આજે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો રદ થઈ શકે, આ છે કારણો

|

Jun 16, 2019 | 3:00 AM

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વિશ્વ કપમાં વરસાદને લીધે તમામ ટીમો મુશ્કેલીમાં મુકાયેલી છે. ટૂર્નામેન્ટ દરમિયાન 4 મેચ વરસાદને લીધે રદ થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે પણ સતત પડી રહેલા વરસાદને લઈને ક્રિકેટ ચાહકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. […]

આજે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો રદ થઈ શકે, આ છે કારણો

Follow us on

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વિશ્વ કપમાં વરસાદને લીધે તમામ ટીમો મુશ્કેલીમાં મુકાયેલી છે. ટૂર્નામેન્ટ દરમિયાન 4 મેચ વરસાદને લીધે રદ થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

આ મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે પણ સતત પડી રહેલા વરસાદને લઈને ક્રિકેટ ચાહકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. મેચ જોવા માટે બધા જ લોકો પ્રાર્થના કરી રહ્યાં છે કે વરસાદ ના આવે અને મેચ જોવા મળે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મેચના એક દિવસ પહેલા વરસાદ પડ્યો નથી પણ વાદળો છવાયેલા રહ્યાં હતા. થોડા દિવસ પહેલા પડેલા વરસાદના કારણે મેદાન ખુબ ભીનું છે. ઘણી જગ્યાએ તો કાદવ જેવી હાલત પણ છે. પિચ અને તેની આસપાસની જગ્યા કવર ઢાંકવાને લીધે સુરક્ષિત છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની મેચ પણ મેદાન ભીનું હોવાને લીધે રદ કરવી પડી હતી. ત્યારે ઓલ્ડ ટ્રેફર્ડના ગ્રાઉન્ડ સ્ટાફની આજે અગ્નિ પરીક્ષા થશે.

ગ્રાઉન્ડ સ્ટાફ તક મળવાની સાથે જ મેદાન મેચ રમવા લાયક બનાવવા માટે પ્રયત્ન કરે છે પણ વાદળોના કારણે તડકો આવતો નથી ત્યારે પાણી સુકવવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર પાણી સુકવવા માટે ઘણી બધી હેલોજન લાઈટનો ઉપયોગ પણ કરવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હવામાન વિભાગ અનુસાર આજની મેચ દરમિયાન 2 વખત વરસાદ પડવાની સંભાવના 50 ટકાથી વધારે છે. બપોરે 12થી 1 વાગ્યા સુધી અને સાંજે 5થી 7 વાગ્યાની આસપાસ વરસાદ આવવાની સંભાવના 50 ટકાથી વધારે છે. સતત વરસાદને લીધે શનિવારે પાકિસ્તાન અને ભારતના ખેલાડીઓએ થોડા સમય માટે જ પ્રેક્ટિસ કરી શક્યા હતા. ત્યારબાદ ઈનડોર પ્રેક્ટિસ દ્વારા જ કામ ચલાવવુ પડ્યુ હતું.

આ પણ વાંચો: VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

ઉલ્લેખનીય છે કે સતત વરસાદને લીધે મેદાનને કવર કરવામાં આવતું નથી. જો કવર કરવામાં આવે તો મેચ રમાવવાની સંભાવના વધી જાય છે. કારણ કે આઉટફિલ્ડ વધારે ભીનું થતું નથી. વરસાદને લીધે શ્રીલંકાની 2 મેચ રદ થઈ ચૂકી છે, માત્ર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ જ એવી છે કે તે ટીમની વરસાદના લીધે કોઈ મેચ રદ થઈ નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article