Gujarat Super Table Tennis League: વડોદરાના માનુષ શાહને 1.11 લાખમાં ખરીદાયો, જુનના અંતમાં થશે લીગની શરૂઆત

|

Jun 12, 2022 | 6:26 AM

Table Tennis: ગુજરાત સુપર લીગ (Gujarat Super League) માં કલુ 80 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી કુલ 48 ખેલાડીઓને 8 ટીમોએ ખરીદ્યા હતા

Gujarat Super Table Tennis League: વડોદરાના માનુષ શાહને 1.11 લાખમાં ખરીદાયો, જુનના અંતમાં થશે લીગની શરૂઆત
Gujarat Super League Table Tennis

Follow us on

ભારતમાં આઈપીએલની સફળતા બાદ એક પછી એક એમ દરેક રમતમાં લીગ કલ્ચરની શરૂઆત થવા લાગી છે. ત્યારે ગુજરાત ટેબલ ટેનિસ (Gujarat Table Tennis) માં પણ હવે લીગની શરૂઆત કરવામાં આવી રહી છે. ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે જુન મહિનાના અંતમાં ગુજરાત સુપર લીગ (Gujarat Super League) ની શરૂઆત કરવા જઇ રહી છે. આ લીગમાં રમવા માટે કુલ 80 ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં 80 માંથી કુલ 48 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. લીગમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે.

લીગ માટે યોજાયેલી ખેલાડીઓની આ હરાજીમાં ભારતભરમાંથી 80 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા હતા. જેમાં ગુજરાતના વડોદરા શહેરના માનુષ શાહ સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. આણંદની ટોપ નોચ એચિવર્સ ટીમે માનુષ શાહ (Manush Shah) ને 1.11 લાખમાં ખરીદ્યો હતો. તો બીજી સૌથી મોંઘી ખેલાડી તરીકે ભારતની મહિલા યુવા ખેલાડી રહી હતી. ભારતની મહિલા સિંગલ્સની નંબર 1 ખેલાડી શ્રીજા અકુલાને ભાવનગરની ભાયાણી સ્ટાર્સ ટીમે 96 હજારમાં ખરીદી હતી. આ હરાજીમાં સૌથી મોંઘી મહિલા ખેલાડીમાં શ્રીજા અકુલાનું નામ ટોચ પર રહ્યું હતું. શ્રીજા અકુલા તેલંગાણા રાજ્યથી રમે છે. તો ગુજરાતના અન્ય ખેલાડીઓમાં હરમિત દેશાઇ (Harmeet Desai) ને અમદાવાદની મલ્ટિવેટ માર્વેલ ટીમે 93 હજારમાં ખરીદ્યો હતો. તો સુરતના જ માનવ ઠક્કરને સુરતની શામલ સ્કવૉડ ટીમે 72 હજાર અને કચ્છના ઇશાન હિંગોરાણીને ભાવનગરની ભાયાણી સ્ટાર્સ ટીમે 52 હજારમાં ખરીદ્યો હતો.

લીગની હરાજીમાં સૌથી મોંઘા રહેનાર ખેલાડીઓ

  1. માનુષ શાહ 1.11 લાખ : ટોપ નોચ એચિવર્સ, આણંદ ટીમ
  2. શ્રીજા અકુલા 96 હાજરઃ ભાયાણી સ્ટાર્સ, ભાવનગર ટીમ
  3. હરમિત દેશાઇ 93 હજારઃ મલ્ટિવેટ માર્વેલ, અમદાવાદ ટીમ
  4. સૌમ્યજીત ઘોષ 81 હજારઃ વિનએશિયા ડેઝલર્સ, કચ્છ ટીમ
  5. સોહમ ભટ્ટાચાર્ય 80 હજારઃ કટારિયા કિંગ્સ, અમદાવાદ ટીમ
  6. રિથ રેશિયા 87 હજારઃ તાપ્તી ટાઇગર્સ, સુરત ટીમ
  7. ફિલઝાહ કાદરી 86 હજારઃ તાપ્તી ટાઇગર્સ, સુરત ટીમ
  8. સાનિલ શેટ્ટી 75 હજારઃ આર. વર્લ્ડ રોયલ્સ, ગાંધીનગર ટીમ
  9. મૌમા દાસ 74 હજારઃ આર. વર્લ્ડ રોયલ્સ, ગાંધીનગર ટીમ
  10. માનવ ઠક્કર 72 હજારઃ શામલ સ્કવૉડ, સુરત ટીમ
  11. ઇશાન હિંગોરાણી 52 હજારઃ ભાયાણી સ્ટાર્સ ભાવનગર ટીમ

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાત સુપર લીગમાં કુલ 8 ટીમોએ 48 ખેલાડીઓ ખરીદ્યા હતા

ગુજરાત સુપર લીગની પહેલી સિઝનમાં કુલ 8 ટીમો ભાગ લેશે. જેમાં હરાજી દરમ્યાન 80 માંથી કુલ 48 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. આ 8 ટીમો ગુજરાતના વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટીમોએ મહત્તમ 7 ખેલાડીઓ અને 2 કોચનો જ સમાવેશ કરી શકશે. જેમાં ટીમે એક નેશનલ અને એક સ્થાનિક કોચ હોવો જોઇએ. આ 8 ટીમોમાં બે ટીમ અમદાવાદ અને સુરતની છે. તો 1-1 ટીમ ભાવનગર, ગાંધીનગર, આણંદ અને કચ્છની ટીમો છે.

Published On - 12:08 pm, Thu, 9 June 22

Next Article