Ronaldo-Georgina Wedding Video : રોનાલ્ડો અને જૉર્જિનાના લગ્નની પહેલી ઝલક આવી સામે જુઓ Video

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અનો જૉર્જિના રોડ્રિગ્ઝના લગ્નનો વીડિયો સામે આવી ચૂક્યો છે. બંને 11 ઓગસ્ટના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે. સમારોહમાં તેના 4 બાળકો પણ સામેલ હતા. તો જુઓ સુંદર વીડિયો.

Ronaldo-Georgina Wedding Video : રોનાલ્ડો અને જૉર્જિનાના લગ્નની પહેલી ઝલક આવી સામે જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 17, 2026 | 11:00 AM

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જોર્જિના રોડ્રિગ્ઝના લગ્ન દુનિયાની સામે આવી ચૂક્યા છે. લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહેનાર કપલે ખુબ સિમ્પલ લગ્ન કર્યા હતા. હવે ફેશન મેગેઝીન Vogue તેના લગ્નનો પહેલો વીડિયો શેર કર્યો છે. જેમાં સુદર ઝલક જોવા મળી રહી છે.પોતાના 25 વર્ષના ફૂટબોલ કરિયરને યાદ કરતા રોનાલ્ડોએ કહ્યું, છેવટે, તે 25 વર્ષની સફર રહી છે, જેમાં ઘણા બલિદાન આપવા પડ્યા છે.

રોનાલ્ડો અને જોર્જિનાએ 11 ઓગ્સ્ટના રોજ પોર્ટુગલના કાસ્કેસ સ્થિત પોતાના ઘરમાં લગ્ન કર્યા હતા. મહત્વની વાત એ છે કે, આ તારીખ તેઓ જ્યારે પહેલી વખત મળ્યા તેની 10મી વર્ષગાંઠ હતી. બંનેની પહેલી મુલાકાત મૈડ્રિડના એક સ્ટોરમાં થઈ હતી. તે સમયે જોર્જિના સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. જોર્જિનાએ Vogue સાથે વાતચીતમાં કહ્યું કે, બાળપણમાં તે પોતાના લગ્ન ખુબ ભવ્ય રીતે જોવા માંગતી હતી.

 

 

 

રોનાલ્ડો અને જોર્જિનાના બાળકો

લગ્ન 11 ઓગસ્ટના બપોરના અંદાજે 1 : 30 કલાકે થયા હતા. સમારોહમાં રોનાલ્ડો અને જોર્જિનાના બાળકો હાજર હતા. આ સિવાય લગ્નમાં રોનાલ્ડોના લાંબા સમયથી મિત્ર મિગુએલ પૈશો, જોર્જિનાની બહેન ઈવાના રોડ્રિગેજ અને તેના ફ્રેન્ડ જોસ રોડ્રિગેજ હતા. મોનિકા ગોઝાલેઝ માર્ટિનેઝ સામેલ હતા. રોનાલ્ડોએ આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર હાથમાં લગ્નની અંગુઠી પહેરી લગ્નની પુષ્ટિ કરી હતી.

 

 

View on Instagram

 

લગ્ન વચ્ચે રોનાલ્ડોએ પોતાના ફુટબોલ કરિયરને લઈ મોટું નિવેદન આપ્યું છે. 41 વર્ષીય પોર્ટુગલ સ્ટારે સંકેત આપ્યો કે, 2026-27ની સીઝન તેના કરિયરનું છેલ્લું વર્ષ હોય શકે છે. તેમણે કહ્યું સંભવત આ ફુટબોલમાં મારું છેલ્લું વર્ષ છે અને શાનદાર વારસો છોડવા માંગુ છુ. રોનાલ્ડોએ હજુ ઓફિશિયલ સંન્યાસની જાહેરાત કરી નથી. રોનાલ્ડોએ કહ્યું મે મારા ભવિષ્યનો પ્લાન પહેલાથી જ બનાવી લીધો છે. મારી પાસે પોતાને વ્યસ્ત રાખવા માટે એટલી બધી વસ્તુઓ છે કે, એક નામ લેવું મુશ્કેલ છે.

સાઉદી અબના ક્લબ અલ નસ્ત્ર માટે રમનાર રોનાલ્ડોએ કહ્યું કે, ફુટબોલ છોડ્યા પછી તે ખાલી બેસશે નહી પરંતુ તેમણે પોતાના માટે એક આખી યોજના પણ તૈયાર કરી છે.

5 બાળકોનો પિતા, 41 વર્ષની ઉંમરે 31 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.