નિવૃત્તિ બાદ સાનિયાને PM Modiનો પત્ર, ખેલાડીએ કહ્યું- ભારતને ગૌરવ અપાવતી રહીશ

|

Mar 12, 2023 | 10:22 AM

પીએમ મોદીએ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તેમની નિવૃત્તિ પછી પત્ર લખ્યો છે, આ પત્ર સાનિયાએ ટ્વિટર પર શેર કર્યો છે અને પીએમનો આભાર વ્યક્ત કર્યો છે.

નિવૃત્તિ બાદ સાનિયાને PM Modiનો પત્ર, ખેલાડીએ કહ્યું- ભારતને ગૌરવ અપાવતી રહીશ
PM Modi, Sania Mirza

Follow us on

ભૂતપૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. નિવૃત્તિ બાદ તેમણે પીએમ નરેન્દ્ર મોદીનો એક ભાવનાત્મક પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે પીએમ મોદીએ,  સાનિયા મિર્ઝાની નિવૃત્તિ પછી લખ્યો હતો. ટ્વિટર પર આ પત્ર શેર કરતા તેણે પીએમ મોદીનો આભાર માન્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં સાનિયા મિર્ઝાને ચેમ્પિયન ગણાવી છે.

મિર્ઝાએ 7 જાન્યુઆરીએ જાહેરાત કરી કે તે ટેનિસમાંથી નિવૃત્તિ લેશે. તેણે તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં અને છેલ્લી સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમી હતી. મિર્ઝા અને રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા હતા.

સાનિયા મિર્ઝાએ ટ્વીટ કર્યું, હું માનનીય વડાપ્રધાનના આવા પ્રેરણાદાયી શબ્દો માટે આભાર માનું છું. મેં હંમેશા મારી ક્ષમતા મુજબ મારા દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવ્યો છે અને ભારતને ગૌરવ અપાવવા માટે હું જે પણ કરી શકું તે કરવાનું ચાલુ રાખીશ. સપોર્ટ આપવા બદલ આપનો આભાર.”

PM મોદીએ પત્રમાં શું કહ્યું?

પીએમ મોદીએ પત્રમાં કહ્યું કે, ચેમ્પિયન સાનિયા, ટેનિસ પ્રેમીઓને એ સમજવું મુશ્કેલ થશે કે હવેથી તમે પ્રોફેશનલ તરીકે નહીં રમશો પરંતુ શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક તરીકે તમે ભારતીય રમતો પર ઉંડી છાપ છોડી છે. આ રમતવીરોથી આવનારી પેઢીને પ્રેરણા મળશે. પીએમ મોદીએ સાનિયા મિર્ઝાની સાથે તેના માતા-પિતાની પણ પ્રશંસા કરી જેમણે સાનિયા મિર્ઝાને દરેક સંભવ સમર્થન આપ્યું.

વરાજ, અઝરુદ્દીન સહિતની નામી હસ્તીઓએ સાનિયાને શુભેચ્છા પાઠવી હતી

સાનિયાએ તેની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેણે લગભગ બે દાયકા પહેલા ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ જીતીને ભવ્ય ડેબ્યૂ કર્યું હતું. સાનિયાની છેલ્લી મેચ રમવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ હૈદરાબાદના મેદાન પર પહોંચ્યા હતા. આમાં તેલંગાણાના રમતગમત મંત્રી તેમજ રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝાના બેસ્ટ ફ્રેન્ડ બેથેની મેટેકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : સાનિયા મિર્ઝાની વિદાય માટે આખું ભારત તૈયાર, જાણો ક્યારે અને ક્યાં રમશે farewell match

Published On - 9:34 am, Sun, 12 March 23

Next Article