નંબર-1 ટેનિસ ખેલાડીએ પુત્રને જન્મ આપ્યો, તસવીર શેર કરી અને સાથે નામ પણ કહ્યું

|

Jul 16, 2022 | 3:49 PM

રશિયાની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ (Maria Sharapova) એક પુત્રને જન્મ આપ્યો છે. તેને તેના પુત્રનું નામ પણ જણાવ્યું છે.

નંબર-1 ટેનિસ ખેલાડીએ પુત્રને જન્મ આપ્યો, તસવીર શેર કરી અને સાથે નામ પણ કહ્યું
maria-sharapova
Image Credit source: Instagram

Follow us on

રશિયાની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી (Tennis Player) મારિયા શારાપોવા (Maria sharapova) માતા બની ગઈ છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ વર્ષે એપ્રિલમાં તેના 35માં જન્મદિવસે તેણે દુનિયાને કહ્યું હતું કે તે માતા બનવા જઈ રહી છે. ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ તેના મંગેતર એલેક્ઝાન્ડર ગિલક્સ સાથે પુત્રના જન્મની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને આ માહિતી આપી હતી. તેણે આ પોસ્ટ સાથે એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેનો પુત્ર મારિયાના હાથમાં જોવા મળી રહ્યો છે.

મારિયા શારાપોવાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “અમારા નાનકડા પરિવારે આનાથી વધુ સુંદર, પડકારજનક અને હૃદયસ્પર્શી ભેટ માંગી ન હોત.” પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન શારાપોવાના પુત્રનું નામ થિયોડોર છે. તેણે રોમન અંક “VII•I•MMXXII” પણ પોસ્ટ કરી, જે પુત્ર થિયોડોરની જન્મ તારીખ 1 જુલાઈ દર્શાવે છે. શારાપોવાએ આ વર્ષે એપ્રિલમાં તેના 35માં જન્મદિવસના અવસર પર માતા બનવાની માહિતી આપી હતી. પછી તેણે કહ્યું કે મારો પરિવાર વધવાનો છે. હું અને મંગેતર એલેક્ઝાન્ડર ટૂંક સમયમાં પરિવારમાં નવા મહેમાનનું સ્વાગત કરીશું.

આ પણ વાંચો

મારિયા અને બ્રિટિશ બિઝનેસમેન એલેક્ઝાન્ડરે 2018માં તેમના સંબંધો જાહેર કર્યા અને 2020ની શરૂઆતમાં સગાઈ કરી લીધી. એલેક્ઝાંડરે આ પહેલા ફેશન ડિઝાઈનર મીશા નોનુ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 2012માં થયા હતા. પરંતુ, 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા. શારાપોવાએ 2020માં ફેબ્રુઆરીમાં ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે તેની કારકિર્દીમાં 36 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. તે 21 અઠવાડિયા સુધી વિશ્વની નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી પણ હતી. શારાપોવાએ હાલમાં જ કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યું હતું. તે બે વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન રહી ચુકી છે અને તેણે ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન એક-એક વખત જીતી છે.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા કમાણીની બાબતમાં બીજા કરતા પાછલ નથી. ફોર્બ્સ મેગેઝિન મુજબ તેની કુલ નેટવર્થ 220 મિલિયન યુએસ ડોલર છે. તે નાઇકી, ઇવિયન જેવી બ્રાન્ડને અંન્ડોર્સ પણ કરે છે. આનાથી તે કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે.

Next Article