બ્રેકિંગ ન્યૂઝ : સાક્ષી મલિકે કરી નિવૃત્તિની જાહેરાત, ભાવુક થઈ કહ્યું- અમે WFI સામે જીતી શક્યા નહીં !

કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સાક્ષીએ કહ્યું કે જો બ્રિજ ભૂષણ જેવા લોકોને ફેડરેશનમાં સ્થાન આપવામાં આવે તો આજે હું મારી કુસ્તી છોડી દઈશ. તેમણે કહ્યું કે અમને આશા છે કે અમને ન્યાય મળશે. આપણી કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ : સાક્ષી મલિકે કરી નિવૃત્તિની જાહેરાત, ભાવુક થઈ કહ્યું- અમે WFI સામે જીતી શક્યા નહીં !
| Updated on: Dec 21, 2023 | 5:54 PM

WFI ના નવા પ્રમુખ તરીકે બ્રિજ ભૂષણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની નિમણૂકથી નારાજ કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સાક્ષીએ કહ્યું કે જો બ્રિજ ભૂષણ જેવા લોકોને ફેડરેશનમાં સ્થાન આપવામાં આવે તો આજે હું મારી કુસ્તી છોડી દઈશ. તેમણે કહ્યું કે અમને આશા છે કે અમને ન્યાય મળશે. આપણી કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે.

જણાવી દઈએ કે 2023ના શરુઆતમાં જ સાક્ષી મલિક, બજરંગ પૂનિયા, વિનેશ ફોગોટ સહિતના રેસલર્સે WFIના તત્કાલીન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં આંદોલન કર્યુ હતુ. ભારતના દિગ્ગજ રેસલર્સે બ્રિજભૂષણ વિરુદ્ધ યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા.

રડતા રડતા નિવૃત્ત થઈ સાક્ષી મલિક

અન્યાય વિરુદ્ધ ન્યાય મેળવવા માટે આ વર્ષની શરુઆતમાં જ સાક્ષી મલિક સહિતના દિગ્ગજોએ મોર્ચો ખોલ્યો હતો. તેમણે નવી દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા શરુ કર્યા હતા. બ્રિજભૂષણે પોતાના પરિવાર પર લાગેલા આરોપનું ખંડન કર્યુ હતુ. સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચતા તેને પદ પરથી હટવુ પડયુ હતુ.

સાક્ષી મલિકની ઉપલબ્ધિઓ

સાક્ષી મલિકે અગાઉ ગ્લાસગોમાં 2014 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને દોહામાં 2015 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2016 માં, સાક્ષી મલિકને રમતગમતના સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવી હતી.

WFIની ચૂંટણીમાં સંજય સિંહની પેનલની જીત

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીના પરિણામો રેસલર્સ માટે ચોંકાવનારા હતા. કારણ કે બ્રિજભૂષણના નજીકના સંજય સિંહની પેનલની આ ચૂંટણીમાં જીત થઈ હતી. ચૂંટણીમાં સંજય સિંહને 40 વોટ મળ્યા હતા. રેસલર્સે 7 જૂનના રોજ વિરોધ પ્રદર્શન પૂર્ણ કર્યુ હતુ. WFIની ચૂંટણીમાં ભૂષણની પરિવારમાં કોઈ ભાગ નહીં લેશે તેવુ આશ્વાસન રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યુ હતુ. પણ બ્રિજભૂષણ સિંહના નજીકના વ્યક્તિને પદ મળતા રેસલર્સમાં રોષ જોવા મળ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:28 pm, Thu, 21 December 23