Tokyo Paralympics : પ્રમોદ ગોલ્ડ મેડલથી એક જ કદમ દૂર, ગોલ્ડ મેડલ મેળવતા જ રચશે ઇતિહાસ

|

Sep 04, 2021 | 7:46 AM

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત સતત મેડલ જીતી રહ્યું છે.

Tokyo Paralympics : પ્રમોદ ગોલ્ડ મેડલથી એક જ કદમ દૂર, ગોલ્ડ મેડલ મેળવતા જ રચશે ઇતિહાસ
Pramod bhagat

Follow us on

Tokyo Paralympics: પ્રમોદ ભગતે (pramod bhagat)ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં જાપાનના ફુજીહારાને હરાવ્યો હતો. 32 વર્ષીય પ્રમોદ હવે ગોલ્ડથી માત્ર એક ડગલું દૂર છે.

બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3 ક્લાસ સેમી ફાઇનલમાં પ્રમોદ ભગતે જાપાનના ફુજીહારાને 2-0થી હરાવ્યો હતો. પ્રમોદ ભગતે સેમી ફાઇનલ મેચ 21-11, 21-16થી જીતી હતી. અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક રમતોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી શક્યો નથી. પ્રમોદ પાસે બેડમિન્ટનમાં ભારતનું પ્રથમ ગોલ્ડ જીતવાની તક છે.

પ્રમોદ ભગતે ફાઇનલમાં પહોંચતા જ ભારતનો 14 મો મેડલ પાકો કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ, છ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. બેડમિન્ટનમાં સાઇના નેહવાલે લંડન ઓલિમ્પિક 2012 માં બ્રોન્ઝ, પીવી સિંધુએ રિયો 2016 માં સિલ્વર અને ટોક્યો 2020 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં પહોંચ્યા બાદ પ્રમોદ ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટનમાં મેડલ જીતનાર પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગત માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેણે એપ્રિલમાં દુબઈ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. કોરોના મહામારીના કારણે એક વર્ષના વિરામ બાદ ભગતે વાપસી કરી હતી. સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત તેણે મનોજ સરકાર સાથે SL4-SL3 કેટેગરીમાં મિક્સ ડબલ્સ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

નોંધનીય છે કે, પ્રથમ વખત બેડમિન્ટનની રમતને ટોક્યો પેરાલિમ્પિક્સમાં જ સામેલ કરવામાં આવી છે. ભારત પ્રમોદના મેડલ સિવાય બેડમિન્ટનમાં વધુ 4 મેડલ જીતી શકે છે. પ્રમોદ ભગત અને તેના ભાગીદાર પલક કોહલીએ શુક્રવારે બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધાની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સિંગલ્સમાં સુહાસ યથીરાજ, તરુણ ઢિલ્લો અને મનોજ સરકારે પણ અંતિમ ચારમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં પહોંચતાની સાથે જ આ તમામ ખેલાડીઓના મેડલ સુનિશ્ચિત કરવામાં આવશે.

પ્રમોદ બાળપણમાં જ પોલિયોનો શિકાર બન્યા હતા. તે SL3 માં રમે છે. એસએલ કેટેગરીમાં જે ખેલાડીઓને ઉભા થવામાં તકલીફ હોય અથવા નીચલા પગની તકલીફ હોય તેઓ જ ભાગ લે છે.

આ પણ વાંચો : Red Lady Finger : ક્યારે પણ લાલ ભીંડા જોયા છે ? લાલ ભીંડાની ખેતીથી કરી શકો છો અઢળક કમાણી, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ પણ વાંચો :Property News: કોરોનાને કારણે બદલાયો હોમબાયર્સનો મૂડ, રેડી-ટુ-મૂવ ફ્લેટ્સ પહેલી પસંદગી, મોંઘા ઘરોમાં વધ્યો રસ

Published On - 7:24 am, Sat, 4 September 21

Next Article