ISL: માત્ર 100 રૂપિયામાં વેચાઈ ગઈ આ ફેમસ ફૂટબોલ ક્લબ, ટાટા ગ્રુપની કંપનીનો ચોંકાવનારો નિર્ણય

ટાટા સ્ટીલે જમશેદપુર માટે નવી ફ્રેન્ચાઇઝી તરીકે સફળતાપૂર્વક બોલી લગાવી અને 2017 માં જમશેદપુર એફસી લોન્ચ કરી હતી. ક્લબ 2021-22 માં ISL પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી અને લીગ શીલ્ડ જીતી હતી. જોકે હવે ટાટા સ્ટીલે ફક્ત 100 રૂપિયામાં ફૂટબોલ ક્લબ વેચી દીધી હતી.

ISL: માત્ર 100 રૂપિયામાં વેચાઈ ગઈ આ ફેમસ ફૂટબોલ ક્લબ, ટાટા ગ્રુપની કંપનીનો ચોંકાવનારો નિર્ણય
Jamshedpur FC
Image Credit source: Jamshedpur FC
| Updated on: Aug 14, 2026 | 7:09 PM

ભારતનું પ્રખ્યાત અને સૌથી જૂનું ઔદ્યોગિક જૂથ, ટાટા ગ્રુપ, હાલમાં સમાચારમાં છે. ગ્રુપની મુખ્ય કંપની, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને રાજીનામું આપવાની જાહેરાત કરી છે, જેના કારણે કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ટાટા ગ્રુપ બીજા કારણોસર પણ સમાચારમાં છે. ગ્રુપની સૌથી જૂની અને સૌથી પ્રખ્યાત કંપનીઓમાંની એક, ટાટા સ્ટીલે તેના ફૂટબોલ ક્લબ, જમશેદપુર એફસીને માત્ર ₹100 માં વેચી દીધું છે. ટાટા સ્ટીલે ચર્ચિલ બ્રધર્સ સ્પોર્ટ્સ ક્લબ સાથે આ આશ્ચર્યજનક સોદો કર્યો છે.

ટાટા સ્ટીલે જમશેદપુર એફસી વેચી દીધી

ભારતની પ્રીમિયર ફૂટબોલ લીગ, ઇન્ડિયન સુપર લીગ (ISL) માં અગ્રણી ક્લબોમાંની એક, જમશેદપુર એફસી, લગભગ નવ વર્ષ સુધી ટાટા સ્ટીલનો ભાગ હતી. કંપનીએ ક્લબનું સંચાલન કરવા માટે એક પેટાકંપની, જમશેદપુર ફૂટબોલ એન્ડ સ્પોર્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ (JFSPL) ની રચના કરી હતી. ટાટા સ્ટીલ કંપનીમાં સંપૂર્ણ હિસ્સો ધરાવે છે. જો કે, થોડા અઠવાડિયા પહેલા, કંપનીએ ISL માંથી ખસી જવાનો નિર્ણય લીધો અને જાહેરાત કરી કે તે હવે ક્લબનું સંચાલન કરશે નહીં.

 

ક્લબ ફક્ત 100 રૂપિયામાં વેચાઈ ક્લબ

શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ, ટાટા સ્ટીલે ચર્ચિલ બ્રધર્સ સાથેના સોદાની જાહેરાત કરતું એક નિવેદન બહાર પાડ્યું. જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે ટાટા સ્ટીલ દ્વારા રચાયેલી ડિરેક્ટર્સ સમિતિએ JFSPLમાં તેના 100% હિસ્સા (આશરે 40.8 મિલિયન શેર)ના વેચાણને મંજૂરી આપી દીધી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે સોદાની કિંમત. કંપનીએ ક્લબને ફક્ત ₹100 માં સંપૂર્ણપણે વેચી દીધી.

 

ચર્ચિલ બ્રધર્સ ક્લબે ખરીદ્યો 100% હિસ્સો

આ ડીલ હેઠળ, ચર્ચિલ બ્રધર્સ જમશેદપુર એફસીનું ISL લાઇસન્સ મેળવશે. વધુમાં, ચર્ચિલ બ્રધર્સ ક્લબના રોસ્ટર પરના તમામ 12 ખેલાડીઓ અને બે કોચના કરાર પણ મેળવશે. તેઓ હવે નવા ક્લબ સાથે તેમની કારકિર્દી બનાવશે. જોકે આ સોદાને હજુ સુધી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) તરફથી મંજૂરી મળી નથી, પરંતુ આ પ્રક્રિયા 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

8 વર્ષ પહેલા શરૂ થઈ હતી સફર

આમ, નવી ISL સીઝનથી ક્લબ જમશેદપુરને બદલે ગોવાથી કાર્યરત થશે. ચર્ચિલ બ્રધર્સ સ્પોર્ટ્સ લિમિટેડ ભારતની સૌથી જૂની ક્લબોમાંની એક છે, જે છેલ્લા 38 વર્ષથી સક્રિય છે. અગાઉ I-લીગનો ભાગ હોવા છતાં, તે હવે ISLમાં રમશે. જમશેદપુર FC ની વાત કરીએ તો, તેણે 2017-18 માં ISL માં પ્રવેશ કર્યો હતો. જ્યારે ISL માં બે નવા ક્લબનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે ટાટા સ્ટીલે જમશેદપુર ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી. ક્લબ છેલ્લા આઠ વર્ષથી લીગમાં ભાગ લઈ રહી છે અને 2021-22 સીઝનમાં નંબર વન રહીને લીગ શીલ્ડ જીતી હતી.

VVS લક્ષ્મણ ગંભીર-અગરકરનો બોસ બનશે! ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આ પદ સંભાળશે

Published On - 7:09 pm, Fri, 14 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.