AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: ભારતીય ખેલાડીઓ મેડલ માટે ઉતરશે મેદાનમાં, જાણો ગેમ્સ લાઈવ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

કોમનવેલ્થ ગેમ્સ 2026નો આગાઝ 23 જુલાઈથી સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થવા જઈ રહ્યો છે. 11 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં ભારતના અનેક ખેલાડીઓ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ચાહકો ભારતીય ખેલાડીઓની મેચ, ઉદ્ઘાટન સમારોહ અને તમામ ઈવેન્ટ્સને ટીવી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકશે.

Commonwealth Games 2026: ભારતીય ખેલાડીઓ મેડલ માટે ઉતરશે મેદાનમાં, જાણો ગેમ્સ લાઈવ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?
Commonwealth GamesImage Credit source: Getty Images
| Updated on: Jul 22, 2026 | 8:21 PM
Share

કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ખેલાડીઓ અને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાશે. શરૂઆતમાં આ ગેમ્સ ઓસ્ટ્રેલિયામાં યોજાવાની હતી, પરંતુ બાદમાં સ્થળ બદલીને ગ્લાસગોને યજમાન બનાવવામાં આવ્યું. ભારતના ખેલાડીઓ પણ મેડલ માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.

23 જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સ 2026

કોમનવેલ્થ ગેમ્સ 2026ની શરૂઆત 23 જુલાઈથી થશે અને 2 ઓગસ્ટ સુધી ચાલશે. કુલ 11 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ ગ્લાસગોના OVO હાઇડ્રો સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં ભારતીય ખેલાડીઓ પણ ધ્વજ સાથે પરેડમાં જોવા મળશે.

ભારતમાં ઈવેન્ટ્સ બપોરથી શરૂ થશે

ભારતીય ચાહકો માટે કોમનવેલ્થ ગેમ્સ 2026ની ઈવેન્ટ્સના સમયને લઈને માહિતી જાણવી જરૂરી છે. સ્કોટલેન્ડના સમય પ્રમાણે ઈવેન્ટ્સ સવારે 9 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ભારતનો સમય સ્કોટલેન્ડ કરતા સાડા ચાર કલાક આગળ હોવાથી ભારતમાં મોટાભાગની ઈવેન્ટ્સ બપોરથી શરૂ થઈને મોડી રાત સુધી જોઈ શકાશે.

ટીવી પર લાઈવ પ્રસારણ ક્યાં થશે?

કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભારતમાં ટેલિવિઝન પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ ઈવેન્ટ્સ જોઈ શકાશે. ચાહકો ઘરે બેઠા ટીવી પર ભારતીય ખેલાડીઓના પ્રદર્શનનો આનંદ માણી શકશે.

ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ શેના પર જોઈ શકાશે

ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નું લાઈવ પ્રસારણ ફક્ત સોની નેટવર્કના OTT પ્લેટફોર્મ સોની લિવ પર ઉપલબ્ધ રહેશે. ભારતે અગાઉ 2014 ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 64 મેડલ જીત્યા હતા. હવે 2026 માં ભારતીય ખેલાડીઓ આ પ્રદર્શનને વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કરશે.

Commonwealth Games: કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનારા ટોપ 5 ભારતીય ખેલાડીઓ

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">