રમત ખરાબ જોવા મળી રહી છે. રાજસ્થાનની ટીમ હવે પોઈન્ટસ ટેબલમાં પાછળ ધકેલાઈ રહી છે. સૌથી સારો રનરેટ રાજસ્થાન રોયલ્સનો રહ્યો છે. પરંતુ હવે હાર રાજસ્થાનની ચિંતા વધારી રહી છે. અંતિમ પાંચ મેચમાં આ પાંચમી હાર રહી છે. અત્યાર સુધીમાં 10 મેચ રમીને રાજસ્થાન 5 મેચ જીતી 10 પોઈન્ટ્સ ધરાવે છે.
હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમ હવે પ્લેઓફમાં સરળતાથી સ્થાન મેળવી લેશે. પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાતે હવે નંબર 1 ના સ્થાનને વધારે મજબૂત કરી દીધુ છે. નેટ રનરેટમાં પણ સુધારો થયો છે. ગુજરાતની ટીમે 10મી મેચ રમતા આ 7મી મેચમાં જીત મેળવી છે. આમ ગુજરાત પાસે હવે 14 પોઈન્ટ્સ છે. ગુજરાતની ટીમ આમ હવે પ્લેઓફમાં સૌથી પ્રથમ સ્થાને પ્રવેશ કરી શકે છે. બાકીની ચાર મેચમાં હવે રાજસ્થાને પૂરો દમ લગાવો રેસમાં રહેવા માટે જરુરી છે.
મેચની વાત કરવામાં આવે તો ગુજરાતે ટોસ હારીને રન ચેઝ કરતા જીત મેળવી હતી. ગુજરાતના ઓપનર રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલે શાનદાર શરુઆત અપાવી હતી. 9 ઓવર સુધી ઓપનર જોડીએ રમત રમીને 71 રનની ભાગીદારી પ્રથમ ઓવર માટે નોંધાવી હતી. શુભમન ગિલે 36 રન નોંધાવ્યા હતા. ગિલે 35 બોલની રમત વડે આ રન નોંધાવ્યા હતા. ગિલે 6 ચોગ્ગા આ દરમિયાન નોંધાવ્યા હતા. ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને સાહાએ રમતને સંભાળી હતી. હાર્દિકે ક્રિઝ પર આવતા જ આક્રમક રમત વડે ટીમને ઝડપથી જીત અપાવવાનો ઈરાદો બતાવ્યો હતો.
રિદ્ધીમાન સાહાએ 34 બોલનો સામનો કરીને અણનમ 41 રન નોંધાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા 3 છગ્ગાની મદદ વડે 15 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. આમ 13.5 ઓવરમાં જ ગુજરાતે ટાર્ગેટને પાર કરી લીધુ હતુ. આમ 9 વિકેટે ગુજરાતે શાનદાર જીત જયપુરમાં મેળવી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:23 pm, Fri, 5 May 23