ન તો મોંઘી ગાડી, ન તો મોટો બંગલો… કચ્છમાં જોવા મળતી વસ્તુ રોનાલ્ડોને સગાઈ પ્રસંગે મળી ભેટ સ્વરૂપ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જીના રોડ્રિગ્ઝે સગાઈ કરી લીધી છે, જેની જાહેરાત જ્યોર્જિનાએ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. આ ખુશીના પ્રસંગે બંન્ને એક એવી ગિફટ મળી છે, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહી હોય. કચ્છમાં આ ખુબ મોટી સંખ્યામાં જોવા મળે છે.

ન તો મોંઘી ગાડી, ન તો મોટો બંગલો... કચ્છમાં જોવા મળતી વસ્તુ રોનાલ્ડોને સગાઈ પ્રસંગે મળી ભેટ સ્વરૂપ
| Updated on: Aug 18, 2025 | 11:28 AM

દિગગ્જ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝે સગાઈ કરી છે. આ ગુડ ન્યુઝ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી આપ્યા હતા. આ સાથે તેમણે લખ્યું તુ કે, હા હું સગાઈ કરી રહી છું. 2016થી રોનાલ્ડો અને જૉર્જિના સાથે છે. હવે બંન્નેએ સગાઈ કરવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર સામે આવતા ચાહકો તેમને શુભકામના પાઠવી રહ્યા છે. રોનાલ્ડો અને જૉર્જિનાને 4 બાળકો છે.જૉર્જિના તેના બાળકોની સંભાળ રાખી રહી છે.

રોનાલ્ડોને ગિફ્ટમાં મળી અનોખી વસ્તુ

સગાઈની ખુશીમાં સાઉદી અરેબિયાના પત્રકાર ઇબ્રાહિમ અલ ફરયાને તેને ઊંટ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે. આ ગિફટ સઉદી અરબની સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવે છે. રોનાલ્ડો સઉદી અરબના જ ક્લબ અલ નસાર માટે રમે છે. 2023થી તે આ ક્લબનો ભાગ છે અને 77 મેચમાં 74 ગોલ કર્યા છે. અલ ફરયાને પોસ્ટ કર્યું આ મારી તરફથી તમને લગ્ન જીવનની શુભકામના. આ સમાચારથી બધા ખુશ છે. તમારી ભેટ રિયાધમાં તમારી રાહ જોશે. તમને અને જ્યોર્જીનાને અભિનંદન.

 

 

રોનાલ્ડો અને રોડ્રિગ્ઝે અત્યારસુધી લગ્નની તારીખ બતાવી નથી. આર્જેન્ટિનામાં જન્મેલી રોડ્રિગ્ઝ મેડ્રિડના એક સ્ટોરમાં કામ કરતી હતી. આ દરમિયાન 2016માં તેની મુલાકાત થઈ હતી. તે સમયે પોર્ટુગલના રોનાલ્ડો સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ માટે રમતો હતો.

ફૂટબોલ સ્ટાર્સને મોંઘી ભેટ આપી

ઇબ્રાહિમ અલ ફરયાન અગાઉ ઘણા ફૂટબોલ સ્ટાર્સને મોંઘી ભેટ આપી ચૂક્યા છે. ઓગસ્ટ 2023માં, તેમણે બ્રાઝિલના મિડફિલ્ડર ફાબિન્હોને રોલેક્સ ઘડિયાળ આપી હતી. ફાબિન્હોએ સાઉદી પ્રો લીગમાં અલ-ઇત્તિહાદ માટે પોતાનો પહેલો મેચ રમ્યો હતો.અલ ફરયાન લગભગ અડધો ડઝન ફિફા વર્લ્ડ કપ કવર કર્યા છે. પત્રકારત્વ ઉપરાંત, તેમને અમેરિકન યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી મળી છે.જૉર્જિના એક ડાન્સર છે. જેનો જન્મ 27 જાન્યુઆરી 1994ના રોજ આર્જેન્ટીનામાં થયો હતો. મૈડ્રિડ જતા પહેલા તે સ્પેન જાકામાં તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

5 બાળકો , 9 વર્ષ સુધી ડેટિંગ કર્યું, 8.76 કરોડની વીંટી પહેરાવી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી સગાઈ અહી ક્લિક કરો