
કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ખેલાડીઓ અને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાશે. શરૂઆતમાં આ ગેમ્સ ઓસ્ટ્રેલિયામાં યોજાવાની હતી, પરંતુ બાદમાં સ્થળ બદલીને ગ્લાસગોને યજમાન બનાવવામાં આવ્યું. ભારતના ખેલાડીઓ પણ મેડલ માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.
કોમનવેલ્થ ગેમ્સ 2026ની શરૂઆત 23 જુલાઈથી થશે અને 2 ઓગસ્ટ સુધી ચાલશે. કુલ 11 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ ગ્લાસગોના OVO હાઇડ્રો સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં ભારતીય ખેલાડીઓ પણ ધ્વજ સાથે પરેડમાં જોવા મળશે.
!
Watch India’s finest stars in action at the Commonwealth Games Glasgow 2026 from 23rd July to 2nd August, exclusively on Sony Sports Network TV channels and Sony LIV. #SonySportsNetwork #SonyLIV #Glasgow2026 #GlasgowMeinTiranga… pic.twitter.com/uNIgUoKios
— Sony Sports Network (@SonySportsNetwk) July 22, 2026
ભારતીય ચાહકો માટે કોમનવેલ્થ ગેમ્સ 2026ની ઈવેન્ટ્સના સમયને લઈને માહિતી જાણવી જરૂરી છે. સ્કોટલેન્ડના સમય પ્રમાણે ઈવેન્ટ્સ સવારે 9 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ભારતનો સમય સ્કોટલેન્ડ કરતા સાડા ચાર કલાક આગળ હોવાથી ભારતમાં મોટાભાગની ઈવેન્ટ્સ બપોરથી શરૂ થઈને મોડી રાત સુધી જોઈ શકાશે.
કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભારતમાં ટેલિવિઝન પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ ઈવેન્ટ્સ જોઈ શકાશે. ચાહકો ઘરે બેઠા ટીવી પર ભારતીય ખેલાડીઓના પ્રદર્શનનો આનંદ માણી શકશે.
कॉमनवेल्थ गेम्स 2026 का रोमांच अब शुरू होने वाला है!
आइए, पूरे जोश के साथ #TeamIndia का उत्साह बढ़ाएं और हर जीत, हर पदक और हर गौरवपूर्ण पल के गवाह बनें।
लाइव प्रसारण देखिए DD Sports (DD Free Dish) पर।#CommonwealthGames2026 #Cheer4Bharat @WeAreTeamIndia… pic.twitter.com/XyFdyrBe9l
— Doordarshan Sports (@ddsportschannel) July 22, 2026
ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નું લાઈવ પ્રસારણ ફક્ત સોની નેટવર્કના OTT પ્લેટફોર્મ સોની લિવ પર ઉપલબ્ધ રહેશે. ભારતે અગાઉ 2014 ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 64 મેડલ જીત્યા હતા. હવે 2026 માં ભારતીય ખેલાડીઓ આ પ્રદર્શનને વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કરશે.