ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર: કુવૈતને 1-0થી હરાવી ભારતે જીત સાથે કરી બીજા રાઉન્ડની શરૂઆત

|

Nov 17, 2023 | 7:14 AM

ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં કુવૈતને હરાવી ભારતે શાનદાર શાનદાર શરૂઆત કરી હતી. ભારતના મનવીર સિંહે 75મી મિનિટે ગોલ કરીને ભારતને જીત આપવી હતી. ભારત ત્રણ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતનો આગામી મુકાબલો કતાર સામે થશે.

ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર: કુવૈતને 1-0થી હરાવી ભારતે જીત સાથે કરી બીજા રાઉન્ડની શરૂઆત
FIFA World Cup Qualifier

Follow us on

ભારતીય ટીમે ગુરુવારે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી હતી. તેઓએ કુવૈત સિટીના જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કુવૈતને 1-0થી હરાવ્યું હતું. પહેલા હાફમાં મેચ 0-0થી બરાબર રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કુવૈત પર સતત દબાણ જાળવી રાખ્યું. મનવીર સિંહે 75મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.

ભારત ત્રણ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

એએફસી એશિયન કપ 2027 માટે વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરનો બીજો રાઉન્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો સીધી એએફસી એશિયન કપ 2027માં પ્રવેશ કરશે. આ મેચમાં જીત સાથે ભારતે ત્રણ પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. કતારે પણ અફઘાનિસ્તાનને હરાવીને ત્રણ પોઈન્ટ મેળવ્યા છે. તેઓ વધુ સારા ગોલના અંતરથી જીત્યા છે, જેના આધારે પોઈન્ટ ટેબલમાં તેઓ ટોચ પર છે. ગુરુવારે રમાયેલી અન્ય ગ્રુપ મેચમાં કતારે અફઘાનિસ્તાનને 8-1થી હરાવ્યું હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

કુવૈત સામે ભારતનો બીજો વિજય

ભારત અને કુવૈત વચ્ચે આ છઠ્ઠી મેચ હતી. ભારતે તેને બીજી વખત હરાવ્યું છે. કુવૈત પણ ભારત સામે બે વખત જીત્યું છે જ્યારે ભારત અને કુવૈત વચ્ચે બે મેચ ડ્રો રહી છે. ભારત વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં તેની બીજી મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 21 નવેમ્બરે કતાર સામે રમશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મુશ્કેલ હશે.

સૈફ કપમાં ભારતે કુવૈત સામે જીત મેળવી હતી

આ વર્ષની શરૂઆતમાં બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં સૈફ ચેમ્પિયનશિપમાં ભારતનો બે વાર કુવૈતનો સામનો થયો હતો. બંને મેચ 1-1 થી ટાઈ રહી હતી. ફાઇનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું અને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું હતું.

આ પણ વાંચો: Breaking News : વર્લ્ડકપની ફાઇનલની ટીકીટ ખરીદવાનો મોકો, મોડી રાતથી સત્તાવાર વેબસાઈટ પરથી ટિકિટ ખરીદી શકાશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article