Asian Games 2026 માટે તૈયાર છે Gen Z ખેલાડીઓ, મેડલ આવવા પાક્કા

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો ડંકો વાગ્યો હતો. હવે આ વર્ષે રમાનારી એશિયનગેમ્સનો વારો આવ્યો છે. ભારતીય ખેલાડીઓની Gen Z ટીમ પાસે મેડલની આશા પાક્કી છે. તો ચાલો જાણીએ કોણ છે ભારતના આ Gen Z ખેલાડીઓ.

Asian Games 2026 માટે તૈયાર છે Gen Z ખેલાડીઓ, મેડલ આવવા પાક્કા
| Updated on: Aug 04, 2026 | 7:57 AM

કોમનવેલ્થ ગેમ્સ 2026 પૂર્ણ થયા પછી એશિયન ગેમ્સની તૈયારી શરુ થઈ ચૂકી છે. જેનું આયોજન જાપાનમાં થવા જઈ રહ્યું છે. આ વર્ષે 19 સપ્ટેમ્બર થી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે 4 ઓક્ટોબર સુધી ચાલશે. એશિયન ગેમ્સમાં 43 રમતમાં કુલ 469 મેડલ ઈવેન્ટ હશે. કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન પછી એશિયન ગેમ્સમાં વધારે મેડલ જીતવાની આશા છે.

ભારત માટે આ આશા Gen Z ખેલાડીઓએ જગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં મળેલી સફળતામાં તેનો સૌથી મોટો હાથ રહ્યો છે.

એશિયન ગેમ્સમાં ભારતના મેડલની આશા Gen Z ખેલાડીઓ પાસે છે

હવે સવાલ એ છે કે, Gen Z કોણ છે. Gen Zનો અર્થ જનરેશન Z છે. ટુંકમાં ભારતીય ટીમમાં સામેલ તે ખેલાડીઓ જેનો જન્મ 1997 થી 2012ની વચ્ચે થયો છે. આવા ખેલાડીઓની દરેક ભારતીય રમતમાં લાંબી લાઈન છે. જે કોમનવેલ્થ ગેમ્સ 2026માં પોતાની તાકાત દેખાડ્યા બાદ હવે એશિયન ગેમ્સમાં પણ છવાશે.

 

 

 

ચાલો એશિયન ગેમ્સમાં કોમનવેલ્થ ગેમ્સની સફળતાનું પુનરાવર્તન કરીને ભારતને ખુશી આપી શકે તેવા Gen Z એથ્લેટ્સ પર એક નજર કરીએ. આ ખેલાડીઓમાં સાક્ષી ચૌધરી (બોક્સિંગ), પ્રીતિ પવાર (બોક્સિંગ), સચિન (બોક્સિંગ), અરુંધતી ચૌધરી (બોક્સિંગ), જ્ઞાનેશ્વરી યાદવ (બોક્સિંગ), જાસ્મીન (બોક્સિંગ), અસ્મિતા ડે (જુડો) અને હર્ષ સિંહ (જુડો)નો સમાવેશ થાય છે. આ ખેલાડીઓનો જન્મ 1997 થી 2012 ની વચ્ચે થયો હતો. આ જ કારણ છે કે તેઓ એશિયન ગેમ્સમાં ભારતના Gen Z બનશે.

Gen Z અનાહત સિંહે ગોલ્ડ મેડલ જીત્યો

આ ખેલાડીઓ સિવાય કેટલાક એવા ખેલાડીઓ પણ Gen Z છે. જે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય દળનો ભાગ ન હતા. કારણ કે, ત્યાં આ રમતનું આયોજન કરવામાં આવ્યું ન હતુ. પરંતુ એશિયન ગેમ્સમાં તે તિરંગાની શાન જરુર લહેરાવશે. આવા ખેલાડીઓમાં ભારતની સ્ટાર સ્કવૈશ ખેલાડી અનાહત સિંહનું નામ સૌથી ઉપર આવે છે. 18 વર્ષની અનાહત સિંહે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પણ આગાહી કરી છે.

ભારતે ગત્ત એશિયન ગેમ્સમાં 106 મેડલ જીત્યા હતા. જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આશા છે કે, આપણા ઝેન જી ખેલાડીઓના દમ પર આ વખતે ભારત 106 મેડલનો આંકડો પાછળ છોડશે.

 

Breaking News : Goodbye ગ્લાસગો, હવે કોમનવેલ્થ માટે અમદાવાદની તૈયારીઓ શરુ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.