Breaking News : ભારતીય કુસ્તીબાજો માટે સારા સમાચાર, રમત મંત્રાલયે WFI પરથી પ્રતિબંધ હટાવ્યો

રમત મંત્રાલયે ભારતીય કુસ્તી ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ પ્રતિબંધ 24 ડિસેમ્બર 2023ના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFI પર લગાવવામાં આવ્યો હતો.

Breaking News : ભારતીય કુસ્તીબાજો માટે સારા સમાચાર, રમત મંત્રાલયે WFI પરથી પ્રતિબંધ હટાવ્યો
| Updated on: Mar 11, 2025 | 11:33 AM

ભારતીય રેસલર્સ માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. આવું એટલા માટે કારણ કે, રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર લગાવેલા આરોપને દુર કર્યો છે. જેનો મતલબ એ કે, હવે WFI ઘરેલું ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે. તેમજ નેશનલ ટીમ સિવાય ઈન્ટરનેશનલ ઈવેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પણ કરી શકે છે.રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને તેનો દરજ્જો NSF તરીકે જાળવી રાખ્યો છે.

ડિસેમ્બર 2023માં પ્રતિબંધ લાગ્યો હતો

રમત મંત્રાલયે 24 ડિસેમ્બર 2023ના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કર્યું હતુ. સંજય સિંહની પેનલે 21 ડિસેમ્બર 2023ના રોજ WFIની ચૂંટણી જીતી હતી.પરંતુ તેના 3 દિવસ બાદ WFI પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ સસ્પેન્શન ફેડરેશનના મનમાનીના કામને કારણે લગાવવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, મંત્રાલયના આ નિર્ણય પર બ્રિજભૂષણ શરણ સિંહનો હાથ છે.ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે WFI ને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણય સાથે તેમનો કોઈ સંબંધ નથી.

રમત મંત્રાલયે સસ્પેન્શનને લઈ કહ્યું હતુ કે, સંજય સિંહની અધ્યક્ષતામાં પસંદ કરાયેલા નવા બોર્ડે આ નિયમ અને કાયદો તોડ્યો છે.
મંત્રાલયે વધુમાં આરોપ લગાવ્યો કે નવું બોર્ડ પણ અગાઉના પદાધિકારીઓના નિયંત્રણ હેઠળ હતું, જેમને જાતીય સતામણીના આરોપો પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રમતગમત મંત્રાલયે આ સૂચનાઓ આપી હતી

રમત મંત્રાલય તરફથી એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહ્યું કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા યોગ્ય દિશામાં કામ કરે જેનાથી તેના પર લાગેલા સસ્પેન્શનને દુર કરવા પર વિચાર કરી શકાય. ભારતીય કુશ્તી સંધે એ જ સૂચનાઓનું પાલન કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તેના પર લાગેલા પ્રતિબંધને દૂર કરવા માટે સરકાર તૈયાર છે. સ્ટેટ્સ હજુ NSF તરફ છે.

Published On - 11:04 am, Tue, 11 March 25