
અદાણીની સ્પોર્ટ્સલાઈનની માલિકીની ટીમ ગુજરાત જાયન્ટ્સે પહેલી જ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતના સોનૂ જગલાને હારેલી મેચ જીતમાં ફેરવી દીધી હતી. પ્રો કબડ્ડી લીગ સિઝન 10ની શરુઆત થઈ છે સિઝનનું ઓપનિંગ મેચ રમનારી અદાણી એન્ટરપ્રાઈઝના માલિક પ્રણવ અદાણીએ ગુજરાત જાયન્ટ્સની સ્કોડ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ટીમના કેપ્ટન ફઝલ અત્રાચલી અને ટીમના કોચને મળ્યા હતા અને પ્રો કબડ્ડી શરુ થતા શ્રેષ્ઠ પ્રદર્શન માટે ટીમને શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાત જાયન્ટ્સ પ્રો કબડ્ડીની આ સિઝન જીતવા તરફ નજર રાખી રહી છે. 2017 અને 2018માં ફાઇનલિસ્ટ, જાયન્ટ્સનું નેતૃત્વ સુપ્રસિદ્ધ ઈરાની ડિફેન્ડર ફઝલ અત્રાચલી એ કર્યુ હતુ જ્યારે ટીમના કોચ રામ મેહર સિંહ હતા. જોકે આજે ફરી ગુજરાત જાયન્ટ્સની બેંગ્લુરુ બુલ્સ સાથે મેચ છે આ મેચ રાતે 9 વાગે અમદાવાદના ગ્રાઉન્ડમાં રમાવા જઈ રહી છે.
PKL 4 વર્ષ પછી જાયન્ટસના વતન અમદાવાદમાં રમાઈ રહી છે ત્યારે ફોર્મેન્ટમાં ટૂર્નામેન્ટ ફરી શરૂ થઈ છે. ટીમ ટ્રેનિંગ સેશન દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝના મેનેજિંગ ડાયરેક્ટર પ્રણવ અદાણીને મળી હતી. ટીમનો જુસ્સો વધારતા અદાણીએ કહ્યું હતું કે, “એકલા પ્રતિભાના આધારે આપણે લીગની શ્રેષ્ઠ ટીમ છીએ. દ્રઢ નિશ્ચય, અથાગ પરિશ્રમ, સ્માર્ટ વર્ક ઉપરાંત નસીબ સાથે અમે ગુજરાત જાયન્ટ્સ માટે આ સિઝનને યાદગાર બનાવી શકીએ છીએ.”
વધુમાં અદાણીએ ઉમેર્યું હતું કે, “પીકેએલનું ટાઈટલ આપણા ઘરે લાવવાના ઉદ્દેશ સાથે જાયન્ટ્સ તનતોડ મહેનત કરી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા સજ્જ છે. અમે જાણીએ છીએ કે અમારા ખેલાડીઓ તેમનું સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપશે, કારણ કે તેઓ રમતને માણે છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની ટીમ એ સુનિશ્ચિત કરશે કે અમારા ખેલાડીઓને સર્વોચ્ચ સ્તરનું સમર્થન આપવામાં કોઈ કસર બાકી ન રહે.”
આ ટુર્નામેન્ટની ફર્સ્ટ લેગમાં ચાર ટીમો જાયન્ટ્સ તેલુગુ ટાઈટન્સ, બેંગ્લુરૂ બુલ્સ, યુ મુંબ્બા અને પટના પાઈરેટ્સ સામે ગેમ રમાઈ હતી જેમાં ગુજરાતે શાનદાર જીત મેળવી હતી.