Commonwealth Games 2026 : પિતાના બ્રોન્ઝ મેડલને સિલ્વરમાં ફેરવ્યો, 33 વેઇટલિફ્ટર આપનાર ગામના અજય બાબુએ CWGમાં રચ્યો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના યુવા વેઇટલિફ્ટર અજય બાબુ વલુરીએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે. 22 વર્ષીય અજયે 79 કિલોગ્રામ કેટેગરીમાં કુલ 330 કિલોગ્રામ વજન ઉપાડ્યું. ખાસ વાત એ છે કે અજયના પિતા પણ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ જીતી ચૂક્યા છે. હવે પુત્રએ પિતાના બ્રોન્ઝ મેડલને સિલ્વરમાં ફેરવીને પરિવારનો વારસો આગળ વધાર્યો છે.

Commonwealth Games 2026 : પિતાના બ્રોન્ઝ મેડલને સિલ્વરમાં ફેરવ્યો, 33 વેઇટલિફ્ટર આપનાર ગામના અજય બાબુએ CWGમાં રચ્યો ઈતિહાસ
Valluri Ajaya Babu
Image Credit source: Getty Images
| Updated on: Jul 28, 2026 | 5:52 PM

ભારતીય વેઇટલિફ્ટર અજય બાબુ વલુરીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. 22 વર્ષીય અજયે પુરુષોની 79 કિલોગ્રામ કેટેગરીમાં કુલ 330 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. ખાસ વાત એ છે કે તેના પિતા પણ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ચૂક્યા છે.

ગામમાંથી નીકળ્યા 33 વેઇટલિફ્ટર

આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોંડાવેલાગડા ગામનો અજય બાબુ વલુરી વેઇટલિફ્ટિંગની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યો છે. 22 નવેમ્બર, 2004ના રોજ જન્મેલા અજયના ગામમાંથી અત્યાર સુધીમાં 33 વેઇટલિફ્ટર બહાર આવ્યા છે. તેમાંથી 22 ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે અને 13 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. આ વિસ્તારને વેઇટલિફ્ટર્સની ખાણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પિતાએ આપ્યો હતો વેઇટલિફ્ટિંગનો પહેલો પાઠ

અજય બાબુના પરિવારમાં વેઇટલિફ્ટિંગનો વારસો પહેલેથી જ છે. તેના પિતા વલુરી શ્રીનિવાસ રાવ પણ આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટર રહી ચૂક્યા છે. વર્ષ 2015માં તેમણે જ અજયને વેઇટલિફ્ટિંગનો પહેલો પાઠ શીખવ્યો હતો. શ્રીનિવાસ રાવે 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે પુત્ર અજયે 2026માં સિલ્વર જીતીને પિતાના મેડલનો રંગ બદલી નાખ્યો છે.

 

330 KG વજન ઉપાડી જીત્યો સિલ્વર મેડલ

ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં અજયે પુરુષોની 79 કિલોગ્રામ કેટેગરીમાં કુલ 330 કિલોગ્રામ વજન ઉપાડ્યું. તેણે સ્નેચમાં 149 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 181 કિલોગ્રામ વજન ઉપાડ્યું. આ શાનદાર પ્રદર્શનના આધારે તેણે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો અને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરી.

2023થી શરૂ થયો સફળતાનો સિલસિલો

અજય બાબુની કારકિર્દીને મોટો વળાંક 2023ની ખેલો ઈન્ડિયા ગેમ્સમાં મળ્યો હતો. અહીં તેણે પોતાના વજન વર્ગમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. 2024માં તેણે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર અને સિનિયર બંને સ્તરે ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ જ વર્ષે એશિયન યુવા અને જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર પણ જીત્યો હતો.

અમદાવાદમાં જીતેલા ગોલ્ડથી ગ્લાસગો સુધીની સફર

વર્ષ 2025 અજય માટે ખાસ રહ્યું. અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેણે 335 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો અને ચેમ્પિયનશિપ રેકોર્ડ બનાવ્યો હતો. આ શાનદાર પ્રદર્શનથી તેને 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મેળવવાનો માર્ગ મળ્યો. હવે ગ્લાસગોમાં સિલ્વર મેડલ જીતીને અજયે સાબિત કર્યું છે કે વેઇટલિફ્ટિંગનો આ પરિવારિક વારસો નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે.

Commonwealth Games 2026: સેનાના જવાને રચ્યો ઈતિહાસ, CWGમાં હાઈ જમ્પમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય બન્યો સર્વેશ કુશારે

Follow Us