Pro Kabaddi League 2023 : બે ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે કબડ્ડીની ધમાલ, જાણો આ લીગ સાથે જોડાયેલી તમામ ખાસ વાતો

પ્રો કબડ્ડી લીગ આગામી ત્રણ મહિના સુધી પૂરજોશમાં ચાલવાની છે. આ લીગની મેચો ડિસેમ્બરના પ્રથમ અઠવાડીયાથી શરૂ કરીને ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયા સુધી રમાવાની છે.

Pro Kabaddi League 2023 : બે ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે કબડ્ડીની ધમાલ, જાણો આ લીગ સાથે જોડાયેલી તમામ ખાસ વાતો
Pro Kabaddi League
| Updated on: Nov 29, 2023 | 3:16 PM

પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન શરૂ થવાને હજી બે અઠવાડિયાની વાર છે. કબડ્ડીની આ ધમાકેદાર ટુર્નામેન્ટ 2જી ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ સિઝનની શરૂઆતની મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના ‘ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા’ ખાતે યોજાશે.

આ સિઝનમાં લીગ તબક્કામાં 12 ટીમો વચ્ચે કુલ 132 મેચો રમાશે. આ સ્પર્ધા 2જી ડિસેમ્બરથી શરૂ થશે અને આવતા વર્ષે 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. એટલે કે ત્રણ મહિના સુધી આ રમત જોવા મળશે. આ તમામ મેચો 12 શહેરોમાં રમાશે. તમામ ટીમો દરેક શહેરમાં 6-6 દિવસ રોકાશે ત્યારબાદ આ કાફલો આગળ વધશે.

શેડ્યુલ હવે પછી થશે જાહેર

પ્રથમ 6 દિવસ અમદાવાદમાં મેચ રમાશે અને ત્યારબાદ બેંગલુરુ, પુણે, ચેન્નાઈ, નોઈડા, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, પટના અને ત્યારબાદ દિલ્હી અને કોલકાતા એમ થઈને કાફલો પંચકુલામાં પહોંચશે. લીગ મેચો બાદ પ્લેઓફ અને ફાઈનલ મેચ રમાશે. જેનું શેડ્યુલ હવે પછી જાહેર કરવામાં આવશે.

શું હશે મેચોનો સમય?

આ વખતે એક દિવસમાં બેથી વધુ મેચ રમાશે નહીં. જે દિવસે બે મેચ રમાવાની છે તે દિવસે પ્રથમ મેચ રાત્રે 8 વાગ્યે અને બીજી મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે. તે જ સમયે જે દિવસે એક મેચ રમવાની છે, તે 9 વાગ્યે જ શરૂ થશે. જો કે મોટાભાગના દિવસોમાં બે મેચો રમાશે. દર છ દિવસ પછી એક દિવસ રેસ્ટ માટે રહેશે. કારણ કે તમામ ટીમો એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થશે.

તમે લાઈવ મેચ ક્યાં જોઈ શકશો?

કબડ્ડી પ્રેમીઓ પાસે માત્ર સ્ટેડિયમમાં જઈને આ મેચ જોવાનો વિકલ્પ નથી, તેઓ ઘરે બેઠા ટીવી અને એપ પર પણ લાઈવ મેચનો આનંદ માણી શકશે. પ્રો કબડ્ડી મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. તે જ સમયે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની + હોટ સ્ટાર પર ઉપલબ્ધ રહેશે.

કબડ્ડી સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 1:47 pm, Sat, 25 November 23