Women’s Bundesliga Football League : વેર્ડર બ્રેમેને રોમાંચક મેચમાં ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટને 1-0 હરાવ્યું

|

Oct 19, 2024 | 9:52 PM

બુન્ડેસલિગા મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટ 2024ની 38મી મેચમાં વેર્ડર બ્રેમેને ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટને રોમાંચક મેચમાં 1-0 હરાવ્યું હતું. વેર્ડર બ્રેમેને આ ટુર્નામેન્ટમાં બીજી જીત નોંધાવી હતી, જ્યારે ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટની આ પહેલી હાર હતી. મેચની 75મી મિનિટમાં વેર્ડર બ્રેમેનની મિડફિલ્ડર સોફી વેઈડોરે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો.

Women’s Bundesliga Football League : વેર્ડર બ્રેમેને રોમાંચક મેચમાં ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટને 1-0 હરાવ્યું
Werder Bremen
Image Credit source: Bundesliga

Follow us on

જર્મનીમાં ચાલી રહેલી બુન્ડેસલિગા મહિલા ફૂટબોલ ટૂર્નામેન્ટની આજે 19મી ઓક્ટોબરની 38મી મેચમાં મજબૂત ટીમો ઈનટ્રાક્ટ ફ્રેન્કફર્ટ અને વેર્ડર બ્રેમેન સામ-સામે હતી. આ મેચમાં વેર્ડર બ્રેમેને ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટને 1-0થી હરાવ્યું હતું. આ સાથે ફ્રેન્કફર્ટની ટુર્નામેન્ટમાં પ્રથમ હાર થઈ હતી, જ્યારે વેર્ડર બ્રેમેને ટુર્નામેન્ટમાં બીજી જીત નોંધાવી હતી.

સોફી વેઈડોરે 75મી મિનિટે કર્યો ગોલ

વેર્ડર બ્રેમેન અને ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટ વચ્ચેની આ મેચમાં પહેલા હાફ સુધી બંને ટીમો 0-0ના સ્કોર પર રહી હતી. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો તરફથી એક પણ ગોલ થયો ન હતો. બીજા હાફમાં પણ બંને ટીમોએ ગોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. મેચની 75મી મિનિટમાં વેર્ડર બ્રેમેનની મિડફિલ્ડર સોફી વેઈડોર વિરોધી ટીમના ડિફેન્સને તોડીને ગોલ કરવામાં સફળ રહી હતી. 95 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં બંને ટીમો દ્વારા અન્ય કોઈ ગોલ કરવામાં આવ્યો ન હતો. અંતે, પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને રહેલી વેર્ડર બ્રેમેન ટોચના ક્રમાંકિત ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટને 1-0થી હરાવવામાં સફળ રહી હતી.

ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !

 

વેર્ડર બ્રેમેનના 8 પોઈન્ટ થયા

ટુર્નામેન્ટમાં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શન વિશે વાત કરીએ તો, ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી 5 મેચ જીતી છે અને 1 મેચ હારી છે. જ્યારે એક મેચો ડ્રોમાં સમાપ્ત થઈ. ઈન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટના બુન્ડેસલિગા 2024માં કુલ 16 પોઈન્ટ છે. જ્યારે બીજી તરફ વેર્ડર બ્રેમેને ટુર્નામેન્ટ અત્યારસુધી રમાયેલી 7 મેચમાંથી 2 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. જ્યારે બાકીની 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. બુન્ડેસલિગા 2024માં વેર્ડર બ્રેમેનના હાલ 8 પોઈન્ટ છે.

આ પણ વાંચો: Women’s Bundesliga Football League : રોમાંચક ફુટબોલ મેચમાં ફ્રીબર્ગ સામે ફ્રેન્કફર્ટની 6-0 જીત થઈ, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article