Breaking News : CWG 2026માં ભારતના મેડલની સંખ્યા 12 પર પહોંચી, માત્ર 0.85 સેકન્ડથી ગુલવીર સિંહ ગોલ્ડ મેડલ ચૂક્યો

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય એથલીટનું શાનદાર પ્રદર્શન ચાલું છે. જેમાં છઠ્ઠો દિવસ પૂર્ણ થવા પર મેડલની કુલ સંખ્યા 12 પહોંચી છે. છઠ્ઠા દિવસે વેટલિફ્ટિંગમાં હરજિંદર કૌરે તેમજ 10,000 મીટર રેસમાં ગુલવીર સિંહે સિલ્વર મેડલ જીત્યો છે.

Breaking News : CWG 2026માં ભારતના મેડલની સંખ્યા 12 પર પહોંચી, માત્ર 0.85 સેકન્ડથી ગુલવીર સિંહ ગોલ્ડ મેડલ ચૂક્યો
| Updated on: Jul 29, 2026 | 8:36 AM

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આયોજિત કરવામાં આવી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય એથલીટનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે. જેમાં આઠમાં દિવસે ભારતના ખાતામાં 2 સિલ્વર મેડલ આવ્યા છે. તો બોક્સિંગમાં 3 મેડલ આવવા નક્કી થયા છે.

છઠ્ઠા દિવસે મહિલાઓની 69 કિલોગ્રામ કેટેગરીમાં ભારતની 29 વર્ષની વેટલિફ્ટર હરજિંદર કૌરે શાનદાર રમત દેખાડી હતી. સિલ્વર મેડલ જીત્યો હતો. તો 10 હજાર મીટર રેસની ફાઈનલ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા ગુલવીર સિંહે ઈતિહાસ રચવાની સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. હવે મેડલ ટેલીમાં ભારત 9માં સ્થાન પર પહોંચ્યું છે. તેમજ મેડલની સંખ્યા કુલ 12 પર પહોંચી છે.

હરજિંદર કૌરે 227 કિલોગ્રામનું વજન ઉઠાવ્યું

કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાના 69 કિલોગ્રામની કેટેગરીમાં ભારતની સ્ટાર હરજિંદર કૌર સ્નૈચ અને ક્લીન એન્ડ જર્ક બંને રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતુ. જેમાં તેમણે કુલ 227 કિલોગ્રામ ઉઠાવ્યું હતુ અને સિલ્વર મેડલ જીત્યો હતો.

ગુલવીર સિંહે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો

ભારતીય લાંબા રેસના દોડવીર ગુલવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026 માં પુરુષોની 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. 27 વર્ષીય ગુલવીર સિંહ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે સેવા આપે છે. CWG 2026 માં, ગુલવીર સિંહ અંતિમ લેપની શરૂઆતમાં ચોથા સ્થાને હતા. ત્યારબાદ તેમણે વાપસી કરી, ગતિ પકડી અને 27:49.78 ના સમય સાથે રેસ પૂર્ણ કરીને સિલ્વર મેડલ જીત્યો.આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ઓસ્ટ્રેલિયાના રોબિન્સનથી માત્ર 0.85 સેકન્ડથી ગુલવીર સિંહ પાછળ રહ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી પર ગ્લાસગો ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં હાજરી આપી છે,

 

 

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા 12 પર પહોંચી

છઠ્ઠા દિવસે ભારતના ખાતામાં 2 સિલ્વર મેડલ આવ્યાની સાથે મેડલની કુલ સંખ્યા 12 પર પહોંચી ચૂકી છે. જેમાં 2 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ત્યારબાદ હવે મેડલ ટેલીમાં ભારત 9માં સ્થાને છે. તો ઓસ્ટ્રેલિયા પહેલા નંબર પર છે. તેમણે 35 ગોલ્ડ મેડલ સહિત કુલ 80 મેડલ જીત્યા છે.

Commonwealth Games 2026: સેનાના જવાને રચ્યો ઈતિહાસ, CWGમાં હાઈ જમ્પમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય બન્યો સર્વેશ કુશારે અહી ક્લિક કરો

Follow Us