
Elnas Rekabi : ઇરાની ક્લાઇમ્બર એલ્નાઝ રેકાબી (Elnas Rekabi)એ રવિવારે સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન સ્પોર્ટસ ક્લાઇમ્બિંગ ચેંપિયનશીપ (Asian Sports Climbing Championship)માં તેઓ ભાગ લીધો સાઉથ કોરિયાના સિયોલની સ્પર્ધામાં તેમણે ક્લાઇમ્બિંગ કરી. આમ તો 33 વર્ષની એલ્નાઝ તેમની એથલેટ તરીકેની પ્રતિભા માટે જાણીતા છે. પરંતુ તેઓ ચર્ચામાં છે તેમના કપડા અને હિજાબ વગરના ઉઘાડા માથા માટે. અગાઉ જ્યારે પણ એલ્નાઝ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી ત્યારે હિજાબ પહેરીને જ ક્લાઇમ્બિંગ કરતી હતી. પરંતુ આ વખતે તેમણે હિજાબ વગર જ સ્પર્ધામાં ભાગ લીધો. તેમણે આ એક ઐતિહાસિક પગલુ ભર્યુ. સ્પર્ધામાં તે હિજાબ (Hijab) વગર જોવા મળી તો તેમની બહાદૂરીની ચર્ચા ચારે તરફ થવા લાગી.
એ જ કારણ છે કે, સોમવારે વહેલી સવારે 5 વાગે જ્યારે તેઓ સિયોલથી તેહરાન એરપોર્ટ પર પહોંચી તો એરપોર્ટ બહાર તેમના સ્વાગત માટે સેંકડો લોકોની રાહ જોઇ રહ્યા હતા.
આખું ઇરાન એલ્નાઝને હીરો તરીકે જોઇ રહી છે. હિજાબ છોડવાના તેમના નિર્ણયની આખા ઇરાનમાં ભારોભાર પ્રસંશા થઇ રહી છે. એટલે જ તેમનું સ્વાગત કરવા સેંકડો લોકો એરપોર્ટ પર ઉમટી પડ્યા.જો કે એલ્નાઝ રેકાબીનો હિજાબ વગરનો વીડિયો જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેમને અનેક કટ્ટર સમૂહો તરફથી ધમકીઓ મળવા લાગી. સાથે જ તેમને ભયંકર રીતે ટ્રોલ કરવામાં આવ્યા. તેમની ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે. ઇરાન સરકાર તેમની ધરપકડ કરવાની તેયારીમાં છે. તેમના જીવને જોખમ હોવાની પણ આશંકા છે.
The Hijab controversy in Iran is getting worse with time as climber participates without a headscarf#TV9News pic.twitter.com/HZfWxLumm9
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
કટ્ટર પ્રતિક્રિયાઓને જોતા પાછળથી એલ્નાઝે ઇંસ્ટાગ્રામ પર માફી માંગી. તેમણે સ્પષ્ટ કર્યું કે, હિજાબ ના પહેરવો એનો અર્થ એ નથી કે તેઓ ઇરાનમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનોનું સમર્થન કરે છે. ઇસ્લામી ગણરાજ્યના પોશાકના નિયમોનું ઉલ્લંઘન કરવાનો તેમનો ઇરાદો નથી.ઇરાનમાં છેલ્લા 30 દિવસથી હિજાબ વિરુદ્ધ પ્રદર્શન ઉગ્રહ છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, અભિનેત્રીઓ, કૉલેજની વિદ્યાર્થીનીઓ અને સામાન્ય ગૃહિણીઓ હિજાબને ફગાવી કે સળગાવીને તેમનો વિરોધ દર્શાવી રહી છે. ભારતથી યૂરોપના દેશો સુધી મહિલાઓ વાળ કાપીને પણ ઇરાની મહિલાઓને સપોર્ટ કરી રહી છે.
ઇરાનમાં સગિરાઓથી લઇને વયોવૃદ્ધ મહિલાઓ હિજાબ સામે બળવો પોકારી રહી છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. જેમાં 82 વર્ષના દાદીમાં 80 વર્ષ હિજાબ પહેર્યા બાદ તેને ઉતારી ફેંકે છે. દાદીએ લોકોને સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરવા માટે આહવાન કર્યું. આ વયોવૃદ્ધ દાદી ઇરાની બ્લોગર સત્તાર બેહશીના માતા છે. સત્તાર બેહશીની વર્ષ 2012માં ઇસ્લામિક રિપબ્લિકે હત્યા કરી દીધી હતી.એટલું જ નહીં ઇરાનમાં હિજાબ વિરુદ્ધના પ્રદર્શનોમાં રોજેરોજ મોતનો આંકડો વધી રહ્યો છે. ઇરાન સરકાર પ્રદર્શનકારીઓને પકડી પકડીને જેલમાં પૂરી રહી છે. દેખો ત્યાં ઠાર મારવાના આદેશ છે.
મંગળવારે 16 વર્ષની અસરા પનાહી નામની સ્કૂલ સ્ટુડન્ટનું પોલીસની બર્બરતાના કારણે મોત નીપજ્યું. ઇરાનના અર્દેબિલ પ્રાતમાં અસરા હિજાબનો વિરોધ કરી રહી હતી. તેને પોલીસે નિર્દયતાથી માર માર્યો. જેના કરાણે અસરાનું મોત થયું.એક વાત સ્પષ્ટ છે કે સરકાર લાખ પ્રયત્નો કરે ઇરાનમાં પ્રદર્શનો શાંત થવાનું નામ નથી લઇ રહ્યા. દુનિયા ઇરાનની મહિલાઓનો સાથે આપે કે ના આપે ઇરાનના લોકોએ આરપારની લડાઇ લડવાનું નક્કી કરી લીધું છે.