દર વખતની જેમ આ વખતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા હતા. આ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા. આ તમામ ખેલાડીઓ શનિવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે PM મોદીએ મુલાકાત દરમ્યાન તમામ ખેલાડીઓનો આભાર માન્યો હતો. આ દરમ્યાન મોદીએ કહ્યું કે ખેલાડીઓએ મને પુરો વિશ્વાસ હતો તમે મેડલ જીતીને જ આવશે. તો કહ્યું કે ભારતની હોકી ટીમે ઇતિહાસ રચી દીધો હતો. તો વધુમાં કહ્યું કે મેડલની સંખ્યાથી પ્રદર્શનને આંકી ન શકાય અને ખેલાડીઓએ દેશનું ગૌવર વધાર્યું છે. તો તેમણે કહ્યું કે ખેલાડીઓમાં ન્યુ ઇન્ડિયાની ઝલક છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માં ભારતે 61 મેડલ જીત્યા હતા. આ તમામ ખેલાડીઓ શનિવારે પીએમ આવાસ પહોંચ્યા હતા જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત રમત મંત્રી અનુરાગ ઠાકુર અને રમતગમત રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક પણ હાજર રહ્યા હતા. મેડલ જીત્યા બાદ તમામ ખેલાડીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌએ અભિનંદન પાઠવ્યા હતા. જો કે મોદીએ આ બધાને પહેલા જ ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સાથે દરેક રમતના મેડલ વિજેતાઓ સાથે તસવીરો પણ મુકવામાં આવી હતી. આ દરમિયાન ખેલાડીઓ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં જે પોશાક પહેર્યા હતા તે જ પોશાકમાં જોવા મળ્યા હતા.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi interacted with the Indian contingent that participated in #CWG22, today. Union Sports Minister Anurag Thakur and MoS Sports Nisith Pramanik were also present at the occasion. #CommonwealthGames2022
(Source: PMO) pic.twitter.com/IpP9N9NaHJ
— ANI (@ANI) August 13, 2022
પીએમ મોદીએ બર્મિંગહામ જતા પહેલા જ ઘણા ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે તમામ ખેલાડીઓ બર્મિંગહામથી પરત ફરશે ત્યારે તેઓ તેમને પોતાના નિવાસસ્થાને આવવાનું આમંત્રણ આપ્યું હતું અને શનિવારે તમામનું સ્વાગત કર્યું હતું.
આ સમયે પીએમ મોદીએ કહ્યું કે, ‘રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શનની સાથે સાથે દેશે પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કર્યું છે. તમે બધા ત્યાં સ્પર્ધા કરી રહ્યા હતા. પરંતુ કરોડો ભારતીયો અહીં રાત ઉજાગરા કરી રહ્યા હતા. મોડી રાત સુધી તમારી દરેક સ્પર્ધા પર દેશવાસીઓની નજર રહેતી હતી.
Published On - 12:24 pm, Sat, 13 August 22